આ મંદિર માં 20,000 ઉંદરો ને મળે છે VIP વાળી લાઇફસ્ટાઇલ…..વાંચો આ મંદિર વિશે જાણકારી

0

આ ઉંદર કોઈ ને નુકશાન નથી પહોંચાડતા. અહીંયા પર આવવા વાળા ભક્તો ને ઉંદરો નો એંઠો પ્રસાદ આપવા માં આવે છે.જ્યાં ઘણા ઘરો માં લોકો ઉંદર ને જોઈ ને એને ભગાડવા માટે એની પાછળ પડી જાય છે ત્યાં જ ભારત માં એક એવું મંદિર પણ છે જ્યાં 20,000 જેટલા ઉંદરો જોવા મળે છે. જી હા , અમે વાત કરી રહ્યા છીએ, મા કરણી માતા મંદિર ની જે રાજસ્થાન ના બિકાનેર થી લગભગ 30 કિલોમીટર દૂર દેશનોક સીમા માં સ્થિત છે. આ મંદિર ઉંદરો વાળુ મંદિર ના નામ થી પણ જાણીતું છે.કરણી દેવી સાક્ષાત મા જગદમ્બા અવતર્યા હતા. આજ થી લગભગ સાડા છ સો વર્ષ પૂર્વ જે સ્થાન એ મંદિર છે, ત્યાં એક ગુફા માં રહી ને મા એમના ઇષ્ટ દેવ ની પૂજા અર્ચના કરતા હતા. આ ગુફા આજે પણ મંદિર ના પરિસર માં સ્થિત છે.

કહેવાય છે કે કરણી માતા 151 વર્ષ જીવતા રહી 23 માર્ચ 1538 ના જ્યોતિર્લીંન થયા. એમના જયોર્તિલિન થયા પેહલા ભકતો એ એમની મૂર્તિ ની સ્થાપના કરી એમની પૂજા શરૂ કરી દીધી હતી જો કે ત્યાર થી એ આજ સુધુ નિરંતર ચાલુ જ છે. અહીંયા પર આવવા વાળા શ્રદ્ધાળુઓ ને મંદિર ની અંદર ખૂબ જોઈ સંભાળી ને ચાલવું પડે છે કારણકે મંદિર ની અંદર અનેક ઉંદરો હોય છે,જેમની સુરક્ષા કરવી બધા નો ધર્મ છે.આ ઉંદરો કોઈ ને નુકશાન નથી પહોંચાડતા. અહીંયા પર આવવા વાળા ભક્તો ને ઉંદરો નો એંઠો પ્રસાદ આપવા માં આવે છે. ઉંદરો ની રક્ષા માટે મંદિર માં બારીક ઝાળીઓ પણ લગાવાય છે જેથી એમની સુરક્ષા ,ચીલ ,ગિદ્ધ અને અન્ય જાનવરો સામે કરી શકાય . મા કરણી ના મંદિર વિસે જાણીએ બીજી પણ રોચક વાતો જાણીએ અને સાથે સાથે ઉંદરો પાછળ નું રાજ પણ જાણીએ.

મા કરણી ના મંદિર વિસે રોચક વાતો

1. કોણે બનાવ્યું આ મંદિર

આ મંદિર ના નિર્માણ બિકાનેર ના રાજા ગંગા સિંહ દ્વારા 20 મી સદી માં કરવા માં આવ્યું હતું. આ મંદિર ઘણું મોટું અને સુંદર છે.અહીંયા ઉંદરો ને સિવાય ચાંદી ના મોટા મોટર્સ કિવાડ , માતા ને સોના નું છત્ર અને સંગેમરમર પર સુંદર નક્કાશિયો ને દર્શાવા માં આવ્યું છે.

2. કોણ છે આ ઉંદરોમનાય છે કે આ ઉંદરો કરણી માતા ના સંતાન છે. કરણી માતા ની કથા ને અનુસાર એક વખત એમનો સોતેલો પુત્ર લક્ષ્મણ , સરોવર માં પાણી પીવા ની કોશિશ માં મરી ગયો હતો. જ્યારે એમની માતા ને ખબર પડી તો એમની માતા એ એને પુનઃ જીવિત કરવા ની પ્રાર્થના કરી. પેહલા યમ રાજ એ ના પાડી પણ પછી વિવશ થઈ ને ઉંદર ના રૂપ માં જીવિત કરી દીધો.

3. સફેદ ઉંદર છે સૌથી પવિત્ર

આ 20 હજાર કાળા ઉંદર ની વચ્ચે 7 સફેદ ઉંદર પણ ફરે છે , જે સૌથી વધુ પવિત્ર મનાય છે. જો તમને એ મંદિર માં ક્યાંય દેખાય જાય તો સમજી લેવું કે તમે ખૂબ ભાગ્યશાળી છો અને તમારી બધી મનોકામના જલ્દી પુરી થઈ જશે.

4. મંદિર ના નિયમમંદિર ના નિયમ ના હિસાબે જો કોઈ ભક્ત નો પગ કોઈ ઉંદર પર પડી ગયો અને એ મરી ગયો તો ઘોર પાપ હશે એ. એટલા માટે મંદીર માં આવવા વાળા ભક્તો એ એમના પગ ઘસેડી ને ચાલવા નું રહે છે. પાપા ને ભોગવવા ને અનુસાર અપરાધી એ એક સોના ની કે ચાંદી ની ઉંદર ની મૂર્તિ ખરીદી ને મંદિર માં રાખવી પડે છે , ત્યારે એમનો પાપા ધોવાય છે.

5. કોણ છે કરણી માતા

કરણી મા ને જગદમ્બા મા નો અવતાર માનવા માં આવે છે. એમનું બાળપણ નું નામ રિધુબાઈ હતું. એમના લગ્ન પછી એમનું મન સાંસારિક જીવન થી ભરાઈ ગયું તો એમને પોતાને માતા ની ભક્તિ અને લોકો ની સેવા માં લગાડી દીધા. આ મંદિર માં એક ગુફા પણ છે જ્યાં કરણી મા એમના ઇષ્ટદેવ ની પૂજા કરતી. કહેવાય છે કે ત્યાં માતા જ્યોતિર્લિંન થયા હતા.6. ઉંદરો નો એઠો પ્રસાદ ખાય છે ભક્તો.

ત્યાં પર રહેલ ઉંદરો ને કાબા કેહવા માં આવે છે. મા ને ચઢાવેલ પ્રસાદ પેહલા ઉંદરો ખાય છે અને પછી ભક્તો ને આપવા માં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!