આ સુંદર 9 Islands પર જવા માટે તમારે નહિ પડે જરૂર વિઝાની, કેમ કે તે ભારતમાં જ છે…અહિયાં ફરી આવો

0

જો તમે ઉકળતી ગરમીથી પરેશાન થઇ ચુક્યા છો અને વોટર પાર્કમાં જવું તમને પસંદ નથી, તો ચાલો..આજે જઈએ પ્રાકૃતિક વોટર પાર્ક તરફ. અમે વાત કરી રહ્યા છીએ આઈલૈંડની.

આઈલૈંડ પર પ્રકુતિ હંમેશા મહેરબાન રહે છે. ભીડ-ભાડથી દુર અલગ સમુદ્રમાં વસેલી આ જગ્યાઓ, તમને ધરતી પર જન્નત હોવાનો અહેસાસ કરાવશે. ધરતીનો છેલ્લો ખૂણો અને પછી દુર-દુર સુધી સમુદ્રનો કિનારો.

1. Majuli Island: Majuli Island, બ્ર્મ્હપુત્ર પર વસેલું છે, તે નદીઓ પર વસેલા દુનિયાનાં સૌથી મોટા આઈલૈંડ માનું એક છે. સાથે જ તમે અહી સુંદર જંગલોમાં ફરી શકો છો, બોટિંગ કરી શકો છો અને સ્વાદિષ્ટ વ્યંજનોની મજા લઇ શકો છો. ફરવા માટે તમે અહી બાઈક પણ રેન્ટ પર લઇ શકો છો. આ આઈલૈંડ થી સૂરજનું ઉગવું અને ડૂબવું જોઈ શકો છો.

કેવી રીતે પહોંચવું:

અહી આવવા માટે તમારે પહેલા ગુવાહાટીથી જોરહાટ આવવું પડશે. ત્યાંથી બસમાં 7 કલાકનો સમય લાગશે. પ્લેનથી પણ અહી આવી શકો છો.

2. Daman Island:દમન 1961 સુધી પુર્તગાલીઓનાં કબજામાં રહ્યું હતું, માટે અહી તમને વિદેશી વાળી ફિલ આવી શકે છે. પહેલાંની જૂની ઇમારતો, નદીઓ, ઝરણાઓ, અને સમુદ્રનાં સુંદર નજારાઓ જોવા મળશે. અહી દમણગંગા, મોટી બીચ, દેવિકા બીચ, જૈમપોરે બીચ પર પર્યટકોની ભીડ લાગી રહે છે.

કેવી રીતે પહોંચવું:

દમન આવવા માટે મુંબઈ અને નજીક શહેર છે. અહીંથી દમન જાવા માટે તમે ગમે ત્યારે ઉડાન ભરી શકો છો, અહીંથી મુંબઈની દુરી 180 કિમી છે અને સુરતની 110 કિમી. તમે બસથી પણ જઈ શકો છો.
3. Diu Island:દીવમાં પુર્તગાલી સંસ્કૃતિ ની જલક જોવા મળે છે, આ નાનો આઈલૈંડ ખુબ જ સુંદર છે, રેતીલા મેદાન, વિશાળ સમુદ્ર તટ, સુનસાન સડકો અને ઐતિહાસિક ઇમારતો દીવની પહેચાન છે. ફરવા માટે જગ્યાઓમાં દીવ ફોર્ટ, ગંગેશ્વર મંદિર, નાગવા બીચ, ધોગલા બીચ, Chapel of Our Lady of Rosary, Zampa Gateway, Diu Museum, Dinosaur Park, Gomatimata Beach ખાસ છે.

કેવી રીતે પહોંચવું:

દીવ મુંબઈથી 271 કિમીની દુરી પર છે. સુરતથી દીવની દુરી 202 કિમી છે. અહી આવવા માટે હવાઈ જહાજ બેસ્ટ ઓપ્શન છે. દીવથી 12 કિમીની દુરી પર ઉના રેલ્વે સ્ટેશન છે. અમદાવાદ અને વેરાવળથી અહી સુધી ટ્રેઈન સુવિધા પણ ઉપલબ્ધ છે.
4. Divar Island:ઘણા દિવસોથી આ આઈલૈંડ પર કોઈની નજર પડી ન હતી. માંડવી નદીમાં વસેલા આ આઈલૈંડ પર પ્રકૃતિ મેહરબાન છે. ગોવામાં ગામની મજા લેવી હોય તો અહી જરૂર જાઓ. ફરવા લાયક જગ્યાઓમાં Lady Of Compassion Church, European Houses અને Portuguese landmarks છે. અહી ‘દિલ ચાહતા હૈ’ મુવીના અમુક સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા.

કેવી રીતે પહોંચવું:

ઓલ્ડ ગોવાના Viceroy’s Arch થી દરેક દસ મિનીટ પર અહી માટે બોટ મળે છે. અહી રોકાવા માટે બેહતરીન હોટેલ્સ છે, જ્યાં તમે મજા કરી શકો છો.

5. St Mary’s Islands:કર્નાટક નું આ આઈલૈંડ ચાર હિસ્સાઓમાં વહેંચાયેલું છે,  Coconut Island, North Island, South Island और Daryabahadurgarh Island. ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે Vasco De Gama ने St Mary’s Islands નાં રસ્તા થી જ ભારતમાં કદમ રાખ્યો હતો, આ જગ્યા Wild Life Photography માટે બેસ્ટ છે. અહી પર વિખેરાયેલી સફેદ રાતો પુરા આઈલૈંડને સુંદર બનાવી દે છે. અરબ સાગર પર સ્થિત આ આઈલૈંડ ભારતના સૌથી સુંદર આઇલૈન્ડ માનું એક છે.

કેવી રીતે પહોંચવું:

અહી પહોંચવા માટે બોટ એકમાત્ર વિકલ્પ છે. માલપેથી બોટ મળે છે જે 15 મીનીટમાં પહોંચાડી દે છે. અહી આવવા માટે પહેલા ખાવા-પીવાનો સામાન બાંધી લો. આ નિર્જન આઈલૈંડમાં બહુ ઓછા લોકો રહે છે.
6. Lakshadweep Island:અરબ સાગરમાં વસેલું લક્ષ્યદ્વીપ ભારતના Main Land થી કપાયેલું છે. પ્રકૃતિએ તેને પોતાના હાથે સજાવ્યું છે. નારીયેલ અને પામનાં સુંદર જંગલો આ આઈલૈંડ ને વધુ આકર્ષિત બનાવે છે. ચારે બાજુ પાણી, સુંદર માછલીઓ, દુર દુર સુધી ફેલાયેલી રેતી તેને વધુ ખાસ બનાવે છે.

કેવી રીતે પહોંચવું:

સમુદ્રી અને હવાઈ બંને રસ્તા છે અહી પહોંચવા માટે. Cochin થી અહી પહોંચવું ખુબ જ આસાન છે. Agatti અહીનું એકમાત્ર એઈરપોર્ટ છે.
7. Barren Island:અંદમાન અને નિકોબારનું બૈરન દ્વીપ જ્વાળામુખી રાજધાની પોર્ટ બ્લેયરથી 140 કિમી દુર ઉત્તર-પૂર્વમાં છે. લગભગ 150 વર્ષ સુધી શાંત રહ્યા બાદ આ જ્વાળામુખી 1991 માં ફરીથી સક્રિય થઇ ગયું હતું. તેના બાદ થી તેમાં ઘણા પ્રકારની ગતિવિધિઓ જોવા મળી હતી, બૈરન આઈલૈંડ અંદમાનનો સૌથી જુનો હિસ્સો છે. અહી દક્ષીણી એશિયાની એકમાત્ર જીવિત જ્વાળામુખી છે.

કેવી રીતે પહોંચવું:

પોતાના નામની જેમ આ આઈલૈંડ નિર્જન છે, અહી કોઈ રહેતું નથી. પોર્ટબ્લેયરથી તમે અહી આવીને એક દિવસની અંદર પરત ફરી શકો છો. અહી ફરવા માટે વન વિભાગથી Special Inner Line Permit લેવી પડે છે.

8. Grand Island:માછલી મારવા માટે આનાથી વધુ સારી કોઈ જગ્યા ન હોઈ શકે. આ આઈલૈંડ ગોવાથી ખુબ જ નજીક છે. સુંદર બીચ અને દુર સુધી ફેલાયેલી હરિયાળી આ જગ્યાને વધુ આકર્ષિત બનાવે છે. નાવથી ફરવાનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહી લોકો Wreck dive, Shelter Cove Dive, Bounty Bay Dive અને  Sail Rock Dive કરવા માટે આવે છે. સાથે જ તમે અહી Dolphin Points પર ડોલ્ફીનની કલાકારો પણ જોઈ શકો છો.

કેવી રીતે પહોંચવું:

ગોવાથી અહી 20 થી 25 મીનીટમાં બોટથી પહોંચી શકાય છે.

9. Great Nicobar Island:નિકોબાર આઈલૈંડ ભારતનો સૌથી મોટો આઈલૈંડ છે, નિકોબારની સુંદરતા તમને અહીંથી જવા નહી દે. અહીના જંગલોમાં મળી આવતી વનસ્પતિઓ અને જીવો બીજે ક્યાય પણ જોવા નહિ મળે. પ્રકૃતિ અહીના ખૂણે ખૂણે વસેલી છે. અહી તમે તૈરાકી, બોટિંગ, અને Lazy Dipping કરી શકો છો.

કેવી રીતે પહોંચવું:

પોર્ટ બ્લેયરથી બોટ કે હેલીકોપ્ટર દ્વારા તમે અહી પહોંચી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.