જાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો

0

આજે અમે તમને એક એવા રહસ્યમઈ મંદિર વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જાશો. જો કે ભારત દરેક ધર્મો નો દેશ માનવામાં આવે છે. અહીં ગમે તે વ્યક્તિ પોતાની મરજી થી કોઈપણ ધર્મ ને અપનાવી શકે છે. ભારતમાં જો મંદિરો ની વાત કરવામાં આવે તો અહીં ઘણા એવા મંદિરો છે અને તે દરેક ની પોતાની એક અલગ જ માન્યતાઓ હોય છે. જો કે એવામાં તમે ભારતમાં કદાચ જ એવી કોઈ ઐતિહાસિક કે ધાર્મિક પ્રાચીન બાબતો મેળવશો, જેનો કોઈ અભિશાપ, ડરામણી કહાની કે કોઈ મહિમા સાથે સંબંધ હોય. આજે અમે તમને એવા જ એક રહસ્યથી ભરેલા રાજસ્થાન ના કિરાડુ મંદિર વિશે જણાવીશું.
આ કિરાડુ મંદિર રાજસ્થાન ના બાડમેર જિલ્લા માં સ્થિત છે. કિરાડુ મંદિર પોતાની શિલ્પકલા માટે પણ ખુબ જ ફેમસ છે. આ મંદિરો નું નિર્માણ 11 મી શતાબ્દી માં થયું હતું. કિરાડુ ને રાજસ્થાન નો ખજુરાહો પણ કહેવામાં આવે છે. પણ કિરાડુ ને ખજુરાહો જેવી ખ્યાતિ મળી ના શકી કેમ કે આ જગ્યા આગળના 900 વર્ષો થી વિરાન પડેલી છે અને અહીં દિવસે અમુક લોકોનું આવન-જાવન રહે છે પણ સાંજ થતા જ આ જગ્યા ખુબ જ વિરાન બની જાય છે, સૂરજ આથમી ગયા પછી અહીં કોઈપણ રોકાતું નથી.
આ મંદિર સાથે એક પહેલાની કથા જોડાયેલી છે જેના અનુસાર રાજસ્થના ના કિરાડુ ગામ માં એક સાધુ રહેતા હતા. એક સમયે તે એક કામ ને લીધે બહાર ગયા તો તે સાધુના દરેક શિષ્યોનું સ્વાસ્થ્ય બગડી ગયું. તે સમયે આ શિષ્યો ની દેખભાળ કોઈએ પણ કરી ન હતી. કિરાડુ માં એક કુંભાર મહિલા રહેતી હતી જેમણે આ બીમાર શિષ્યોની દેખભાળ કરી હતી.
જયારે સાધુ પાછા આવ્યા તો તેને આ બધું જાણીને ખુબ જ ગુસ્સો આવી ગયો. ગુસ્સા માં સાધુ એ કહ્યું કે જે સ્થાન પર દયા ભાવ જ ના હોય ત્યાં માનવજાતિ નું પણ હોવું ના જોઈએ. ગુસ્સા માં સાધુ એ ત્યાંના દરેક નગરવાસીઓને પથ્થર બની જાવાનો શ્રાપ આપી દીધો, સાથે જ સાધુ ના શિષ્યો ની સેવા કરનારી કુંભાર મહિલા ને તેણે કહ્યું કે સાંજ થતા પહેલા જ તે ત્યાંથી ચાલી જાય અને પાછળ ફરીને ના જોવે.
પણ આ મહિલા એ સાધુ ની વાત ના માની અને પાછળ ફરીને જોઈ લીધું અને એવામાં તે પણ પથ્થર બની ગઈ. આ જ કથા પછી એ માન્યતા છે કે જો અહીં સાંજ થયા પછી પણ કોઈ રોકાઈ છે તો તેઓ પણ અહીં પથ્થર બની જાય છે. જેને લીધે લોકો આજે પણ અહીંથી સૂરજ આથમી ગયા પછી રોકાતા નથી અને ઘરે ચાલ્યા જાય છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here