આ 5 જ્યોતિષીય સંકેતમાંથી જાણો, કે તમે તમારો પૂર્વ જન્મ અને શું હતા તમે !!! રસપ્રદ લેખ વાંચો

0

તમે પાછલા જન્મ વિશે ઘણી બધી વાતો સાંભળી હશે પરંતુ આ બાબતોમાં માનવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તે સાબિત કરવું અશક્ય છે. પરંતુ હજી પણ આ વિષય એવો છે કે હંમેશા તેના વિશે જાણવા માટે આતુર રહીએ છીએ. હવે, એવું કોણ હશે જે તેના અગાઉના જન્મના રહસ્યને જાણતા માટે ઉત્સુક ન હોય ? તો . આ કિસ્સામાં તમને જ્યોતિષવિદ્યા જ મદદ કરી શકે છે. .

જી હા , જ્યોતિષવિદ્યા એવા ઘણાં વિષયોમાં માનવજીવનને મદદ કરે છે. જેમકે, જ્યોતિષવિદ્યા અને પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે સંકળાયેલ એવી અન્ય બાબતો કે જેમાં અગાઉના જીવન વિષે વાત કરવામાં આવી હોય. એવું કહેવાય છે કે માનવ જીવનના કેટલાક સંબંધો અગાઉના જન્મ સાથે સંબંધિત છે અને તે પૂર્વ જન્મ વિશેના આ સંકેતોથી જાણી શકાય છે.

પૂર્વ જન્મ વિશે જાણવા માટેના સંકેતો :

1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ગુરુ તમારી કુંડળીમાં પ્રથમ સ્થાને બેઠા છે કે જેથી તમે સમજી શકો કે પૂર્વ જન્મમાં તમે એક બૌદ્ધિક કુટુંબ જન્મ્યા હતા.

2. જો તમારી કુંડળીમાં ગુરુ પાંચમાં , સાતમા કે નવમા સ્થાને બિરાજમાન છે તો તમે પૂર્વ જન્મમાં એક ધર્માત્મા અને વિવેકશીલ રહ્યા હશો તેમજ તમે અભ્યાસમાં પણ હોંશિયાર હશો.

3. જો રાહુ પહેલા અથવા સાતમાં સ્થાને બેઠો હોય તો તે વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થઈ શકે છે. તેમજ મન તકરારથી ઘેરાયેલા રહેશે અને વૈવાહિક જીવન પણ અસ્થિર રહેશે.

4. જેમનો જન્મ કર્ક લગ્નમાં થયો છે અને પોતાની જ રાશીમાં હોય તો તે વ્યક્તિ અગાઉના જીવનમાં વેપારી હશે. .

5. આ લોકોના જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવે છે. જેમની કુંડળીમાં મંગળ છઠે સાતમે અને દસમે બેઠો હોય. આવી વ્યક્તિ ખૂબ જ ક્રોધી હશે ને પૂર્વ જન્મમાં તેમણે લોકોને ખૂબ જ પીડા આપી હશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here