આ 6 પાપને ક્યારેય માફ નથી કરતાં મહાદેવ, જો સુખી જીવન જીવવું હોય તો રહો આનાથી દૂર …વાંચી લો જરૂરી માહિતી

0

મહાદેવ એ ત્રિદેવમાં સર્વ શ્રેષ્ઠ છે, જેની પૂજા આખી સૃષ્ટિ કરે છે.ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે ભોળાનાથ છે. પણ જો તે ક્રોધિત થયા તો વિનાશ પણ સર્જે છે. તેથી, હંમેશાં જે કામ સાચું ને સત્ય છે તે જ હંમેશા કરવું જોઈએ તો જ તમે પાપના ભાગીદાર નહી બનો. અન્યથા મહાદેવ ક્યારેય માફ કરશે નહીં. ગ્રંથોમાં ઉલ્લેખિત કેટલીક બાબતો છે કે અમુક પ્રકારના કાર્ય તમને પાપના ભાગીદાર બનાવે છે તેવા કાર્ય કરવા ટાળવા જોઈએ. તમારા કામમાં ક્યારેય એવું કામ ન કરશો જે તમને પાપના ભાગીદાર બનાવે. જો તમારે સુખી જીવન જીવવું હોય તો અમુક કામને કરવા છોડી દેવા જોઈએ. નહીતર મહાદેવના ત્રીજા નેત્રની અગ્નિનો ભોગ બનશો. જેમાં તમારે પોતાનું જ નુકશાન સહન કરવું પડશે.
શિવપુરાણમાં જણાવ્યુ છે કે, વાણી, વર્તન અને વ્યવહાર વિચારીને કરો. જે લોકોને શિવજી ક્યારેય માફ નથી કરતાં એવા લોકોના જીવનમાં હમેશા તકલીફોનો જ સામનો કરવો પડે છે. આવા વ્યક્તિ હંમેશા શિવના ક્રોધનો ભોગ બનતા રહે છે અને એક સુખી જીવન ક્યારેય જીવી શકતા નથી. તમે મનમાં જે વિચારી રહ્યા છો તે ભગવાનથી છુપાતું નથી, ભલે તમે કોઈની સાથે વાતચીત અથવા વર્તનને નુકસાન પહોંચાડ્યું ન હોય, પણ જો તમે મનમાં કોઈની તરફ ખરાબ લાગણી લાવી હોય તો તે માત્ર પાપની શ્રેણીમાં આવે છે. ચાલો હવે તમને કહીએ કે એવું કયું પાપ છે જે ભગવાન શિવને પસંદ નથી અને જેનું પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પતિ અથવા પત્ની પર નજર રાખવાનું સૌથી મોટું પાપ છે, અને પુરાણોમાં તે સૌથી ખરાબ વસ્તુ કહેવાય છે.
જે લોકો બીજાની સંપત્તિ કમાવવા અથવા પોતાનું બનાવવા માંગે છે, તે ભગવાન શિવની નજરમાં અયોગ્ય અને ગુનાહિત છે. અન્ય લોકોની સંપત્તિને માટીની ધૂળ સમાન માનવી જોઈએ.
કોઈપણ નિર્દોષ ને કષ્ટ આપવું, લૂટી લેવા અને તેના કામમાં ખલેલ પહોંચાડવી તે વિચાર પણ મહાદેવની દૃષ્ટિએ તમને નિમ્ન બનાવી દે છે. આવું વિચારનારને પણ મહાદેવ ક્યારેય માફ નથી કરતાં.

સારા વસ્તુને છોડીને ખરાબ વસ્તુને પસંદ કરનાર પણ પાપનો ભાગીદાર બને છે. આવી વ્યક્તિને ભૂલથી પણ ભગવાન શિવ માફ નથી કરતા.
કોઈ સ્ત્રી પર ક્યારેય ખરાબ નજર ણ નાંખવી જોઈએ. કારણ કે આવો વ્યક્તિ ક્તારેય કોઈ સંસારનું જીવન જીવી શકતું નથી, કે ણ તો તે પોતાની સંપત્તિથી સંતુષ્ટ થઈ શકે છે.
6. જે લોકો માતાપિતાને નુકસાન પહોંચાડે છે અથવા દુઃખી કરે છે, તેમના માટે ભગવાન શિવની આંખોમાં ક્યારેય માફ પણ કરવાવાળું પાપ છે. આમ કરવાથી ભગવાનને દુઃખ પહોંચાડવા જેટલું જ પાપ ગણવામાં આવે છે, જે મનુષ્યએ ક્યારેય પણ કરવું જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here