આ મંદિર ના ભોંયરા માં રાખેલું છે હજારો ટન સોનુ, 1 મંત્ર થી ખુલશે દરવાજો, પણ કોઈ જાતું નથી….વાંચો અંદર ની વાત

0

ભારતમાં આજે પણ ઘણા રહસ્યો વિજ્ઞાનની સમજણ થી દૂર છે. તમે કેરળ ના પદ્મનાથ મંદિર વિશે તો સાંભળ્યું જ હશે. માનવામાં આવે છે કે આ ભારત નું સૌથી ધનવાન મંદિર છે. કેરળ ના પદ્મનાભસ્વામી મંદિર માં 6 માંથી 5 ભોંયરાઓ ખુલવા પર જાણે કે બધાના હોંશ જ ઉડી ગયા હતા. જેમાં કિંમતી પથ્થર, સોના અને ચાંદી ના ભન્ડાર નીકળ્યા હતા. લાખો કરોડો થી વધુ ખજાનો ત્યાં મળી આવ્યો હતો. પણ છઠ્ઠા ભોંયરા માં એટલો ખજાનો ભરેલો છે કે તેની કોઈ કલ્પના પણ ના કરી શકે, પણ તેના દરવાજા ને ખોલવાની કોઈપણ હિંમત નથી કરતા. જાણો આખરે શું છે આ દરવાજા નું રહસ્ય.સદીઓ થી બંધ કેરળ ના શ્રીપદ્મનાભસ્વામી મંદિર ની નીચે બનેલા પાંચ ભોંયરાને જયારે ખોલવામાં આવ્યા તો ત્યાં બહુમૂલ્ય હીરા-જવેરાતો સિવાય સોના નો ભંડાર અને પ્રાચીન મૂર્તિઓ નીકળી હતી. પણ છઠ્ઠા દરવાજાની આસપાસ પણ જાવાથી લોકો ડરે છે. જો કે એ વાત તેઓ જાણે જ છે કે આ છઠ્ઠા દરવાજા માં દુનિયા નો સૌથી વધુ ખજાનો છુપાયેલો છે.
જયારે આ દરવાજાને ખોલવાની વાત આવે કે અનહોની કહાનીઓ કહેવામાં આવે છે. આ ભોંયરા માં ત્રણ દરવાજા છે. જેમાંનો પહેલો લોખન્ડ ના સળિયા થી બનેલો છે. બીજો લાકડા થી બનેલો ભારીખમ દરવાજો છે અને ત્રીજો દરવાજો લોખન્ડ નો બનેલો એકદમ મજબૂત દરવાજો છે. છટ્ઠા દરવાજા પર ના તો કોઈ બોલ્ટ છે કે ના તો કોઈ સ્ટોપર. દરવાજા પર બે સાંપો ના પ્રતિબિંબ લાગેલા છે જે આ દ્વાર ની રક્ષા કરે છે. કહેવામાં આવે છે કે આ ગેટને કોઈ તપસ્વી ‘ગરુડ મંત્ર’ બોલીને જ ખોલી શકાય છે. જો ઉચ્ચારણ યોગ્ય રીતે ન કરવામાં આવે, તો તેની મૃત્યુ થઇ જશે. પહેલા પણ ઘણા લોકો આ દરવાજા ને ખોલવાની કોશિશ કરી ચુક્યા છે પણ દરેક ને મૃત્યુ નો દરવાજો જોવો પડે છે.જણાવી દઈએ કે 1930 માં ન્યુઝપેપર માં છપાયેલો એક લેખ ખુબ જ ડરામણો હતો. તેના અનુસાર 1908 માં જ્યારે અમુક લોકો એ પદ્મનાભસ્વામી મંદિર ના છઠ્ઠા ભોંયરાના દરવાજા ને ખોલ્યો તો તેને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. કેમ કે ભોંયરામાં અનેક માથા વાળો કિંગ કોબ્રા હતો અને તેની ચારે બાજુ એ અન્ય સાપ ના જૂંડ હતા. દરેક લોકો દરવાજો બંધ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી ગયા હતા.આ ભોંયરા પાછળ એક કહાની પણ છે. કહેવાય છે કે લગભગ 136 વર્ષ પહેલા તિરુઅનંતપુરમ માં અકાળ ઉત્પન્ન થઇ ગયો હતો. ત્યારે મંદિર ના કર્મચારીઓ એ આ છઠ્ઠા ભોરીયા ને ખોલવાની કોશિશ કરી હતી અને તેને તેની કિંમત પણ ચૂકવવી પડી હતી. અચાનક જ તેને મંદિરમાં જોર જોર ના અવાજો, તેજ હવા અને પાણી ભરવાના અવાજો આવવા લાગ્યા. તેના પછી તેઓએ તરત જ દરવાજા ને બંધ કરી દીધો હતો. અહીંના લોકોનું માનવું છે કે મંદિર નું આ ભોંયરું સીધું જ અરબ સાગર સાથે જોડાયેલું છે. જો કોઈ ખજાના ને હાંસિલ કરવા માટે આ દરવાજા ને તોડે છે તો અંદર રહેલું સમુદ્ર નું પાણી ખજાના ને વહાવીને લઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here