જો તમારા ઘરમાં રોપેલો તુલસી નો છોડ કાળો કે સુકાવા લાગે, ત્યારે ભગવાન તમને આ સંકેત આપે છે…..જાણો

0

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો છે. એવું તો ભાગ્યે જ કોઈક હશે જેઓના ઘરમાં તુલસી નો છોડ ન હોય. આ છોડ એક પવિત્ર છોડ છે. જો તમે તમારા ઘરમાં તુસલીનો છોડ લગાવો છો તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઇ જાશે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાન પર રોજ જળ દેવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.હિન્દૂ ધર્મના આધારે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ક્યારેય પણ તેઓના જીવનમાં તેઓને ધનની કમી નથી આવતી. માનવામાં આવૅ છે કે તુલસીના છોડને માત્ર સ્પર્શ કરવાથી ઇન્સાન પવિત્ર થઇ જાય છે.કહેવામાં આવે છે કે જે જગ્યા પર તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે.તુલસીના છોડ વિશેની અમુક મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મ શાસ્ત્રોમાં બતાવામાં આવેલી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. ઘણા લોકો આ છોડ પોતાના ઘરમાં તો લગાવી લે પણ તેની સારી રીતે સંભાળ નથી કરી શકતા.સમય-સમય પર તેને પાણી નથી આપતા, જેને લીધે છોડ સુકાવા લાગે છે. તુલસીના પાન કાળા પડવા લાગે છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.આ છે તુલસીના છોડના અમુક ખાસ નિયમ:

1. કહેવામાં આવે છે કે ભૂલથી પણ તુલસીને રવિવાર, એકાદશી અને સૂર્ય કે ચન્દ્ર ગ્રહણના દિવસે સ્પર્શવું ન જોઈએ. સાથે જ સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવું ન જોઈએ.2. તુસલીના છોડ પર હર રોજ સાંજે ઘી નો દીવો જરૂર કરવો જોઈએ.3. જો કોઈ કારણોને લીધે છોડ સુકાઈ જાય છે તો તેને ફેંકવાની જગ્યાએ તેને નદીમાં પધરાવી દો. અને તેની જગ્યા પર નવો છોડ લગાવી દો. ઘરમાં સુકાયેલા તુલસીના છોડને રાખવું અશુભ માનવામાં આવે છે. આવું થવા પર ઘરમાં કોઈ મોટું સંકટ આવી શકે છે.4. ધર્મશાસ્ત્રો અનુસાર તુલસીના પાનને ભગવાન શિવ અને ભગવાન ગણેશને અર્પણ કરવું ન જોઈએ.5. તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ, એક જ વાર માં પુરા ગળે ઉતારી દેવા જોઈએ.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here