આ નવરાત્રિમાં આ 6 વસ્તુમાંથી એક વસ્તુ ઘરે લાવો અને તમારી બધી સમસ્યા દૂર કરો…

0

આ નવરાત્રિએ આ છ વસ્તુ લાવવા છે તમારે આર્થિક સમસ્યા દૂર થશે. જો કોઈ પણ ઉપાય હોય તેને દિલથી ઉપયોગ કરવાથી તમને જરૂર ફાયદો થશે. નવરાત્રી એટલે મા દુર્ગા નો તેહવાર… મા ના નવ સ્વરૂપો નો તહેવાર…

આ વખતે નવરાત્રી 10 ઓક્ટોબરના દિવસે આવે છે18 ઓક્ટોબરના દિવસે સમાપ્ત થાય છે. અને ભક્તો માતાની ભક્તિ પૂજા અર્ચન કરતા હોય છે. અને માતા ભક્તોની પુકાર જરૂર સાંભળે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા ના નવ સ્વરૂપો શૈલપુત્રી ,બ્રહ્મચારિણી ,ચંદ્રઘંટા કૂષ્માંડા ,સ્કંદમાતા, કાત્યાયની ,કાલરાત્રી ,મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને લોકો નવ દિવસ રાખે છે અને દસમા દિવસે કન્યા પૂજન કરીને વ્રત ખોલે છે.

જો તમે નવરાત્રિમાં આ ઉપાય કરશો તો તમને દરેક સમસ્યાથી છુટકારો પ્રાપ્ત થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને આર્થિક સમસ્યા દૂર થશે.

1) નવરાત્રી ના દિવસે કોઈ પણ તુલસીનો છોડ સારા મુહરતમાં ઘરે લાવો ત્યારબાદ તેને કુંડામાં સ્થાપિત કરો અને સવાર અને સાંજ દીવો કરો અને જળ ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારી દરેક સમસ્યા દૂર થશે. ધન સંબંધી કોઈપણ સમસ્યા હશે તે દૂર થશે. અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે.

2) નવરાત્રી ના શરૂઆત ના દિવસે કેળા ના છોડ ને લાવી અને ઘરમાં કુંડામાં વાવવું. 9 દિવસ સુધી તેને પાણી આપવું. ગુરૂવારે પૂજા કરીને પાણીમાં થોડું કાચું દૂધ પણ ચડાવવું. તેનાથી તમારી ધનની સમસ્યાઓ દૂર થશે. નવી આવકની શરૂઆત થશે.

3) શૃંગારમાં ઉપયોગમાં આવતા ફૂલને લાલ કપડામાં રાખીને તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થશે. આ કાર્ય સારા મુહૂર્તમાં કરવું. તેનાથી હંમેશા માટે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.

4) વડના પાંદડાને સારા સુરતમાં તોડીને તેના ઉપર કુમકુમથી સ્વસ્તિક બનાવવાથી , અને ત્યારબાદ તે પાનને પૂજા સ્થાને રાખવાથી અટકેલા બધા જ કાર્યો પૂરા થશે.

5) ભગવાન શિવને અત્યંત પ્રિય એવો ધતુરો. ધતુરા ના મૂળને નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં ઘરમાં લાવી અને વાવવાથી , મહાકાળી જી પ્રસન્ન થશે. મહાકાળી ના મંત્ર નો જાપ કરવો.

6)નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં શંખપુષ્પીની જડને ઘરમાં લાવીને તેને ચાંદીની ડબ્બીમાં રાખીને ઘરની તીજોરીમાં કે જ્યાં પૈસા રાખતા હોય તે સ્થાને રાખવાથી આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સમસ્યા ક્યારેય પણ નહીં આવે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here