આ તે સ્કુલ છે જ્યાં ભણે છે એશ્વર્યાથી લઈને શાહરૂખ સુધીના બાળકો, ફી તો એટલી છે કે જાણીને હૈરાન જ રહી જાશો….

0

આજે અમે તમને તે સ્કુલ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જ્યાં મોટાભાગે બોલીવુડ કીરદારોના જ બાળકો અભ્યાસ કરતા જોવા મળે છે. શાહરુખનો દીકરો અબ્રામથી લઈને ઐશની દીકરી આરાધ્યા સુધીના રેક બાળકો આ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે. મુંબઈની આ આલીશાન સ્કુલનું નામ છે ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’. હાલમાં જ શાહરૂખ ખાને પોતાના દીકરાના સ્કુલ ફંક્શનનો વિડીયો પોસ્ટ કર્યો હતો. તે વિડીયો આ જ સ્કૂલનો હતો અને વિડીયોમાં ઘણા એવા સિતારાઓ અહી નજરમાં આવ્યા હતા. આ સિતારાઓમાં પત્રકાર અર્નબ ગોસ્વામી, શાહરૂખ, ગૌરી ખાન, ઐશ્વર્યા રાઈ અને અભિષેક પણ આવી પહોંચ્યા હતા.

 

તેના સિવાય ઘણા એવા સેલેબ્સનાં બાળકો અહી ભણી ચુક્યા છે તો અમુકના હાલ ભણી રહ્યા છે. તેમાંના ઋત્વિક અને સુજૈન નો દીકરો દ્વેહાન, સૈફનો દીકરો ઈબ્રાહીમ, સોનું નિગમના બાળકો, ચંકી પાંડેની દીકરી રાયસા પાંડે, અનુપમા ચોપડા ની દીકરી જૂની ચોપડા, કરિશ્મા કપૂરનો દીકરો કીઆન, લારા દત્તા ની દીકરી સાયરા ભૂપતિ વગેરે અહીના પ્યુપીલ રહી ચુક્યા છે.

આ સ્કુલમાં શાનદાર આર્ટ લૈબ્સ છે અને અહી બાળકોની સમગ્ર શિક્ષા પર જોર આપવામાં આવે છે. સ્કુલના વિદ્યાર્થી ટીચર અનુપાત પણ ભારતીય સ્કુલોમાં સારી છે, જેનાથી બાળકોને વધુ એટેન્શન મળી શકે છે.

આ સ્કુલની ફી પણ આ સ્ટાર્સની જેમ હાઈ-ફાઈ છે. જે સામાન્ય લોકોની કલ્પનાની બહાર છે.

1. LKG થી લઈને ધોરણ 7 સુધીની ફી = 1,70,000.

2. ધોરણ 8 થી લઈને ધોરણ 10 સુધીની ફી(ICSE) = 1,85,000.

3. ધોરણ 8 થી લઈને ધોરણ 10 સુધીની ફી(GICSE) = 4,48,000.

મુંબઈ મિરરના રીપોર્ટ અનુસાર, અહી એડમીશન કરાવા માટે 24 લાખ જેટલી રકમ ડીપોઝીટ તરીકે આપવી પડે છે. સામાન્ય લોકોના પહોંચમાં તો આ સ્કુલનો બિલકુલ પણ સમાવેશ નથી થતો. કદાચ આજ કારણ છે કે કરોડપતિ સિતારાઓના બાળકો અહી અભ્યાસ કરે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!