અમૃતસરમાં જાઓ તો આ 12 જગ્યા પણ વિઝીટ કરજો – દિલ ખુશ થઇ જશે વાંચો બધી જ માહિતી

અમૃતસર પંજાબ નું ઐતિહાસિક નગર હોવા ની સાથે સાથે સુવર્ણ મંદિર માટે પણ વિશ્વ ભર માં મશહૂર છે. આ શહેર નો ઇતિહાસ લગભગ 400 વર્ષ જૂનો છે, એની સંસ્કૃતિ તેમજ ઇતિહાસ ઘણું બધું દર્શાવે છે. કહેવાય છે કે આ શહેર શીખો ના ચોથા દુરું રામદાસ એ બનાવ્યું હતી. કહેવાય છે કે મુગલ બાદશાહ અકબર એ ગુરુ રામદાસ ને ગિફ્ટ સ્વરૂપે આપી હતી. ત્યારે ગુરુ રામદાસ એ આ જમીન પર એક સરોવર ને બનાવ્યું હતું આ સરોવર ને અમૃતસર સરોવર કહેવાય છે જેના આધારે એ આ શહેર નું નામ અમૃતસર પડી ગયું.

ગુરુ રામદાસ ની જ્યારે મૃત્યુ થઈ ગઈ ત્યારે એમના દીકરા અર્જુનદેવ એ આ સરોવર વચ્ચે એક આલીશાન મંદિર નું નિર્માણ કરાવ્યું . જે આજે અમૃતસર લલાટ ઉપર ઝગમગે છે. જેને સુવર્ણ મંદિર ગોલ્ડન ટેમ્પલ નું નામ આપવા માં આવ્યું છે. તો ચાલો ફરીએ આ ઐતિહાસિક નગર માં.

સુવર્ણ મંદિર:સુવર્ણ મંદિર ને ગોલ્ડન ટેમ્પલ ના નામે થી પણ જણાય છે અને એને દરબાર સાહિબ પણ કહેવાય છે. આ મંદિર સ્થાપત્ય કલા નો બેજોડ નમૂનો છે જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિર ની દીવાલ ઉપર તથા કળશો પર શુદ્ધ સોના થી મઢેલ છે. જેમાં 400 કિલો સોનુ લાગેલ છે.

જલિયાંવાલા બાગ:જલિયાંવાલા બેગ સ્વતંત્ર સંગ્રામ નું જીવતું જાગતું ઉદાહરણ છે જે લગભગ 2000 શીખો અને હિંદુઓ ની શહીદી નું ગવાહ છે. આ બાગ ની દીવાલો પર આજ સુધી ગોળીઓ ના નિશાન છે. અહીંયા શહીદો ની યાદો માં એક સ્મારક બનાવવા માં આવ્યું છે,જ્યાં હંમેશા એક જ્યોત પ્રજ્વલિત રહે છે.

વાઘા બોર્ડર:વાઘા બોર્ડર પાકિસ્તાન અને હિન્દુસ્તાન ની બોર્ડર છે,જ્યાં દરરોજ સાંજે ભારત અને પાકિસ્તાન ના સૈનિકો ને ટુકડીઓ ભેગી થાય છે. 14 ઓગસ્ટ ની રાત જ્યારે બંને દેશ માં આઝાદી નો જશ્ન મનાવાય છે તો એ રાત્રે ત્યાં જાગરણ હોય છે અને અમન શાંતિ ની દુઆ કરાય છે. એ રાત્રે બોર્ડર ની આરપાર વાળાઓ ને મળવા ની અનુમતિ હોય છે.

દુગર્યાના મંદિર:દુગર્યાના મંદિર જુના અમૃતસર માં સ્થિત છે. એ એમના પોતા માં બેહદ લોકપ્રિય છે જેની ભવ્ય કલાત્મક શૈલી પર્યટકો ને ખેંચી લાવે છે. આ મંદિર ની ચારે તરફ સરોવર છે જેનું દ્રશ્ય ખૂબ લોભમણું લાગે છે.

અકાલ તખ્ત:સુવર્ણ મંદિર ના પરિસર માં સ્થિત અકાલ તખ્ત એક બેહદ લોભમણું ઐતિહાસિક ભવન છે. કહેવાય છે કે એને ગુરુ હરગોવિંદ એ બનાવ્યું હતું.

અજાયબઘર:અજાયબઘર માં શીખ ઇતિહાસ થી સંબંધિત ઘણા દુર્લભ વસ્તુઓ,કલાકૃતિઓ તેમજ આકર્ષક ચિત્ર મોજુદ છે. જેમને જોવા માત્ર દૂર દૂર થી પર્યટકો આવે છે. અહીંયા નું ખુબસુરત વતાવર જોઈ પર્યટકો મંત્રમુગ્ધ બની જાય છે.

શીખ સંગ્રાહલય:શીખ સંગ્રાહલય સુવર્ણ મંદિર ની પાસે જ બનેલ છે. આ સંગ્રહાલય માં અનેક પેંટિંગ્સ છે જેમાં શીખ ઇતિહાસ થી સંબંધિત યુદ્ધો ને ચિત્રો માં દર્શાવવા માં આવ્યું છે.

તરન તારન:તરન તારન એક તળાવ છે જેના વિશે માન્યતા છે કે એ પાણી માં દરેક નાની થી મોટી બીમારી દૂર કરવા ની તાકત છે. અહીંયા ભક્તો હંમેશા આવે છે.

કેવી રીતે જઈએ

વાયુ માર્ગ દ્વારા:

અમૃતસર શહેર થી 11 કિમિ દૂર શ્રી ગુરુ રામ દાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે , જેના દ્વારા હવાઈ માર્ગ થી સેહલાય થી પહોંચી શકાય છે. આ એરપોર્ટ દિલ્હી, મુંબઈ,કોલકતા,બેંગલુરુ ,ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ અને સિંગાપુર જેવા શહેરો ને અમૃતસર ને જોડે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ઉડાન ને વિશ્વ ના ઘણા સ્થાન થી જોડે છે.

રેલ માર્ગ દ્વારા:અમૃતસર રેલ માર્ગ ભારત ને વધુ પડતા હિસ્સા થી જોડે છે. દિલ્હી,મુંબઈ,કોલકતા અને જમ્મુ થી પ્રતિદિન ટ્રેનો મળે છે. સમજૌતા એક્સપ્રેસ નામ ના વિશેષ ટ્રેન વાઘા અટારી બોર્ડર ને દ્વારા અમૃતસર અને લાહોર ને જોડે છે.

સડક માર્ગ દ્વારા:ગ્રેન્ડ ટ્રંક રોડ પર સ્થિત થવા ને કારણે ભારત ના પ્રમુખ શહેરો થી અહીંયા સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે. દિલ્હી ,ચંદીગઢ અને જમ્મુ થી બસ ટેક્સી સેહલાય થી મળી જાય છે અને એના સિવાય જીટી રોડ અમૃતસર ને પાકિસ્તાન ના લાહોર થી પણ જોડે છે.

ક્યાં રહીએ:અમૃતસર માં ક્યાં રહીએ
અમૃતસર માં આમ તો ઘણી હોટલ છે જ્યાં બધી જ રેંજ માં સેહલાય થી રહી શકીએ છીએ. જેમાંની થોડી છે. મોહન ઇન્ટરનેશન,એસ્ટોરીયા વગેરે. એના સિવાય અહીંયા રહેવા માટે ગુરુ રામદાસ સરાય, સીતા મંદિર સરાય વગેરે ધર્મશાળા પણ છે જ્યાં રહી શકીએ છીએ.

ક્યારે જઈએ:અમૃતસર ફરવા ની દ્રષ્ટી એ ક્યારેય પણ જઈ શકીએ છીએ પણ અહીંયા વૈશાખી માં આવવા થી એ પર્વ નો લાભ ઉઠાવી શકીએ છીએ. સપ્ટેમ્બર ની શરૂઆત માં મોનસૂન પૂરું થયા બાદ મોસમ ઘણો સારો હોય છે. આ દરમિયાન દિવસ અને રાત માં તાપમાન ઠંડુ રહે છે. એના પછી આવવા વાળા ઠંડા મોસમ બધી જગ્યા એ ફરવા માટે આઉટડોર એક્ટિવિટી માટે ઘણું અનુકૂળ રહે છે. એટલા માટે અમૃતસર ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબર થી માર્ચ નો હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!