આ યુવતીએ ચેહરા પર પીરીયડનું બ્લડ લગાવ્યું, અને ફેસબુક પર કર્યું પોસ્ટ, કારણ જાણીને રહી જાશો હૈરાન..

0

ભારતીય સમાજમાં મહિલાઓનાં માસિકધર્મને લઈને ઘણા પ્રકારની અવધારણાઓ છે, પણ હાલ સમાજમાં તેને લઈને ઘણી ખરી પ્રગતીશીલ ચર્ચાઓ થવા લાગી છે. જેને અંગ્રેજીમાં આપણે ‘Menstrual Periods’ પણ કહીએ છીએ.

આ મુદ્દાને સમાજમાં પેશ કરવા માટે ઓસ્ટ્રેલીયાની એક સ્પીરીટ હિલર અને ફોર્મર હેયરડ્રેસર 26 વર્ષની ‘યાજમીના જેદ’ દ્વારા એક અજીબ કાળ ઉઠાવવામાં આવ્યો છે જેના બાદ તેઓ એકાએક ચર્ચામાં આવી ગઈ છે.

આ યુવતીએ પોતાના માસિકધર્મના બ્લડને પોતાના જ ચેહરા પર લગાવ્યું જેથી લોકો તેને હેય દ્રષ્ટી થી નાં જોવે. મહિલાએ બાદમાં તેને ફેસબુક પ્રોફાઈલ પર પોસ્ટ કરી દીધું, અને દરેક પ્રકારની કમેન્ટ્સ આવવા લાગી. જેમાં કોઈ એક યુજર્સએ લખ્યું કે આ યુવતી માનસિક રૂપથી બીમાર છે.

પણ યાજમીનાનું કહેવું છે કે તે આ કામ પોતાની બોડીને રીકનેક્ટ કરવા માટે કરે છે, જેને આપણે સમાજિક શરમનાં ચાલતા કરી નથી શકતા. તેમણે કહ્યું કે હું આવું કરીને લોકોને દેખાડવા માંગુ છું કે આ કોઈ શરમ અનુભવવાની વાત નથી,  પણ તે આપણા શરીરનો જ એક હિસ્સો છે. યાજમીનાનું એ પણ કહેવું છે કે આજની મોર્ડન લાઈફમાં તેને લઈને શર્મીન્દગી કરવી યોગ્ય નથી. છતાં પણ તેની સાથે જોડાયેલા ઘણા ભ્રમ અને વાતોને સેહમતી આપવામાં આવે છે.

તે એ પણ કહે છે કે મહિલાઓ તેને સિક્રેટ રાખતી હોય છે એવામાં તે પોતાનું બ્લડ ચેહરા પર લગાવીને તે મહિલાઓને તે જતાવવા માંગે છે કે તેને ચોરી-છુપીથી મેનેજ કરવાની કોઈ જરૂર નથી. તેને લીધે તેને મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. તેની સાથે જ લોકોએ આ યુવતી વિશે એ પણ કહ્યું કે તે માનસિક રૂપથી બીમાર છે અને તેને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવા માટેની પણ સલાહ આપી દીધી છે.

પણ, એ પણ હકીકત છે કે આ સંબંધમાં સોશિયલ મીડિયા પર તમામ લોકો હવે દિલ ખોલીને વાત કરી રહ્યા છે. પછી તે પુરુષ હોય કે મહિલા. આવીજ એક પોસ્ટ ‘વિનીત વિશ્નોઈ’ દ્વારા  શેઈર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં યાજ્મીના વિશે કઈક આવું લખવામાં આવ્યું છે…..

આ કોઈ શ્રાપ નથી:

વિશ્નોઈ લખે છે કે આ કોઈ શ્રાપ નથી પણ મહિલાઓની શારીરિક સંરચનામાં પ્રાકૃતિક પરિવર્તન આવવાનો એક હિસ્સો છે, જેને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો તે ખુબ સુલજાયેલી પ્રક્રિયા છે પણ જ્યારે તેને એક ધાર્મિક દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો તે એક પ્રકારના કર્મકાંડ સાથે જોડાયેલી એક અજીબ-ગરીબ માન્યતાઓને લઈને જન્મ લે છે. જો કે હાલનો આધુનિક યુગ પુરુષ તથા મહિલાઓમાં કોઈ ફર્ક નથી કરતો. આ આધુનિક દૌરમાં મહિલાઓ, પુરુષોની સાથે કંધાથી કંધા મેળવીને જ ચાલે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!