આ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….

0

કહેવામાં આવે છે કે ચમત્કાર ને નમસ્કાર છે અને જ્યા વિષય આસ્થા નો હોય ત્યાં સવાલ-જવાબ પોતાની જાતે જ મળી જાતા હોય છે. છતાં પણ લોકો તેનું કારણ જાણાવની કોશિશ જરૂર કરતા હોય છે. પણ ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘણા રહસ્યો નું સાચું કારણ જાણી નથી શકાતું.
આપણો દેશ આશ્ચર્ય થી ભરેલો છે, તમને અહીં દરેક જગ્યાએ કંઈક ને કંઈક રહસ્યમઈ કહાની કે કિસ્સાઓ મળી જ જશે. ઘણા એવા રહસ્યો તો તમે પણ રોજ જોતા હશો અને તેને સમજવાની અને જાણવાની કોશિશ કરતા હોવ છો.
જેના ચાલતા દક્ષિણ ભારતના મહાબલિપૂરમ ના એક મોટા પથ્થર એ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. કહેવામાં આવે છે કે આ પથ્થર લગબગ આગળના 1200 વર્ષ જૂનો છે જેની ઊંચાઈ 20 ફૂટ અને પહોળાઈ 5 ફૂટ છે, પણ આ પથ્થર જેવી રીતે પોતાની જગ્યા પર ઉભેલો છે, તેને એક વિચિત્ર અને રહસ્યમયી બનાવે છે.
વૈજ્ઞાનિકો પણ આ પથ્થર ના રહસ્ય ને સમજી નથી શક્યા, તેઓ એ પણ જાણી નથી શક્યા કે આ પથ્થર ને લોકો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે કે પછી તેની પાછળ પ્રકૃતિ નો હાથ છે.વર્ષ 1908 માં આ પથ્થર પહેલી વાર ચર્ચામાં આવ્યો હતો, જયારે ત્યાંના ગવર્નર Arthur Lawley આ પથ્થર ને વિચિત્ર રીતે ઉભેલો જોયો. તેને લાગ્યું કે આ પથ્થર દ્વારા કોઈ મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.
જો કે આ પથ્થર ની પાછળ એક દાંત દંત કથા પણ જોડાયેલી છે કે આ જમા થયેલો પથ્થર માખણ નો પિંડો છે, જે ભગવાન શ્રી કૃષ્ણ ના બાળ અવસ્થામાં અહીં પડી ગયો હતો. ત્યારથી લોકો તેને ભગવાન કૃષ્ણ ના માખણ ના બોલ ના નામથી જાણે છે.લોકો માટે જેટલો તે આશ્ચર્ય નો વિષય છે તેટલી જ આસ્થા નો પણ વિષય છે. અહીં આવનારા લોકો આ પથ્થર ની સાથે તસ્વીરો લે છે અને ભગવાન ની આ લીલા ને જોઈને ભાવ વિભોર થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here