આજે પણ જીવિત છે પવનપુત્ર હનુમાન, કળિયુગમાં અહી કરી રહ્યા છે વાસ…વાંચો આર્ટિકલ

0

પવનપુત્ર હનુમાન હિંદુ ધર્મના પ્રમુખ દેવતાઓમાં થી એક છે. શાસ્ત્રોના અનુસાર, ભગવાન રામના અનન્ય ભક્ત હનુમાન ચૈત્ર મહિનાની પુર્ણીમાં તિથીએ ધરતી પર અવતરીત થયા હતા. આ વર્ષે આ તિથી 31 માર્ચે પડી હતી. આ દિવસ દેશભરમાં હનુમાન જયંતિના નામે મનાવામાં આવે છે. લોકો વ્રત રાખે છે, હનુમાન જી ની પુજા કરે છે અને તેની પાસે થી દરેક કઠિનાઈઓ અને ખરાબ સાયાને દુર રાખવાની મનોકામના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તે પોતાની ભક્તિથી પ્રસન્ન થઈને ભક્તોના મનવાંછિત પ્રદાન કરે છે.  હનુમાનજી ને ભારતના સુપર હીરો ગણવામાં આવે છે. તે બજરંગબલીની મહિમા જ છે કે તેનું નામ લેવા પર ડર દુર થઇ જાય છે અને મનને શાંતિની અનુભૂતિ થાય છે.

આજે અમે તમારા માટે હનુમાન સાથે જોડાયેલા એવા તથ્યો લઈને આવ્યા છીએ, જે તે વાતને સંકેત આપે છે કે પવનપુત્ર હનુમાન કલયુગમાં પણ આપણી વચ્ચે મોજુદ છે. તેણે પોતાના શરીરનો ત્યાગ નથી કર્યો.

‘રામાયણ’ અને ‘મહાભારત’ માં છે ચિરંજીવી હોવાની બાબત:

મહાન ગ્રંથો ‘રામાયણ’ અને ‘મહાભારત’ માં હનુમાનજી સહીત સાત લોકોને ‘ચિરંજીવી’ એટલે કે અમર હોવાનું વરદાન મળેલું છે. આ સાત લોકોમાં પ્રહલાદનાં પરપુત્ર ‘બલી’, રાવણનો ભાઈ ‘વિભીષણ’, દ્રૌણાચાર્યના પુત્ર ‘અશ્વસ્થામા’, વિષ્ણુ ભગવાનનો છટ્ઠો અવતાર ‘પરશુરામ’, મહાભારતના રાજગુરુ ‘કૃપાચાર્ય’, મહાભારતના રચયિતા ‘વેદ વ્યાસ’ અને મૃકુંદુના પુત્ર ‘માર્કડેય’ શામિલ છે. તમે ગ્રંથો કે પુરાણોમાં એ પણ વાંચ્યું હશે કે જ્યારે-જ્યારે ભગવાન પૃથ્વી પર માનવ રૂપમાં અવતરિત થયા, તેઓને પૃથ્વી લોકોને છોડવું પડ્યું હતું. પછી તે ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ. તેઓને પોતાના માનવ શરીરને ત્યાગવું પડ્યું હતું, પણ હનુમાનજીની પૃથ્વી લોક છોડીને જવાની બાબત એક પણ ગ્રંથોમાં ઉલ્લ્ખેવામાં આવી નથી.

ભગવાન રામે આપ્યું અમરત્વનું વરદાન: 

રામાયણના 40 માં અધ્યાયમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે શ્રી રામ લંકા પર વિજય પ્રાપ્ત કરીને પરત આવ્યા ત્યારે તેણે હનુમાનજી થી પ્રસન્ન થઈને કહ્યું, ”संसार में मेरी कथा जब तक प्रचलित रहेगी, तब तक तुम्हारी कीर्ति अमिट रहेगी, और तुम्हारे शरीर में प्राण भी रहेंगे।”

ચારે યુગમાં હનુમાનજીનું અસ્તિત્વ હોવાનું પ્રમાણ: 

સતયુગમાં શિવજીનું રૂપ:

‘शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महा जग वंदन’, ‘हनुमान चालीसा’ ના આ પદમાં હનુમાનજીને ભગવાન શંકરનું સ્વરૂપ કહેવામાં આવ્યા છે. સતયુગમાં હનુમાન જી ‘રુદ્ર અવતાર’ માં હતા.

ત્રેતાયુગમાં ‘હનુમાન’ નું રૂપ”

ત્રેતાયુગમાં પવનપુત્ર હનુમાને કેસરી નંદનના રૂપમાં જનમ લીધો અને તે ભગવાન રામના ભક્ત બનીને તેની સાથે સાયાની જેમ રહ્યા હતા.

દ્વાપરયુગમાં ભીમ અને હનુમાનજીનો પ્રસંગ:મહાભારતમાં એક પ્રસંગ છે, જ્યારે હનુમાનજી ભીમ પાસે પોતાની પૂંછડી હટાવવા માટે કહે છે અને ભીમ પોતાની પૂરી તાકાત લગાવ્યા બાદ પણ પૂંછડીને હલાવી પણ ન શક્યા.

કળયુગમાં અહી નિવાસ કરે છે મહાબલી હનુમાન:

‘શ્રીમદ ભગવદ ગીતા’ માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળયુગમાં હનુમાનજી હિમાલયના કૈલાશ પર્વતના ઉત્તરમાં સ્થિત ‘ગંધમાદન’ પર્વત પર આજે પણ નિવાસ કરી રહ્યા છે.

આ લોકોને મળવા માટે આવે છે પવનપુત્ર હનુમાન:

કહેવામાં આવે છે કે ભગવાન રામે પોતાના શરીરનો ત્યાગ કર્યો, તો હનુમાનજી લંકા તરફ પોતાનું પ્રસ્થાન કરી ગયા. ત્યાના કબીલાવાસીઓએ તેની ખુબ સેવા અને સત્કાર કર્યો હતો. પછી હનુમાનજીએ તેનાથી પ્રસન્ન થઈને એ વચન આપ્યું કે તે હર 41 વર્ષમાં તેઓને મળવા માટે જરૂર આવશે.

એક પુસ્તકમાં દર્જ કરવામાં આવે છે હનુમાનજીની સાથે થયેલી દરેક વાતો:

કહેવામાં આવે છે કે છેલ્લી વાર હનુમાનજી આ કબીલાનાં લોકોને મળવા માટે મેં 2014 માં આવ્યા હતા. તેના બાદ તે હવે વર્ષ 2055 માં ફરીથી આવશે. સાથે જ હનુમાનજી અને કબીલાના લોકો વચ્ચેની આ મુલાકાત દરમિયાન જે પણ વાતો-ચિતો થતી તે કબીલાના મુખીયા લોકો એલ પુસ્તકમાં દર્જ કરે છે. તેના પર ઘણા રીસર્ચ સંગઠનો દ્વારા અધ્યન કરવામાં આવી રહ્યું છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!