આ વ્યક્તિએ પોતાના અનોખા બીઝનેસ આઈડિયાથી 5 લાખ રિક્ષાવાળાની જિંદગી બદલી નાખી, વાંચો પૂરી કહાની…

0

એક બાજુ જ્યાં દેશમાં ટેકનોલોજી અને વિકાસ ખુબ જડપથી આગળ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ શારીરિક શ્રમ આજની નવી પેઢી દ્વારા પણ સ્વીકાર્ય છે. પણ અમુક દૂરદર્શી લોકોએ શારીરિક શ્રમના કાર્યો અને આધુનિક તકનીકમાં તાલમેલ કરવા માટેનો જુંબેશ કર્યો છે. એવીજ એક કહાની છે ‘સમ્માન ફાઉન્ડેશન’ના સ્થાપક ‘ઈરફાન આલમ’ ની.

ઈરફાન, જે ભારતીય પ્રબંધન સંસ્થાન, અમદાવાદના વિદ્યાર્થી રહેલા છે, શરુઆતથીજ ગરીબો પ્રત્યે સંવેદનશીલતા તેનો સ્વભાવ રહ્યો છે. આજ તેને પ્રેરિત કરતું છે કે તે તેઓની રોજી રોટી માટે એક એવો વ્યવસાય શોધશે જેમાં તેને સતત કમાણી થઈ શકે. ભારતમાં શહેરી ક્ષેત્રોની નિયમિત યાત્રામાં 30 પ્રતિશત યોગદાન રીક્ષાનું છે માટે તેમને રિક્ષા ચાલકોના રોજગાર માટે એક સંગઠન બનાવાની યોજના કરી.

ઈરફાન, જેમણે વિદેશ વ્યાપારમાં પરાસ્ત્રાતક અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડીગ્રી મેળવેલી છે,“कभी नहीं, कभी नहीं कहो” (Never say never)માં વિશ્વાસ રાખે છે. તે ખુબ બારીકીથી જોશે કે આ વ્યવસાયમાં વિકાસની કેટલી સંભાવના છે અને કેવી રીતે તે પોતે રિક્ષા ચાલકો માટે રોજગાર રૂપે સહાયક બની શકે. તેઓએ તેના આ ઉપક્રમને પોતાના ગૃહક્ષેત્ર બિહારથી શરુ કરવાનો નિશ્ચય કર્યો.

બિહારની ઔદ્યોગિક રાજધાની બેગુસરાયમાં જન્મેલા ઈરફાને આ વ્યવસાયની શરૂઆત રાજધાની પટનાથી 2007 માં 300 રિક્ષા ચાલકોની શ્રુંખલા થી, એકદમ આરંભિક સ્તરથી કરી હતી. રિક્ષા ચાલકોની સહાયતાના માટે રીક્ષાને સંગીત, પત્રિકા, ન્યુઝ પેપર, પ્રાથમિક ચિકિત્સા સામાન, અલ્પાહાર અને વિજ્ઞાપનોથી સજાવવામાં આવ્યું. જેને લીધે આવવા-જવા વાળા માટે રિક્ષાનિ સવારી આરામદાયક અને માંનોરન્જીત બની શકે. તેની આ પરિકલ્પના પોતાના પ્રકારની એકમાત્ર છે અને તેમણે તેનું ઉપનામ પણ આપ્યું છે. “बिहार के रिक्शा वाले”. તેમણે પોતાની આધુનિક રૂપરેખા થી રિક્ષા ચાલકોને સમર્થવાન બનાવ્યું. ઘણા મુલ્ય સંવર્ધિત સેવાઓની સાથે-સાથે ભારતમાં પહેલી પ્રી-પેડ રિક્ષાની શરૂઆત થઇ.

આ આઈડીયા તેમને ત્યારે આવ્યો જ્યારે તે ગરમીના દિવસોમાં એક દિવસ રિક્ષામાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમને જોરથી તરસ લાગી હતી, તેમણે રિક્ષાવાળા પાસે પાણી માંગ્યું તો તેની પાસે પાણી ન હતું. તેના મગજમાં ત્યારેજ આ વિચાર આવ્યો કે જો રીક્ષામાં પાણી કે ખાવાની વસ્તુ હશે તો યાત્રીઓને પણ રાહત મળશે અને રિક્ષાવાળાને પણ સહાયતા રહેશે. ઈરફાનના આ પ્રયાસને દુનિયાભરમાં પહેચાન મળી. તેની પંજાબ નેશનલ બેંક પાસેથી લોન લઈને ત્રણ એન્જીનીયરોની સાથે મળીને રિક્ષાને ડીઝાઈન કરી હતી.

લઘુ સ્તર પર શરુ કરેલી આ ઉપક્રમમાં દેશ ભરના 5 લાખથી વધુ રિક્ષા ચાલક ઈરફાનની સંસ્થા ‘સમ્માન ફાઉન્ડેશન’ માં પંજીકૃત છે. 2010 માં તેમની આ ઉપલબ્ધી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નજરોથી પણ અછૂતી નથી.

કઠીનાઇઓને પાર કરતા કરતા ઈરફાને પોતાના આધારને જકડીને રાખ્યું. તેમને આજ સુધીમા ઘણા પુરસ્કાર અને સમ્માન હાસિલ થયા હતા. તેમેણ બીઝનેસ વર્લ્ડનો ‘ઉદ્યમિતા પુરસ્કાર’ પણ મળ્યો હતો. ઇન્ડીયા ટુડે દ્વારા તેમને “ભારતના ૪૦ યુથ આઇકોનની સૂચી માં પસંદ કરવામાં આવ્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ‘ઈન્ડિયાસ બેસ્ટ 30 યુથ’ માટે પસંદગી કરવામાં આવી. તેના સિવાય તેમને ગાર્જિયન પત્રિકા, લંદન અને ધ ઇકોનોમીસ્ટ માં પણ પર્ધાનતા આપવામાં આવી. ટાટા નેન ના ‘હોટેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ’ ના નિર્ણાયક દોરમાં હતા અને વર્લ્ડ બેંક ના ઇનોવેશન એવોર્ડ ના પણ વિજેતા બની ચુક્યા છે”. ઈરફાનના આ પ્રોજેક્ટને વિશ્વ ભરમાં ઘણી વિશ્વવિદ્યાલયોમાં પણ સન્માનિત કરવામાં આવ્યા.

વિરોધીઓનો સામનો કરતા કરતા પણ ઈરફાન પોતાના કામમાં સફળતા સુધી પહોંચી શક્યા હતા. એક સંસ્થાનથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈરફાન આલમેં ગરીબોની સેવા કરવાનો રસ્તો અપનાવ્યો. આજ પરિસ્થિતિઓ ભલે ઈરફાનના મનોબળને તોડવા માંગતી હોય પણ તેનો ઈરાદો તૂટી શકે તેમ નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.