એક વડીલ ખૂબ જ નમ્રતાથી મને વિનંતિ કરે કે મારી દીકરીને અા હોસ્પિટલમાં જોબ પર લગાવી દો…હોસ્પીટલની કાળી કરતુત વાંચો – સત્ય ઘટના

0

આજથી એક વર્ષ પહેલાની વાત છે…

જેનો અેક હાથ ખભામાંથી કપાયેલ હોય અેવા અેક ૫૦-૫૨ વર્ષનાં સરદારજી ૯૦ કિલોમિટર દૂરથી અેમની સરકારી કૉલેજમાં મેરિટ પર મહેનતથી બી.અેસ.સી. નર્સિંગ ભણેલી ૨૦-૨૨ વર્ષની ખંતીલી દીકરીને લઇ અેક પ્રાઈવેટ હોસ્પિટલમાં નોકરી શોધવા અાવે, મને મારા જૂનાં પેશન્ટનાં રૅફરન્સથી મળવા અાવેલ છે અને અેમને મારી પાસે કામ થઇ જવાની અાશા છે…

હવે જેની કોઇ જ લાયકાત નથી અેવો નાલાયક લાલચુ , કપટી , અેચ.અાર. અૅક્ઝીક્યુટીવ મને ચેમ્બરમાં અાવીને કહે કે સર અમારી હોસ્પિટલમાં નર્સની કોઇ જ વૅકન્સી નથી, જો અે લોકો માને અને તમે કહેતાં હો તો ૬ મહિના માટે અેને વગર પગારે ટ્રૅઇનિંગમાં લગાવી દઉં અને અેના માટે સરદારજીઅે હોસ્પિટલમાં ૨૫૦૦૦ રુપિયા ડિપોઝીટ કરવા પડશે. અેમની દીકરીને રહેવા અને હોસ્ટેલનો ખર્ચ મહિને ૧૦૦૦૦ રુપિયા થશે ત્યારે હું અાવા કૌભાંડનાં મૂળમાં ગયા વગર કેમ રહું ?

તપાસ કરતાં ખબર પડી કે પ્રાઇવેટ નર્સિંગ કૉલેજમાં ભણેલાં નર્સ છોકરા છોકરીઅોએ હકીકતમાં ૩ વર્ષમાં ક્યારેય અેકે પેશન્ટને જોયું પણ નથી હોતું…

હવે ડીગ્રી મળે અેટલે હાથ સાફ કરવા તો જોઇએ જ… ક્યારેય થાપામાં પણ જેણે ઈંજેક્ષન નથી અાપ્યું અે દર્દીની વેઈન તો ક્યાંથી લેવાનાં… એ લોકોને અાઈ.સી.યુ. અને અોપરેશન થિયેટરની નર્સિંગ અાવડત તો બાપજન્મારેય ના અાવે..

૩ થી ૫ લાખ ડીગ્રી માટે જે લોકો ખર્ચે અે લોકો તો પ્રાઈવેટ હોસ્પિટલમાં બીજા ૨-૩ વર્ષ સુધી સામેથી હોસ્પિટલને દર મહિને ૧૦૦૦૦ રુપિયા અાપીને પ્રૅક્ટિકલ નર્સિંગ શીખવા અાવે જ…

અાજે અા બધે જ સામાન્ય થઇ ગયું છે કે જેને બધે નફો જ રળવો છે તેવી બધી જ નાની મોટી હોસ્પિટલો કાયદાનાં પાલન માટે અેક અનુભવી નર્સિંગ સુપ્રિન્ટૅન્ડન્ટ રાખે છે અને બાકીની બધી વગર પગારે અને ઉપરથી હોસ્પિટલને સામેથી કમાણી કરાવી આપતી છોકરીઅોને દેખાવડો કરવા રાખે છે…

અેમને કશું કાર્ય બરાબર આવડતું ન હોય અેટલે પ્રયોગો કરતાં કરતાં બસ સ્માઇલ કર્યા કરે અને પેશન્ટોને લાગે બિચારી કેટલી હસમુખી છે, સગાઅો પણ હરખાય…

અલ્યા બુધ્ધિનાં બળદિયાઅો , જરા મગજ દોડાવો..

દરેક પેશન્ટ પાસેથી રુમ , દવાઅો , વિવિધ તપાસો , અને ડૉક્ટર ઉપરાંત રોજનો વધારાનો પ્રતિ પેશન્ટ ૨૦૦ થી ૮૦૦ રુપિયા નર્સિંગ ચાર્જ વસુલાય. અામ ૧૦૦ બેડની હોસ્પિટલ ૬૦૦૦૦૦ થી ૨૪૦૦૦૦૦ રુપિયા મહિને માત્ર નર્સિંગ ચાર્જમાંથી જ બનાવે… અને મહિને ૧૦૦૦૦ સામેથી અાપતી અાવી ૫૦ નર્સ હોય તો બીજા ૫૦૦૦૦૦ રુપિયા…

અને પાછા તમારી ઉપર જ પ્રયોગો થાય…દુઃખ થાય કે અાવી સિસ્ટમ કેમ… ખેર હું તો બધે માત્ર અૉપરેશન કરી મારા પૈસા લઇ મેનેજમેન્ટથી દૂર જ રહું છું…

કોઇની નજીક જવાનું જ નહીં અેટલે હું અે સિસ્ટમને સુધારવા ન બેઠો…

મને અા નીતિ નથી ગમી અે મોં પર કહી દીધું…

અેચ.અાર. પણ અાખરે તો નોકર જ ને , અેેને જે કહેવામાં આવ્યું હોય તે જ કરે બિચારો…

હા બીજા જ દિવસથી અે છોકરીને અેનાં ઘરથી ૭-૮ કિલોમિટર દૂર અેક મિત્રની હોસ્પિટલમાં વગર કોઇ આભાર માંગ્યે ૬૦૦૦ પગારમાં લગાવી દીધી..

– ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!