આહિરો સ્ત્રીઓ સેંથો નથી પુરતી કે ચૂડલો નથી પહેરતી એની પાછળની વરસો જૂની સત્ય કથા


આજથી લગભગ 1000 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે.

જૂનાગઢ પર તે સમયે ચૂડાસમા વંશના રાજા રા’દિયાસનું રાજ હતું. પાટણના સોલંકી રાજાએ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસના અવસાન બાદ એમના પત્નિ સોમલદેએ પણ આત્મવિલોપન કરી લીધુ હતું. આત્મવિલોપન કરતા પહેલા સોમલદેએ એના એકના એક દિકરા અને રા’વંશના આખરી અંશ રા’નવઘણને એની દાસીના હવાલે કરીને સુચના આપેલી કે તું કુવરને ઓડીદર-બોડીદર ગામના દેવાયત બોદરના ઘરે મુકી આવજે.

દેવાયત બોદર રા’દિયાસના ખૂબ વિશ્વાસુ હતા. દાસી રા’નવઘણને લઇને દેવાયત બોદરના ઘરે પહોંચી ત્યારે દેવાયત બોદરે દાસીને કહ્યુ હતુ કે ‘તે તારી ફરજ બજાવી હવે હું મારી ફરજ બજાવીશ. મારા પ્રાણના ભોગે પણ રા’નવઘણની રક્ષા કરીશ અને એને જૂનાગઢની ગાદી પાછી અપાવીશ.’

દેવાયત બોદરને ઉગા (બીજુ નામ વહાણ પણ હતુ ) નામનો દિકરો અને જાહલ નામની દિકરી હતા.રા’નવઘણ દેવાયત બોદરના ઘરે ઉગા અને જાહલની સાથે મોટો થવા લાગ્યો. થોડા વર્ષો પછી જૂનાગઢના સોલંકી રાજાને સમાચાર મળ્યા કે રા’દિયાસનો દિકરો રા’નવઘણ જીવે છે અને ઓડીદર ગામે દેવાયત બોદરના ઘરે ઉછરી રહ્યો છે. રા’નવઘણને ખતમ કરવા માટે એણે આદેશ આપ્યો.

Pic Source

જૂનાગઢના સૈનિકો ઓડીદર ગામે આવ્યા. દેવાયત બોદરને બોલાવીને રા’નવઘણ વિશે પુછવામાં આવ્યુ ત્યારે દેવાયત બોદરે કહ્યુ,”રાજાને જે સમાચાર મળ્યા છે એ સાચા છે. રા’નવઘણ મારે ત્યાં જ છે. હું એને ઉછેરુ છું એવુ નથી પણ મારે ત્યાં કેદ કરીને મેં રાખ્યો છે મારે તો રાજભક્તિ નિભાવવી હતી એટલે રા’નવઘણ જુવાન થતાની સાથે જ હું એને રાજાના હવાલે કરવાનો હતો.”

સૈનિકોએ સુચના આપી કે રા’નવઘણને અહીંયા બોલાવો એટલે દેવાયત બોદરે એના ધર્મપત્નિ સોનલબાઇને કહેણ મોકલાવ્યુ. આહીરાણી બધુ સમજી ગઇ. રા’નવઘણની રક્ષા માટે પતિએ આપેલું વચન પાળવા માટે સોનલઆઇએ રા’નવઘણને બદલે એના એકના એક દિકરા ઉગાને રાજાના કુંવરની જેમ તૈયાર કરીને મોકલ્યો.

જ્યારે ઉગાને રા’નવઘણ તરીકે સૈનિકોની સામે રજુ કરવામાં આવ્યો ત્યારે સૈનિકોને પણ શંકા ગઇ. શંકાના નિવારણ માટે દેવાયત બોદરના હાથમાં તલવાર આપીને રા’નવઘણની હત્યા કરવા જણાવ્યુ. સૈનિકોને હતુ કે જો આ એનો દિકરો હોય તો દેવાયતનો હાથ ધ્રુજશે. દેવાયત બોદરે વિચલીત થયા વગર એક જ ઘા એ પોતાના એકના એક દિકરા ઉગાનું માથું ઘડ પરથી ઉતારી લીધું ( આ સમયે ઉગાએ શું કર્યુ એની કોઇ વાતો ઇતિહાસમાં લખાયેલી નથી પણ આ ઘટના બની ત્યારે ઉગો 12 વર્ષ વટાવી ચુક્યો હતો. 12 વર્ષના છોકરાને બધી જ ખબર પડે. પિતાના હાથમાં તલવાર જોઇને એ વિરોધ કરી શક્યો હોત કે હું તમારો દિકરો છું મને શા માટે મારો છો પરંતું ઉગો એક પણ શબ્દ નહિ બોલ્યો હોય એ પાકુ કારણકે જો એ કંઇ બોલ્યો હોત તો સૈનિકોને ખબર પડી ગઇ હોત. આ બતાવે છે કે દેવાયત આહીરે 12 વર્ષની ઉંમરના દિકરા ઉગામાં પણ કેવી દેશભક્તિ અને રાજ્ય પ્રત્યેની વફાદારીનું સિંચન કર્યુ હશે)

સૈનિકોને થોડો વિશ્વાસ બંધાયો કે આ જ રા’નવઘણ છે. પરંતું હજુ વધારે પાકુ કરવા માટે ઉગાની જનેતા સોનલબાઇને કહેવામાં આવ્યુ કે જો આ તમારો દિકરો ના હોય તો તમે એની બંને આંખો કાઢી લો, આંખોને જમીન પર નાંખો અને પછી એના પર તમે ચાલો. દિકરાના શરીર પર નાનો ઉઝરડો પણ ના જોઇ શકનારી માં આવું કેમ કરી શકે ? પણ સોનલબાઇએ એના સગા દિકરા ઉગાની બંને આંખો શરીરથી જુદી કરી, જમીન પર મુકી અને આંખમાંથી આંસુનું એકપણ ટીપુ પાડ્યા વગર એ આંખો પર ચાલ્યા. સૈનિકોને ખાત્રી થતા જતા રહ્યા અને રાજાને સમાચાર આપ્યા કે રા’નવઘણને મારી નાંખ્યો છે.

રા’નવઘણ જ્યારે જુવાન થયો ત્યારે દેવાયત બોદરે પોતાના નાતીલા આહિરોને ભેગા કરીને સોલંકી રાજાને હરાવ્યો અને આપેલા વચન પ્રમાણે રા’નવઘણને જૂનાગઢની ગાદીએ બેસાડ્યો. પોતાના પેટના જ્ણ્યા દિકરાને ગુમાવનાર સોનલબાઇએ રા’નવઘણને ગાદીએ બેસાડ્યો તે દિવસ સુધી આંખમાંથી આંસુનું ટીપુ પડવા નહોતું દીધુ. રા’નવઘણને ગાદીએ બેસાડવાનું વચન પુરુ થતા સોનલઆઇ પોંક મુકીને રડ્યા અને દિકરા ઉગાની યાદમાં 10 વરસ પછી મરસીયા ગાયા.

દેવાયત બોદર અને સોનલબાઇની રાષ્ટભક્તિ ભૂલાઇ ના જાય એટલે ઉગાના મોસાળ પક્ષ વાળા નાઘેરા આહિરોમાં સ્ત્રીઓ આજે પણ સેંથો નથી પુરતી કે ચૂડલો નથી પહેરતી. આહીર બહેનોમાં ઉગાની યાદમાં આજે પણ કાપડું પહેરવાની પરંપરા જાળવી રાખી છે.

આપા દેવાયત બોદરને, સોનલઆઇને અને ઉગાને એની રાષ્ટભક્તિ માટે અને એના બલીદાન માટે કોટી કોટી સલામ. સાલુ, આપણે આપણા દેશ માટે શું કરીએ છીએ ? ? ?

લેખક: શૈલેષ સગપરિયા

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આહિરો સ્ત્રીઓ સેંથો નથી પુરતી કે ચૂડલો નથી પહેરતી એની પાછળની વરસો જૂની સત્ય કથા

log in

reset password

Back to
log in
error: