આ સ્થળની મુલાકાત રવિવારને બનાવશે ખાસ,જાણો આ જગ્યા વિશે- ફરી એવો મજા પડી જશે

0

આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને થોડો એવો પણ શુકુન મળી જાય તો શું કહેવું. ઓફીસ પર બોસની રકજક સાંભળીને લોકો કંટાળીને બસ એજ વિચારતા હોય છે કે ક્યારે સાંજ પડે અને ઘરે જવા મળે. એમાં સાથે વાટ જોવાતી હોય છે કે ક્યારે રવિવાર આવે અને થોડી શાંતિ મળે. કારણ કે આખુ અઠવાડીયુ ચાલેલ કેટલીય સમસ્યાઓ અને હાડમારી વચ્ચે પરીવાર સાથે આનંદ કરવા જવાની તક તાત્કાલિક જો મળી જાય તો તે આવી તક તરત ઝડપી લેતા હોય છે.

રવિવાર એટેલે પરિવાર, બાળકો અને દોસ્તો સાથે બધી જ ચિંતા અને ઓફિસની ફાઈલો એક બાજુ કરીને ખુશી બાંટવાનો દિવસ. લોકો પોતપોતાની રીતે પોતાનો રવિવાર માણતા હોય છે. કોઈ ફેમીલી સાથે બહાર જતા હોય છે, તો કોઈ આરામ કરવામાં સમય ગાળે છે.

પણ જો વધુમાં તમે તમારા રવિવારને ખાસ, એકદમ હટકે અને ખુશનુમા બનાવા માંગતા હોવ તો અમે તમારા માટે એક ખાસ વાત લઈને આવ્યા છીએ. આવી જ એક જગ્યા ગુજરાતમા પણ આવેલ છે. ગુજરાતમાં જો કે કેટલાય એવા સ્થળો આવેલા છે જ્યાં એક દિવસમાં જઇને પરત આવી શકાય છે. ત્યાં લીધેલ મુલાકાત આખા અઠવાડીયાનો ભાર ઉતારી દે છે.

અમદાવાદથી વડોદરા અને ત્યાંથી ડાંગ જીલ્લાની ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલ માયાદેવીનું એક ઐતિહાસિક મંદિર આવેલ છે. એક લોક માન્યતા અનુસાર વર્ષો પહેલા અહીં આવેલ એક રેંજ ફોરેસ્ટ ઓફીસરને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા. અને ત્યારબાદ એક નાનકડી ગુફામાં માતાજીએ સાક્ષાત પ્રગટ થયા હતા.  પુર્ણા નદીને કિનારે આવેલ આવેલ આ સ્થળ ઓછુ પ્રચલીત છે પરંતુ જે લોકો કુદરતના ખોળે ફરવાનો શોખ ધરાવે છે તો આ જગ્યાએ અવશ્ય જતા હોય છે.

ઉલ્લેખનીય છે આ ગુફાની નજીક એક શિવ મંદિર પણ હતુ પરંતુ નદીના પ્રવાહને કારણે તેને ઘણું નુકશાન પહોંચતા આજે સ્થાનીક લોકોએ તેને ફરીવાર તૈયાર કર્યુ હતુ. આ સ્થળની નજીક આવેલ ભેખડો માતાજીની ચુંદડી હોવાની પણ એક વાત લોકમુખે ચર્ચાય છે.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.