હેપી બર્થ-ડે: આ સુંદર અભિનેત્રીએ રાજેશ ખન્ના સાથે વિતાવી હતી ઘણી રાતો પણ જિંદગીભર સાથે ન રહી શક્યા !

0

બોલિવૂડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે અને એ લાખો લોકોને પોતાના અભિનય દ્વારા પ્રભાવિત કરે છે. બોલિવૂડના કલાકારો પોતાના અભિનય દ્વારા અને ખાસ તો એ ખૂબ જ સુંદર હોય છે અને આ બધા ગુણોના કારણે લાખો લોકોને પસંદ હોય છે. બોલિવૂડના પ્રખ્યાત કલાકાર રાજેશ ખન્નાને ભાગ્યે જ કોઈક નહિ ઓળખતું હોય. રાજેશ ખન્નાના અભિનયને આજે પણ ફિલ્મી દુનિયાના લોકો ભૂલી શક્યા નથી. રાજેશ ખન્ના એક સારા અભિનેતા હોવાની સાથોસાથ એક સારા દિગ્દર્શક અને નિર્માતા પણ હતાં, રાજેશ ખન્નાએ રાજનીતિમાં પણ એન્ટ્રી લીધી હતી. રાજેશ ખન્નાએ ઘણી બધી હિટ ફિલ્મો આપી હતી અને એમણે 3 વર્ષમાં 15 હિટ ફિલ્મો આપી હતી અને આ જ કારણે એમનું નામ સુપરસ્ટારમાં લેવામાં આવતું હતું. રાજેશ ખન્નાને પોતાના સર્વશ્રેષ્ઠ અભિનય માટે ત્રણ વાર ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો હતો. તો મિત્રો આવો કેટલીક રાજેશ ખન્નાની એવી વાતો વિશે જાણીએ કે તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળી હોય.જો આપણે બૉલીવુડની વાત કરીએ તો એવા કેટલાયે અભિનેતા અને અભિનેત્રીઓ છે કે જેમનો પ્રેમ અધુરો રહી ગયો છે. કેટલાયે અભિનેતા અને અભિનેત્રીઓના દિલ તૂટી ગયા છે અને બોલીવુડમાં દરરોજ કેટલાયેને પ્રેમ થાય છે અને ઘણાના દિલ પણ તૂટે છે. કોણે ક્યારે પ્રેમ થઈ જાય અને કોનું દિલ ક્યારે તૂટી જાય એનો ખ્યાલ કોઈ ન લગાવી શકે, પણ આજે અમે આપને જે હસ્તી વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ કોઈ આમ હસ્તી નથી. એમણે બોલીવુડમાં ઘણી બધી સુપર હિટ ફિલ્મો આપી છે અને સામે કેટલીક અભિનેત્રીઓ છે જે સફળ નહીં થઈ શકી અને આવી જ અભિનેત્રીઓ માંથી એક વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આજે અમે જે અભિનેત્રી વિશે જણાવવાના છીએ એમણે રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મો કરી છે અને આ ઉપરાંત ઘણી સિરિયલમાં પણ અભિનય કર્યો છે અને જેમની સાથે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ ખન્ના ક્યારેય સીધી રીતે વાત નહોતી કરી. જે લોકો રાજેશ ખન્નાની ફિલ્મોના દિવાના છે એ લોકો અંજુ મહેન્દ્રૂ વિશે તો જાણતા જ હશે. અંજુ મહેન્દ્રૂને લોકો રાજેશ ખન્નાની પ્રથમ ગર્લફ્રેન્ડ તરીકે ઓળખે છે. સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે અંજુ મહેન્દ્રૂનો અફેર સાત વર્ષ સુધી ચાલ્યો હતો અને આમના અફેરની ચર્ચા પણ ઘણી સાંભળવા મળી હતી.

અંજુ મહેન્દ્રૂનો જન્મ 11 જાન્યુઆરી, 1946માં થયો હતો અને ફક્ત 13 વર્ષની ઉંમરમાં એમણે એક્ટિંગની શરૂઆત કરી હતી પણ એ પોતાની ઓળખ ન બનાવી શકી અને થોડા સમય બાદ રાજેશ ખન્ના સાથે અંજુ મહેન્દ્રૂનો સંબંધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનું કારણ બન્યો હતો અને આ કારણે રાજેશ ખન્નાને પ્રસિદ્ધિ પણ મળી હતી.

આ પ્રસિદ્ધિ રાજેશ ખન્નાના માથા પર ચઢી ગઈ હતી અને અંજુ મહેન્દ્રૂ ઘણીવાર રાજેશ ખન્નાને ટોકતી અને કહેતી કે વધારે પડતા સ્ટારડમના કારણે વધારે ઉત્સાહિત ન ખાઓ. એમની આ મુલાકાત લિવ ઇન રિલેશનશિપ સુધી પહોંચી ગઈ હતી. આટલું જ નહીં, પણ અંજુ મહેન્દ્રૂ અને રાજેશ ખન્નાએ એક સાથે રહેવાનો પણ નિર્ણય કર્યો હતો પણ એ સમયે બોલિવૂડમાં ડિમ્પલે એન્ટ્રી મારી હતી અને રાજેશ ખન્ના એક જ નજરમાં એમના પર ફિદા થઈ ગયા હતા અને આજ કારણે એમણે અંજુ મહેન્દ્રૂ સાથે ના બધા સંબંધો તોડી દીધા હતાં પણ અંજુ મહેન્દ્રૂ હંમેશા રાજેશ ખન્નાને એક સારો મિત્ર માનતી હતી અને જ્યારે રાજેશ ખન્ના પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતાં ત્યારે ડિમ્પલ ખન્ના અને અંજુ મહેન્દ્રૂ સાથે હાજર હતાં.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here