આ ઝાડ પૈસા છાપવાનુ મશીન છે, ખેડૂત કરોડોમાં કમાય છે કોઈ પણ કરી શકે છે આ ખેતી……..

0

અમારા દેશના લગભગ 70 ટકા લોકો ખેતી કરી ને જીવન ચલાવે છે, પરંતુ યોગ્ય સાધનો અને તકનીકો ના હોવા ના કારણે આજે પણ દેશના લાખો ખેડૂતો ગરીબીમાં જીવી રહ્યા છે.

ખેડૂતોને જો યોગ્ય મદદ અને વિચાર મળે તો તે પણ મિલિયોનેર બની શકે છે. બસ જરૂર છે માત્ર યોગ્ય રસ્તો બતાવવા ની. આપણા દેશમાં સૌથી વધુ ખેડૂત મોસમી શાકભાજી, ફળો અને અનાજની ખેતી કરે છે. પરંતુ અમે તમને એક એવા વૃક્ષ વિશે જાણવા ના છીએ જે સૌથી વધુ વળતર આપે છે એમ કહી શકાય.

જો કે આના માટે ધીરજની જરૂર છે અને આ લાંબા ગાળાનું રોકાણ છે. સામાન્ય રીતે ખેડૂત બગીચા અથવા ખેતર ના કિનારે ફળો ના વૃક્ષો વાવે છે માટે તેના વેચાણ દ્વારા તેમને નફો મળી શકે. ચંદન વૃક્ષ જો આ બધા વચ્ચે વાવવામાં આવે તો એ પછી તમને વર્ષો સુધી નફો ચાલુ રહેશે.

ચંદનની ખેતીમાં એટલો નફો છે કે જેટલો કોઈપણ ગવર્નમેન્ટ અથવા અન્ય ખાનગી યોજનામાં મળી શકે એમ નથી. કેટલાક સમય પહેલા, ગુજરાતના ભરૂચના એક ખેડૂત એ 10 લાખ રૂપિયા દ્વાર ચંદન ની ખેતી ની શરૂઆત કરી હતી. 15-20 વર્ષ પછી જ્યારે આ વૃક્ષો મોટા થયા ત્યારે ઘણો મોટો નફો થયો. ખેડૂત 15 કરોડની કમાણી કરી. સીધા ભાષા માં 1 લાખમાં 1.5 કરોડનો નફો જોવા મળે છે. 15-20 વર્ષ જો તમે કોઈ પણ સ્કીમ માં પૈસા રોકશો નફો તો આટલો નફો નહિ મળે.

સામાન્ય રીતે ચંદન લાકડું 6 7 હજાર રૂપિયા માં કિલો મળે છે અને સારી ગુલવતા વાળું 10 હજાર રૂપિયા માં કિલો મળે છે. આજે આપણે જોઈએ કે કેવી રીતે ચંદન ની ખેતી કરી શકાય. પ્રથમ બીજ અથવા નાના છોડ ચંદન નો જોઈએ. સામાન્ય રીતે 2000 રૂપિયા દીઠ કિલો લાલ ચંદન ના બીજ મળી જશે. તમે નર્સરી માંથી છોડ પણ ખરીદી શકો છો.

ચંદનનું ઝાડ લાલ માટીમાં સારી રીતે ઉગે છે. આના સિવાય પહાડી માટીમાં પણ સારી રીતે ઉગે છે. ભીની માટી અને વધારે મિનરલ્સ વાળી માટીમાં આ ઝાડનો વિકાસ ઝડપથી થતો નથી. એપ્રિલ અને મે નો સમય ચંદનના બીજ રોપવા માટે શ્રેષ્ઠ છે. વાવણી કરતાં પહેલાં સારી રીતે ખેડાણ કરવું જરૂરી છે, જો તમારી પાસે વધારે જગ્યા હોય તો 30 થી 40 સેમીનું અંતર રાખી બીજ વાવી દો. ચોમાસામાં આની વૃદ્ધિ સારી રીતે થાય છે, પણ ઉનાળામાં આને સિંચાઈની જરૂર હોય છે. ચંદનના ઝાડ 5 થી 50 સે. ડીગ્રી ગરમીમાં વાવવા બરાબર રહે છે. આ માટે 7 થી 8.5 પી.એચ વાળી માટી બરાબર રહે છે. સામાન્ય રીતે એક એકરમાં તમે 400 ઝાડ લગાવી શકો છો.

ઇન્વેસ્ટમેન્ટની જો વાત કરીએ તો ચંદનનું એક ઝાડ 40થી 50 રૂપિયામાં પડે છે. એક એકરમાં એવરેજ 400 ઝાડ લગાવીએ તો 20,000 જેટલો ખર્ચ થાય છે. બીજા ચાલીસથી પચાસ હજાર જેટલો ખર્ચ જાડી લગાવવામાં થઈ શકે છે, જેથી ચંદનના ઝાડ સુરક્ષિત રહે. ચંદનના ઝાડનો વીમો પણ નીકળી શકે છે, કારણ કે આનો ચોરીનો ડર રહે છે. ચોરી થવા પર તમે વીમા કંપની પાસેથી પૈસા પણ લઈ શકો છો. મોંઘા હોવાના કારણે આ ઝાડને સુરક્ષાની જરૂર હોય છે, કેટલાક લોકો સુરક્ષા માટે માણસો પણ રાખતાં હોય છે. આના સિવાય આ ઝાડની સિંચાઈ પાછળ પણ ખર્ચ કરવો જરૂરી છે.

ચંદન લગાવ્યા બાદ ચારથી પાંચ વર્ષમાં લાકડું રસદાર બને છે. 12થી 15 વર્ષ બાદ આ વેચવા માટે તૈયાર થઈ જાય છે. ચંદનના થડ માંથી સુગંધિત પ્રોડક્ટ બને છે. આ માટે જ ચંદનને કાપવાને બદલે થડ માંથી ઉખાડવમાં આવે છે. ઉખાડીને એને ટુકડાઓમાં કાપવામાં આવે છે અને એવરેજ કન્ડિશનમાં 40 કિલો જેવું લાકડું નીકળે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here