આધાર માં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો, જાણો પુરી પ્રોસેસ…

0

એ તો બધા જાણે જ છે કે આધાર કાર્ડ તમારા માટે કેટલું જરૂરી છે. તમે પણ સારી રીતે જાણો જ છો કે બેન્ક, રસોઈ ના ગેસ, અને રાશન જેવી સેવાઓ માટે આધાર કાર્ડ ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે આધાર કાર્ડ માં તમારા મોબાઈલ નંબર ને કેવી રીતે અપડેટ કરવો.સૌથી પેહલા તમને જણાવી દઈએ કે તમે ઓનલાઇન કે પછી જાતે જ આધાર કાર્ડ માં તમારો નંબર બદલાવી નહિ શકો તેની જાણકારી ખુદ ભારતીય વિશિષ્ટ ઓળખ અધિકારણ(UIDAI) એ ટ્વીટ કરીને આપી છે.
જો તમે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર બદલવા માગો છો તો સૌથી પહેલા આધાર ની વેબસાઈટ  https://uidai.gov.in/ પર જાઓ અને Aadhaar Online Services ના વિકલ્પ માંથી Aadhaar Enrolment સેક્શન માંથી Enrolment & Update Centres in Banks & Post offices ના વિકલ્પ પર ક્લિક કરો.તેના પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે જેમાં તમને તમારું રાજ્ય, જિલ્લો, શહેર કે ગામ વિશે પૂછવામાં આવશે. તેમાં તમે તમારું શહેર કે જિલ્લા નું નામ નાખી શકો છો. જરૂરી નથી કે તમે તમારા ઘરનું જ એડ્રેસ નાખો.તેના પછી તમારી સામે બેન્ક/પોસ્ટ ઓફિસ ઇનરોલમેન્ટ ની લિસ્ટ ખુલી જશે. તેના પછી આ સેન્ટર્સ પર જઈને તમે 30 રૂપિયા આપીને આધાર કાર્ડ માં તમારો નવો નંબર અપડેટ કરાવી શકો છો. તેના સિવાય જો તમને પોતાના ઘરની પાસે કોઈ આધાર સેન્ટર ની જાણકારી છે તો તમે દિશા જ ત્યાં જઈને તમારો મોબાઈલ નંબર બદલાવી શકો છો. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here