આ મંદિર ની સામે રીંછ હાથ જોડીને કરે છે આરતી….વાંચો મંદિર વિશે

0

મંદિર માં રીંછો નું ટોળું દર્શન કરવા આવે એવું ક્યારેય સાંભળ્યું છે તમે? પણ આ એકદમ સાચી વાત છે છત્તીસગઢ ના એક મંદિર માં દેવી માં નું એક મંદિર છે. જ્યા રોજ રીંછ નું ટોળું દર્શન કરવા માટે આવે છે અને પ્રસાદ લઈને ચાલ્યા જાય છે.
મંદિર માં આવીને કરે છે આરતી:
છત્તીસગઢ ના મહાસમુંદ માં ધુંચાપાલી ના પહાડ પર માતા ચન્ડી નું મંદિર સ્થિત છે. આ મંદિર ની ખાસિયત એ છે કે અહીં દરેક સાંજે ભક્તો ની ભીડ તો થાય જ છે પણ સાથે જ રીંછો નું ટોળું પણ માતા ના દર્શન કરવા માટે પહોંચે છે. આ રીંછો લોકોંની વચ્ચે આવીને બેસે છે અને મંદિર ની આરતી માં શામિલ થાય છે. આ રીંછો ને ક્યારેય કોઈ ને નુકસાન નથી પહોંચાડ્યું, તેઓ લોકોની વચ્ચે આસાનીથી બેસીને પૂજા કરે છે.

માતાનો પ્રસાદ પણ રીંછો ગ્રહણ કરે છે:જાણકારી અનુસાર દરેક રીંછ હાથ જોડીને માતાની પૂજા કરે છે અને માતાનો પ્રસાદ ગ્રહણ કરે છે. સ્થાનીય લોકોના આધારે આ ક્ષેત્રમાં પહેલા આ રીંછો અહીં આવતા ન હતા, જો કે અહીં રીંછો ની સંખ્યા ખુબ જ વધુ છે. આગળના અમુક જ વર્ષો થી આ મંદિર માં રીંછો નું આવવાનું શરૂ થઇ ગયું છે. રીંછો નું આ ટોળું આરતીના સમયે મંદિરમાં આવી જાય છે. લોકો રીંછો ને મંદિરમાં આવવું એક ચમત્કાર સમજે છે. અહીંના લોકો તેઓની સાથે ખુબ જ ફ્રેન્ડલી રહે છે લોકો તેઓને ખાવા-પીવાની ચીજો આપે છે અને તેઓની સાથે સેલ્ફી પણ લે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!