આ રેલ્વે સ્ટેશન પર ટીકીટ કપાઈ છે મહારાષ્ટ્રમાં તો ટ્રેઈન રોકાઈ છે ગુજરાતમાં ..વાંચો આર્ટિકલ

0

દેશમાં માત્ર અમુક જ ગણ્યા ગઠ્યા રેલ્વે સ્ટેશન છે, જે પોતાની ભૌગોલિક સ્થિતિ માટે જાણવામાં આવે છે. એમાંનું એક રેલ્વે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર છે નવાપુર. પશ્ચિમ રેલ્વેનાં આ સ્ટેશનની ખાસિયત એ છે કે તેનો અળધો હિસ્સો મહારાષ્ટ્રમાં અને અળધો ગુજરાતમાં પડે છે. તક્નીકોના તૌર પર તેનાથી યાત્રીઓની યાત્રાઓ પર કોઈ જ પ્રભાવ નથી પડતો. પણ મજેદાર વાત એ છે કે વર્ષો પહેલા બનાવામાં આવેલા આ સ્ટેશન વિશે પશ્ચિમ રેલ્વેનાં યાત્રીઓને જાણકારી જ નથી કે તેના મંડલનાં નવાપુર સ્ટેશન બે પ્રેદેશોની વચ્ચે છે. તેને લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા 20 નવેમ્બરના એક પ્રશ્નોતરી કરીને ઓનલાઈન યાત્રીઓને પૂછ્યું કે પશ્ચિમ રેલ્વેનું એવું તે કયું સ્ટેશન છે જે મહારાષ્ટ્ર અને ગુજરાતની એકદમ વચ્ચે આવે છે. પશ્ચિમ રેલ્વેનાં જનસંપર્ક અધિકારી સી ડેવિડએ જણાવ્યું કે મુંબઈ મંડલમાં સફળ કરનારા લાંબી દુરીના યાત્રીઓ માટે અમે ક્વિઝ રાખી હતી.તેના પર યાત્રીઓએ રૂચી બતાવી હતી. આવા પ્રકારના સ્ટેશનો માટે અમે આગળ પણ ક્વીઝ કરતા રહેશું, જેનાથી યાત્રીઓને રોચક જાણકારીઓ મળી શકે.

રોમાંચક તથ્ય માટે કરવામાં આવી હતી ક્વીઝ:સ્ટેશન ઉમરગામના લોકોને 40 પ્રતિશત વોટ દેતા તે બંને રાજ્યોની સીમાએ બતાવ્યું, જ્યારે આ સ્ટેશન ગુજરાતમાં પડે છે. આવી રીતે જલગાંવને 12 પ્રતિશત વોટ મળ્યા, સંજાણ સ્ટેશનને 13 અને નવાપુર સ્ટેશનને 35 પ્રતિશત યાત્રીઓએ વોટ આપ્યા હતા. તેમાં 608 યાત્રીઓએ હિસ્સો લીધો હતો.

નવાપુરની અલગ જ પહેચાન:

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગે જણાવ્યું કે મોટાભાગે યાત્રીઓને હાલ જાણ નથી કે મુંબઈ મંડલમાં આવું પણ સ્ટેશન છે. પશ્ચિમ રેલવેના મુંબઈ-અમદાવાદ અને સુરત-ભુસાવલનાં બંને સેક્શન મુંબઈ મંડલમાં આવે છે. ઉમરગામ સ્ટેશન પણ બોર્ડર પર છે, પણ પૂરરી ટ્રેઈન ગુજરાતમાં ઉભેલી હોય છે. સાથે જ સુરત-ભુસાવલ લાઈન પર નવાપુર એવું સ્ટેશન છે, જ્યાં સ્ટેશનની એકદમ વચ્ચે ને રાજ્યોની સીમાઓ લાગે છે. અળધું સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં આવે છે અને બાકીની ગુજરાતના તાપી જીલ્લામાં પડે છે. આ સ્ટેશન પર ટીકીટ બુકિંગ ક્લાર્ક સ્ટાફ મહારાષ્ટ્રમાં બેઠેલા હોય છે, જ્યારે પ્લેટફોર્મ પર યાત્રીઓની સીટીંગ સ્ટેન્ડ ગુજરાતમાં છે.

જ્યારે સ્ટેશન બન્યું હતું ત્યારે મુંબઈ પ્રાંતમાં હતું:

જયારે નવાપુર સ્ટેશન બનાવામાં આવ્યું હતું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનો બટવારો થયો ન હતો. ત્યારે નવાપુર સ્ટેશન સંયુક્ત મુંબઈ પ્રાંતમાં પડતું હતું, પણ જ્યારે મહાગુજરાત આંદોલન ની મદદથી અલગ ગુજરાત બનાવાની માંગ થઇ તો 1961 માં ભારત સરકારે બંને રાજ્યોની વહેંચણી કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત બનાવ્યું. બટવારામાં નવાપુર સ્ટેશન બંને રાજ્યોની વચ્ચે આવી ગયું.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!