આ મંદિર માં દેવી માતાની મૂર્તિને આવે છે પસીનો, જોઈ લેવાથી પૂરી થાય છે દરેક મનોકામના…..

0

દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં 200 થી વધુ દેવતાઓનો જમાવડો હોય છે, તેને નાની કશી પણ કહેવામાં આવે છે. જો કે અહી તમને કદમ-કદમ પર ઘણા રહસ્ય અને ઘણા ચમત્કાર જોવા મળી જાશે પણ આજે અમે અહી જે મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ, તેની મહિમા પુરા દેશમાં ફેમસ છે અને આજ કારણ છે કે આ મંદિર થી કોઈ પણ ખાલી હાથ પાછા નથી જતા. અમે વાત કરી રહ્યા છીએ અહી ચમ્બા જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ દેવીપીઠ ભલેઈ માતા મંદિર ની. સુંદર વાદીઓની વચ્ચે વસેલા આ મંદિરમાં હર રોજ ભક્તોની કતાર લાગેલી રહે છે પણ નવરાત્રીના દિવસોમાં અહી શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ જોવા મળે છે.

કઈક આવી છે અહીની માન્યતા:

આ મંદિર વિશે એક અજીબ માન્યતા પ્રચલિત છે. કહેવામાં આવે છે કે અહી દેવી માતાની જે મૂર્તિ છે, તેને પસીનો આવે છે. લોકો એ પણ માને છે કે દર્શનના સમયે જો દેવી ની મૂર્તિને પસીનો આવતા કોઈ ભક્ત જોઈ લે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કહેવામાં આવે છે કે દિવસમાં એક વાર જરૂર માતા ની મૂર્તિને પસીનો આવે છે.

અનોખી છે આ મંદિરની કહાની:

ભલેઈના આ દેવીપીઠની કહાની ખુબ જ વિચિત્ર અને અનોખી છે. અહીના પુજારીઓનું આ મંદિરની સ્થાપના વિશે કહેવું છે કે ભલેઈ માં જ એક બાવડી માં દેવી માતા પ્રગટ થયા હતા. તે સમયે તેઓએ ચંબાના રાજા પ્રતાપ સિંહને સપનામાં દર્શન દઈને તેને ચંબામાં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. રાજા જ્યારે માતાની પ્રતિમા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેને ભલેઈનું સ્થાન પસંદ આવી ગયું. તેના પર માતાએ સપનામાં ત્યાં જ ભલેઈમાં સ્થાપિત કરવા માટે કહ્યું. દેવીનો આદેશ માનીને રાજાએ ત્યાં જ મંદિરનું નિર્માણ કરી નાખ્યું. આજ કારણ છે કે ભદ્રકાલ માતાના મંદિરનું નામ ભલેઈ પડ્યું હતું. સાથે જ ઘણા લોકો માતા ભલેઈને જાગતી જ્યોત નાં નામથી પણ બોલાવે છે. ત્યારથી લઈને આજ સુધી અહી શ્રદ્ધાળુઓ ની ભીડ લાગી રહે છે.

મહિલાઓને મંદિરમાં જવાની હતી મનાઈ:

પહેલાના સમયમાં આ મંદિરની અંદર મહિલાઓને જવા માટે પાબંધી હતી. તેઓને માત્ર મંદિરની બીજી બાજુ સુધી રહેવાની જ પરવાનગી હતી. તેની પાછળનું કારણ તો કોઈ નથી જાણતું. સમયની સાથે-સાથે આ રિવાજનો પણ અંત થઇ ગયો. હવે કોઈપણ ભેદભાવ વગર દરેક ભક્તો દેવીના દર્શન કરી શકે છે, અને વાટ જોઈ રહ્યા હોય છે કે ક્યારે માતાને પસીનો આવે અને તેઓ પોતાની ઈચ્છાઓ ને પૂરી કરી શકે.

કેવી રીતે પહોંચવું:

પઠાનકોટ રેલ્વે સ્ટેશનથી 120 કિમીની દુરી પર ચંબા પહોંચી શકાય છે અને ત્યાંથી લગભગ 40 કિમી ની દુરી પર શક્તિપીઠ ભલેઈ માતાનું મંદિર સ્થિત છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.