આજે પણ રહસ્ય બનેલો છે રાજસ્થાન ના કિલ્લા માં છુપાયેલો ખજાનો, પાકિસ્તાન કરી ચૂક્યું છે આ હિસ્સાની માંગ….

0

શૂરવીરોની ધરતી રાજસ્થાન પોતાના શૌર્ય, સાહસ અને બલિદાન માટે વિશ્વવિખ્યાત છે. અહીંના દરેક શહેર ની પોતાની એક ખાસ ઓળખ છે. રાજસ્થાન ની ધરતી પર અનેક અભેદ્ય દુર્ગ નું નિર્માણ થયું છે પણ અહીં એક દુર્ગ એવું પણ છે જેણે પોતાનામાં એક રહસ્ય છુપાવીને રાખ્યું છે. આ દુર્ગ નું નામ છે જયગઢ. આ રહસ્યમયી કિલ્લો રાજસ્થાનના જયપુર શહેર માં સ્થિત છે. જયપુરમાં મધ્યયુગીન ભારતના એક અમુક સૈનિક ઇમારતોમાંનો એક જયગઢ કિલ્લો પણ છે. મહેલો, બગીચા, પાણીના ટાંકા, અન્ય ભંડારો, શાસ્ત્રાગાર, એક સૂંયોજીત તોપ બનાવાનું કારખાનું, મંદિર અને વિશ્વની સૌથી મોટી તોપ-‘જયબાણ’ તેને વધુ રોમાંચિત જગ્યા બનાવી દે છે. આ કિલ્લાએ અત્યારે પણ પોતાનું પ્રાચીન વૈભવ સુરક્ષિત બનાવી રાખ્યું છે. જયગઢ ના ફેલાયેલા પરકોટે, બુર્જ અને પ્રવેશ દ્વાર તેની કહાની વર્ણવે છે.

જયપુર ની શાન કહેવાતા જયગઢ કિલ્લાની આપત્તિ ને પણ એક રહસ્ય સમેટી રાખ્યું છે. 1975 માં જયારે દેશ માં આપાતકાલ લાગ્યું ત્યારે ઇન્દિરા ગાંધી ના આ કિલ્લા માં છુપાયેલા ખજાના ની શોધ કરવામાં આવી હતી. 10 જૂન 1976 ના રોજ શરૂ થયેલી શોધ નવેમ્બર 1976 માં પુરી થઇ હતી.

જયારે આ જાંચ પુરી થઇ તો સરકારે અધિકારીક રૂપે કહ્યું કે તેમાં કોઈજ ખજાનો નથી, પણ સરકારે આ મંતવ્ય પર ઘણા લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો. તેનું સૌથી મોટું કારણ છે કે જયારે સેના એ પોતાનું અભિયાન કર્યું તો તેના પછી એક દિવસ માટે દિલ્લી-જયપુર હાઇવે ને બંધ કરી દેવામાં આવ્યો હતો.ખજાના ને ટ્રક માં ભરીને દિલ્લી લઇ જવામાં આવ્યો હતું:

કહેવામાં આવે છે કે આ દરમિયાન જયગઢ કિલ્લા માં મળનારા ખજાના ને ટ્રકો માં ભરીને દિલ્લી લાવવામાં આવ્યું હતું અને સરકાર તેને જનતા ની નજરથી છુપાવી રાખવા માગતી હતી. હાઇવે બંધ થવાની પુષ્ટિ ઘણા વિશ્વસનીય સ્ત્રોતો પરથી થાય છે પણ સરકારે ક્યારેય પણ તેનું સ્પષ્ટીકરણ નથી આપ્યું. અંદાજિત ત્યારે આ ખજાનામા 128 કરોડ નું ધન રહ્યું હશે.

પાકિસ્તાન માગી ચૂક્યું છે આ ખજાનાનો હિસ્સો:

11 ઓગસ્ટ,1976 ના ભુટ્ટો એ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ને એક પત્ર લખ્યો હતો જેમાં પાકિસ્તાને ખુદ ને જયગઢ ની દૌલત નો હકદાર માનતા લખ્યું કે વિભાજનના સમયે આવી કોઈ દૌલત ની અવિભાજિત ભારત ને જાણકારી ન હતી. વિભાજનના પૂર્વ ના સમજોતા ના અનુસાર જયગઢ ની દૌલત પર પાકિસ્તાન નો હિસ્સો બને છે.જયપુર શહેર ના વિકાસમાં લગાવ્યું:

ઇતિહાસકારો નું માનવું છે કે જયગઢ કિલ્લા માં ખજાનો તો હતો, પણ રાજા જયસિંહે આ ધન દ્વારા જ જયપુર ને વિકસિત કર્યું છે. હવે સવાલ એ છે કે જો સરકાર ને જયગઢ નો આ ખજાનો નથી મળ્યો તો તે આખરે ક્યાં ગયો છે?

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here