આજે રાતે શુક્રનું થશે રાશિ પરિવર્તન, એક મહિના સુધી આ રાશિઓમાં રહેશે લાભનો યોગ, જાણો તમારી રાશિ વિશે…..

0

વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્રનું સ્થાન પરિવર્તન થવાનું છે. આજે રાતે 2.03 વાગે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સિંહ રાશિમાં શુક્રના પ્રવેશથી મંગળ અને કેતુની સાથે ષડાષ્ટક સંબંધ બની રહ્યો છે. જો કે ષડાષ્ટક સંબંધ ને જ્યોતિષ શાસ્ત્રમાં સારું માનવામાં નથી આવતું, પણ શુક્ર પોતાની ગૃહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, માટે તેનો સકારાત્મક અસર પણ પડશે. સિંહ રાશિમાં શુક્ર 1 ઓગસ્ટ સુધી રહેશે.

જાણો તો 12 રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે:

1. મેષ રાશિ: આ રાશિના 5 માં ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. એવામાં મેષ રાશિ ના જાતકોને પ્રેમ સંબંધમાં સફળતા પ્રાપ્ત થશે અને દામ્પત્ય જીવન સુખમય રહેશે. ધનનો લાભ થશે અને ધન સંચય કરવામાં પણ સફળતા મળશે.
2. વૃષભ: વૃષભ રાશિમાં ચોથા ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. માટે પ્રેમ સંબંધમાં અમુક બદલાવ આવી શકે છે અને તે સારો કે ખરાબ પણ હોઈ શકે છે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધાર આવશે.

3. મિથુન: મિથુન રાશિની કુંડળીમાં શુક્ર ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેના પ્રભાવથી કઈકે નવીન થશે. કોઈની સાથે નવો રિશ્તો જોડાઈ શકે છે. સુખ-સુવિધા પર ખર્ચ વધી શકે છે.
4. કર્ક:
કર્ક રાશિમાં શુક્ર બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેનાથી તમને ધન લાભ થઇ શકે છે. પ્રોપર્ટી સંબધિત મામલાઓનો ઉકેલ આવી શકશે. ઘરમાં નવું મહેમાન આવી શકે છે.
5. સિંહ:
સિંહ રાશીના લોકો માટે શુક્રનું સ્થાન ઘણા શુભ સમાચાર લાવશે. નોકરી અને વ્યાપારમાં ઉન્નતિ થશે અને તમારી મહેનત રંગ લાવી શકશે. પ્રેમ અને વિવાહ માટે આ સમય ખુબ જ સારો છે.

6. કન્યા:

કન્યા રાશિના 12 માં ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. ભૌતિક સુખો પર ખર્ચ વધી શકે છે. કેરિયરમાં નવા મૌકા મળશે અને વિદેશ જવાનો પણ મૌકો મળી શકે છે.ભાગ્યનો પૂરો સાથ મળશે.
7. વૃશ્ચિક:
આ રાશિના 10 માં ભાગમાં શુક્ર ગોચર કરી રહ્યો છે, આ રાશિના લોકો પર કોઈ ખાસ અસર જોવા નહીં મળે. જીવન સામાન્ય રહેશે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કોઈ વિદેશી કંપની સાથે કામ કરવાનો મૌકો મળી શકે છે.
8. ધનુ:
આ રાશિના 9 માં ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખો. કોઈ યાત્રા પર જઈ શકો છો, નવી બિઝનેસ શરૂ કરી શકો છો.

9. મકર: આ રાશિની કુંડળીમાં શુક્ર ગ્રહ 8 માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. કમાણી વધી શકે છે. વિવાહિત લોકોએ જીવનમાં ખુશીઓ આવશે. કોઈ ડીલ પાકી થઇ શકે છે.
10. કુમ્ભ: શુક્ર 7 માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. સંતાન વિશે સુખદ સમાચાર મળી શકશે. છાત્રોને સફળતાઓ મળશે. ભાગ્યનો સાથ મળી શકશે.

11. મીન: મીન રાશિના 6 માં ભાવમાં શુક્ર ગોચર કરશે. તમે અધિક ઉર્જાવાન રહેશો. પ્રમોશન મળી શકે છે. પણ ખર્ચ પણ વધી શકે છે. ભાઈ-બહેનને લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
12. તુલા: આ રાશિના લોકોમાં શુક્ર 5 માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. વૈવાહિત જીવન સુખમય રહેશે. લાંબી યાત્રા પર જવાનો મૌકો મળી શકે છે. સંતાન પ્રાપ્તિ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવની જરૂર રહેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here