આ 15 વસ્તુઓ માં થાય છે મૃત જાનવરોનો ઉપયોગ, જાણતા જ ભૂલી જશો આ વસ્તુઓનો ઉપયોગ કરવો….ખાસ માહિતી વાંચો અને શેર કરો..

મોટાભાગે તમે આવી વસ્તુઓનો હરરોજ ઉપયોગ કરી રહ્યા છો.

દુનિયાભરમાં જાનવરો પર થઇ રહેલા અત્યાચાર અને તેના ઉપયોગના લઈને વિરોધ થતો રહેતો હોય છે. જેવી રીતે ઘણી સંસ્થાઓ લોકોના અધિકારોને લઈને જુંબેશ ચલાવે છે. તેવી જ રીતે ‘પેટા’ જેવી સંસ્થાઓ જાનવરો માટે અવાજ ઉઠાવે છે.

ક્યારેક આવી અમુક વસ્તુઓમાં જાનવરોના કોઈ અંગનો ઉપયોગ થવાની ખબરો આવતી રહેતી હોય છે. આ સારી વાત છે કે લોકો જાગરુક થઇ રહ્યા છે અને શાકાહારી બની રહ્યા છે.

આવી વાતો જાણતા લોકો પશુપ્રેમી બની જાતા હોય છે અને નોન-વેજ ખાવનું છોડી દેતા હોય છે. પણ આ વિચાર પૂરી રીતે સાચી નથી. આપણે રોજીંદા જીવનમાં ઘણી ખરી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ, જેમાં ડાયરેક્ટ કોઈ જાનવરના અંગો યુઝ નથી થતા, પણ આ વસ્તુઓમાં તેમના બાય-પ્રોડક્ટ જરૂર યુઝ થતા હોય છે.

આ લીસ્ટમાંના અમુક નામ તમને જરૂર ચોંકાવશે.

1. સિગરેટ:

અમુક સિગરેટ ફીલ્ટર્સ સુઅરોના લોહીના હિમોગ્લોબીન દ્વારા બનાવવામાં આવે છે. અને જો આજના સમયમાં એવું નથી થતું તો એક સમય એવો જરૂર હતો જેમાં આવો ઉપયોગ થતો હતો.

2. ચુઇન્ગમ:

જો તમે પણ ચુઇન્ગ્મ ખાતા સમયે ખુદને ખુબ સ્ટાઇલીશ સમજતા હોવ તો, તો જરા વિચાર કરજો. ચુઇન્ગમ ને ચીકણું બનાવવા માટે તેમાં Lanolin મિક્ષ કરવામાં આવે છે. Lanolin જે ભેડીયાના ઉન માંથી નીકાળવામાં આવે છે.

3. પ્લાસ્ટિક બૈગ્સ:

શોપિંગ બૈગ્સ જેવા પ્લાસ્ટિક બૈગ્સમાં ‘Slip Agents’ નાં નામથી ચર્ચિત અમુક કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ પોલીમરનાં નિર્માણ ના સમયે મેટલ ચીપકાવવાથી રોકે છે. આ જાનવરોના ફૈટ માંથી મેળવવામાં આવે છે.

4. ક્ન્ડોમ્સ:

Lamb skin કન્ડોમ્સ એવા પ્રકારના હોય છે, જે મેમને નાં મેમ્બ્રેન માંથી બનાવામાં આવે છે. સાથે જ સામાન્ય લેટેક્ષ માં પણ Casein નામનું એક પ્રોટીન હોય છે જે જાનવરોના દુધમાથી મેળવવામાં આવે છે.

5. પરફ્યુમ:

જે પરફ્યુમમાં વેનીલા જેવી મહેક આવતી હોય છે, તેમાં Castoreum  નામનું એક ઇન્ગ્રેડીએન્ટ નાખવામાં આવે છે. Castoreum  જાનવરોના પેલ્વીસ અને પુછળીની વચ્ચે ઉપસ્થિત એક ગ્લેડમાં બને છે.

6. ખાંડ:

ખાંડની વ્હાઈટ અને બ્રાઉન બન્ને પ્રકારની ખાંડની રીફાઇનીંગ પ્રોસેસના સમયે ‘Bone Char’ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટ જાનવરોની રાખ માંથી બને છે. માટે જ શ્યુગરને સફેદ રંગ મળે છે.

7. બીયર:

Guinness બ્રાંડની બીયરમાં Isinglass નામનું એક કેમિકલ હોય છે. આ કેમિકલ માછલીનાં બ્લૈડર માંથી મેળવવામાં આવે છે. આ કેમિકલ ફર્મેનટેશન પ્રોસેસના સમયે ઉપયોગમાં લેવામાં આવે છે.

8. ઓરેન્જ જ્યુસ:

અમુક પેક ઓરેન્જ જ્યુસ પણ પૂરી રીતે નેચરલ નથી હોતા. અમુક કંપનીઓ તેમાં ઓમેગા-3 ફૈટી એસીડ્સ મિક્ષ કરે છે. આ ફૈટી એસીડ્સ માછલી માંથી મેળવવામાં આવે છે.

9. નેઈલ પોલીશ:

નેઈલ પોલીશ અને લીપ્સ્ટીક જેવા કોસ્મેટીક પ્રોડક્ટ્સ માં પણ Guanine નામનું એક કંપોનેંટ હોય છે. આ कंपोनेंट ડીએનએ અને આરએનએ માંથી મેળવવામાં આવે છે. નિર્માતા તેને માછલીઓ માંથી નીકાળે છે.

10. ક્રેયોન્સ:

અમુક રીપોર્ટના આધારે એ વાત સામે આવી છે કે બાળકોના આ કલરફૂલ ક્રેયોન્સમાં મુખ્ય રૂપથી તો પૈરાફીન મળી આવે છે. તેની સાથે જ તેમાં એનિમલ ફૈટ પણ મળી આવે છે.

11. કેક મિક્સ:

જલ્દી કેક બનાવા માટે રેડીમેડ કેક મિક્સ નો ઉપિયોગ કરવો ખુબ સામાન્ય છે. અમુક એક્સપર્ટનો દાવો છે કે આ કેક મિક્સ માં ‘બીફ ફૈટ’ હોય છે.

12. Bagel:

Bagel એક પ્રકારનું બ્રેડ પ્રોડક્ટ હોય છે. Bagel ની સાથે જ અન્ય બ્રેડ પ્રોડક્ટ માં પણ L-cystein કેમિકલ હોય છે. આ કેમિકલ મોટાભાગે પક્ષીઓની પાંખોની સાથે ઇન્સાનો અને અસુરોના વાળને મિક્ષ કરીને બનાવામાં આવે છે.

13. લીપ બામ:

Lanolin નો ઉપયોગ સ્કીન કેઈર પ્રોડક્ટ માં પણ થાય છે. આ પ્રોડક્ટ માં લીપ બામ અને લીપ્સ્ટીક પણ શામિલ છે. એક તરીકાથી તમે ભેડનો પસીનો જ તમે તમારા હોંઠ પર લગાવો છો.

14. રેડ કૈડી:

Cochineal, એક પ્રકારનો કીડો હોય છે, જેને સુકાવા અને પીસવા પર carmine નામનું એક પાઉડર બને છે. carmine ના બતૌર ડાઈ રેડ કૈડી અને આઇસક્રીમ વગેરેમાં ઉપીયોગ કરવામાં આવે છે.

15. ટેટુની ઇન્ક:

જો તમને જાનવરોથી વધુ જ પ્રેમ હોય તો તમને તો ટેટુ પણ ન બનાવવું જોઈએ. અમુક ઇંકમાં Shellac નામનું રેજિન હોય છે, જે એક પ્રકારના કીડા માંથી બને છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!