આ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં…

તમે લોકો એ ભારત દેશ માં એવા ઘણા મંદિરો જોયા હશે કે પછી સાંભળ્યા હશે જે પોત-પોતાના ચમત્કાર અને રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તમને દરેક ગલી ગલી માં કોઈ ને કોઈ દેવી દેવતાંનું મંદિર ચોક્કસ જોવા મળશે માટે જ આપનો દેશ ધાર્મિક દેશો માં માનાવામાં આવે છે. અહીં પર ઉપસ્થિત એવા ઘણા મંદિરો અને ચમત્કાર છે જેનું અનુમાન કોઈ લગાવી નથી શક્યા જેના વિશે કોઈપણ વ્યક્તિ જાણતા નથી. આજે અમે તમને એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની લીધી છે.આ મંદિર ભગવાન જગન્નાથ નું મંદિર છે જેના અતિરિક્ત આ મંદિર માં બલભદ્ર અને સુભદ્રા મુખ્ય દેવ છે આ દેવતાઓ ની મૂર્તિ પર એક રત્ન પંડિત પાષાણ ચબુતરા પર ગર્ભ ગૃહ માં સ્થાપિત છે. વિશ્વભર માં આ મંદિર ને સૌથી ભવ્ય અને ઊંચું માનવામાં આવ્યું છે. જે ચાર લાખ વર્ગ ફૂટ અને લગભગ 214 ફૂટ ઊંચું છે આ મંદિર ને વિશેષ એટલા માટે માનવામાં આવે છે કેમ કે તેના ચમત્કાર ની આગળ વિજ્ઞાન પણ કઈ કરી ના શક્યું.
ભગવાન જગન્નનાથ નું મંદિર ની વિશેષતા એ છે કે આ મંદિર ની ધ્વજા હંમેશા હવા ની વિરુદ્ધ દીશામાં લહેરાય છે. જેમ કે જો હવા દક્ષિણ તરફ વાઈ રહી છે તો ધ્વજા ઉત્તર ના તરફ લહેરાય છે. હવે તેની પાછળ શું કારણ છે એ જાણ થઇ શકી નથી. આ સિવાય બીજી એ વાત છે કે આ મંદિર ના ટોચ પર એક પણ પક્ષી ઉડતું જોવા મળતું નથી.આ ભવ્ય મંદિર ની ઘણી એવી બાબતો જે આશ્ચર્ય માં મૂકી દે છે જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો કે આખરે એવું તે કઈ રીતે બને? આ મંદિર ની પાસે એક ખુબ જ મોટો સમુદ્ર છે જેના મોજા નો અવાજ ખુબ જ વધુ સંભળાય છે પણ જ્યારે મંદિર ની અંદર મેન ગેટથી પ્રવેશ લઈએ છીએ તો આ મોજા ના અવાજ બિલકુલ પણ સંભળાતા નથી અને આ મંદિર ની અંદર રસોડામાં ભોજન માત્ર 7 વાસણો માં જ બનાવામાં આવે છે.
ભગવાન જગન્નાથ ના આ મંદિર ની મૂર્તિઓ ખુબ જ વિશાળ છે આ સિવાય અહીં રસોડામાં વિસ લાખ કરતા વધુ લોકો માટે પ્રસાદ બનાવામાં આવે છે. આ મંદિર ની અંદર લગભગ 500 રસોઈયાઓ કામ કરે છે અને તહેવારો પર દરેક વ્યક્તિઓ માટે દરેક વર્ષ પ્રસાદ બનાવે છે. આ મંદિર વિશે એ પણ માનવામાં આવે છે જો પ્રસાદ અમુક હજાર લોકો માટે જ બનાવામાં આવ્યો હોય તો પણ ક્યારેય ઘટતો નથી અને ના તો પ્રસાદ બેકાર જાય છે.ભગવાન જગન્નાથ મંદિર ના આ ચમત્કાર ન આગળ વૈજ્ઞાનિકો પણ હેરાન છે. ભગવાન જગન્નાથ ની સાથે મંદિર માં બલરામ અને બહેન સુભદ્રા પણ છે ત્રણે ની મૂર્તિઓ કાષ્ઠ થી બનેલી છે. મંદિર માં આ મૂર્તિ માત્ર દર્શન કરવા માટે જ મુકવામાં આવેલી છે તેની ક્યારેય પૂજા કરવામાં આવતી નથી. દરેક 12 વર્ષ માં આ મૂર્તિઓ ની નવી પ્રતિમા બનાવામાં આવે છે પણ તેના આકાર રૂપ માં કોઈપણ પ્રકારનું પરિવર્તન નથી આવતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!