આ સફાઈ કર્મચારી મહિલાએ કચરામાં પડેલા 1 લાખ રૂપિયા અને પછી જે કામ કર્યું એ સાંભળીને તમને ગર્વ થશે

0

દેશમાં ભ્રષ્ટાચારની ખબરો મોટાભાગે સાંભળવા મળતી રહેતી હોય છે અને એવું લાગવા લાગ્યું છે કે જાણે કે સમાજમાં ઈમાનદારી ખત્મ થઇ ચુકી છે.પણ આજે પણ એવા ઘણા લોકો છે, જેઓ ઈમાનદારી પર લોકોનો ભરોસો કાયમ રાખે છે. એવો જ એક મામલો સામે આવ્યો છે હેદ્રાબાદ થી, જ્યાં એક સફાઈ કર્મચારીએ ઉકરડા માંથી મળેલા 1 લાખ રૂપિયા પરત આપીને ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે.

આ મામલો તેલંગાણા સ્ટેટ નો છે. અહી સફાઈ કર્મચારીના તૌર પર કામ કરનારી’મડ્ડેલા લક્ષ્મી,’ મેટાપલ્લી ના બજારમાં રોજ ની જેમ સાફ સફાઈ કરી રહી હતી. તેજ સમયે તેણે ઉકરડામાં એક પેકેટ નજરે પડ્યું. આ પૈકેટ માં પુરા એક લાખ રૂપિયા હતા. તેને તે પોતાની સાથે ઘરે લઇ ગઈ.

આગળના દિવસ સવારે જ્યારે તે પરત આવી તો લક્ષ્મીએ જોયું કે એક વ્યક્તિ ઉકરડામાં કઈક શોધી રહ્યો છે. તેના પૂછવા પર જાવેદ નામના વ્યક્તિએ કહ્યું કે કાલ તેણે ભૂલથી રૂપિયાનું પૈકેટ અહી ફેંકી દીધુ હતું. તે તેજ રૂપિયાના પૈકેટને શોધી રહ્યો હતો.       

થોડી જાંચ-પડતાલ કરવા પર માલુમ પડ્યું કે જાવેદ તે જ પૈકેટને શોધી રહ્યો છે, તેનાબાદ લક્ષ્મીએ તેને પુરા પૈસા આપી દીધા. સાથે જ જાવેદે પણ તેની ઈમાનદારીના વખાણ કરતા તેને ઇનામ સ્વરૂપ 5000 રૂપિયા પણ આપ્યા હતા. આપણા સમાજને લક્ષ્મી જેવા ઘણા લોકોની જરૂર છે જેથી લોકોની માનવતા પર વિશ્વાસ બની રહે. ઉમ્મીદ છે કે આપણો સમાજ લક્ષ્મી પાસેથી પ્રેરણા લેશે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!