આ યુવતી માટે આ IPS એ કેન્સલ કરાવી હતી ટીકીટ, આવી રીતે શરુ થઇ હતી લવ સ્ટોરી…

0

દેશના 3 રાજ્યોમાં 27 નાટકોના 280 થી પણ વધુ શો કરી ચુકેલી ‘સીમા મોદી’ ને યુપી ની વહુ નાં રૂપમાં જાણવામાં આવે છે. આં સમયે તે પતાનું પૂરું ફોકસ પોતાના થીએટર આર્ટ પર રાખી રહી છે. સીમાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશેની વાત રાખી હતી.સીમાએ જણાવ્યું કે, ‘તે પોતાના કોઈ રીલેટીવના લગ્નમાં આવ્યા હતા અને મને મળવા માટે પોતાની ટ્રેઈનની ટીકીટ પણ કેન્સલ કરાવી નાખી હતી’.

આવી રીતે આવી ગયા હતા ઘરે:

સીમાએ જણાવ્યું કે, ‘મારી બેસિક એજ્યુકેશન ઝારખંડથી થઇ છે. મેં બીએ સુધીનો અભ્યાસ હજારીબાગથી કરેલો છે. ઝુમરી તલૈયાને ઘણી એવી ફિલ્મોમાં અને ગીતો માટે જાણવામાં અએ છે. મોટાભાગે લોકો ઝુમારી તલૈયા શબ્દનો મજાક સમજતા હતા પણ ખુબ જ ઓછા લોકો જાણતા હતા કે, ઝુમરી તલૈયા એક સુંદર વાદીઓ વાળું શહેર છે’.

”વાત 1995 ની છે, મારા આઈપીએસ પતી મોહન મોદી પોતાના લગ્ન માટે કોઈ રિશ્તેદારનાં ઘરે આવ્યા હતા. કોઈ કારણથી કદાચ તેને છોકરી પસંદ આવી ન હતી. તેના બાદ મુરાદાબાદ જવા માટે સ્ટેશન પર પહોંચ્યા તો જાણ થઇ, ગાડી 6 કલાક મોડી છે”.

”મારું ઘર સ્ટેશનની પાસે જ હતું, તો મામા તેને લઈને ઘરે આવી ગયા. તે સમયે હું ખુબ જ ચંચલ સ્વભાવની હતી. મારું પૂરું ઘર મ્યુઝીકલ માહોલમાં હતું. ઢોલક હારમોનિયમ બધી જ વ્યવસ્થા ઘર પર જ હતી, કેમ કે મારો શોખ થીએટર અને મ્યુઝીક હતો”.

ઘર પર બનાવ્યો હતો મજાક:

સીમાએ કહ્યું કે, ”મેહમાનના આવ્યા બાદ મમ્મીએ કહ્યું કે, જા અને પકોડા બનાવ. મેં હસીને કહ્યું, હું મહેમાન નવાજી કરીશ, તમે બનાવો. પછી મમ્મી પકોડા બનાવા માટે ગયા અને હું તેને પરોસી રહી હતી.” ”જ્યારે તેનું પેટ ભરાઈ ગયું તો તે વધુ ખાવાની નાં પાડી રહ્યા હતા, મેં કહ્યું કે, ‘મમ્મી હવે ના બનાવો, મહેમાન નાં પાડવાના છે. બધા હસવા લાગ્યા અને મમ્મી મને થોડી ખીજાઈ પણ હતી”. તેનાબાદ તેણે કહ્યું કે મને લાગે છે અમુક દિવસો સુધી અહી જ રોકાઈ જાવ. પાપાએ કહ્યું કે, ”તમારું જ ઘર સમજો. તેના બાદ તેણે ટીકીટ કેન્સલ કરવી નાખી”.

ખુદ જ જાન લઈને પહોંચી ગઈ હતી:

સીમાએ કહ્યું કે,”આગળની સવારે હું મોદીજી ની ફરમાઈશ પર મેં એક ભજન ગાયું ‘मोरा मन दपर्ण कहलाए’ જેના બાદ જ તેણે મારા ઘણા એવા વખાણ કર્યા હતા”. ”મોહને મારા મામા ને કહ્યું કે, ”મારી અત્યાર સુધીના જીવનમાં આ 24 કલાક સૌથી સારા પલો રહ્યા હે. હું ડ્યુટી પર જઈ રહ્યો છુ પણ લગ્ન તો હું સીમા જોડે જ કરીશ, તમે તૈયારી કરો”.

”માત્ર બે મહિનામાં જ અમારા લગ્ન થવાના હતા, તેની વચ્ચે તેનો લેટર આવ્યો કે રજા નહિ મળી શકે, માટે દરેક લોકો મુરાદાબાદ આવી જાવો. અહી જ લગ્ન કરવા પડશે”. ”તેના બાદ અમે બધા ફેમીલી જોડે મુરાદાબાદ આવી ગયા, ત્યાજ લગ્ન થયા”.આજે પણ હું તેને ઘણીવાર ચીઢાંવું છું કે હું ખુદ બારાત લઈને આવી હતી, કેમ કે મારા પતીની પાસે સમય ન હતો”. ”મેં મુરાદાબાદમાં રહીને જ એમએ પછી હિસ્ટ્રી સાથે પીએચડી અને આજે થીએટરની મદદથી યુવતીઓના કોન્ફીડન્સ ડેવલપ કરવાની થેરાપી પર કામ કરી રહી છું”.

આઈપીએસ પતિ મોહન સાથે સીમા: 

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.