આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ હોય છે સાક્ષાત લક્ષ્મી, જાણો આ શુભ મહિના વિશે….માહિતી વાંચો

0

છોકરીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે અને હિન્દૂ ધર્મના અનુસાર છોકરીઓને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં છોકરીઓને પૂજનીય બતાવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે નારી માં સ્વયં લક્ષ્મી નિવાસ કરે છે. માટે જયારે પણ કોઈના ઘરે છોકરીનો જન્મ થાય છે તો કહેવામાં આવે છે કે ઘરમાં માં લક્ષ્મીનું આગમન થયું છે. છોકરીઓ પરિવારમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે.જ્યોતિષ વિદ્યા અને શાસ્ત્રોના અનુસાર છોકરીઓના જન્મનો મહિનો પણ તેઓને ખુબ જ ખાસ બનાવે છે. અમુક શુભ મહિનાઓ એવા હોય છે જેમાં જો કન્યાનો જન્મ થાય તો તે શુભ અને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આવી યુવતીઓને પોતાના પતિના ઘરે પણ સુખ શાંતિ મળે છે. આવો તો જાણીને ક્યાં મહિનામાં જન્મ લેનારી છોકરીઓ બને છે સાક્ષાત લક્ષ્મી.
1. ફેબ્રુઆરી મહિનો:આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ સ્વભાવથી ખુબજ વિન્રમ હોય છે અને ખુબ જ બુદ્ધિમાન પણ. આ છોકરીઓને લગ્ન પછી સારું ઘર મળે છે અને સુખ સમૃદ્ધિ પણ ભરપૂર હોય છે. તેની ગ્રહ દિશા તેના પરિવારને પણ ફાયદો કરાવે છે.

2. એપ્રિલ મહિનો:આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ પણ સાક્ષાત લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે અને શાસ્ત્ર ના અનુસાર આ મહિનો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ મહિને જન્મ લેનારી છોકરીઓની ગ્રહ ચાલ તેજ હોય છે જેને દરેક કામિયાબી સુધી પહોંચાડે છે. આ છોકરીઓના પરિવારોને ક્યારેય પણ ધનની કમી નથી આવતી અને જે છોકરાઓ સાથે તેઓના લગ્ન થાય છે તેની કિસ્મત પણ ચમકી ઉઠે છે.

3. જુન મહિનો:જૂન મહિનામાં જન્મ લેનારી છોકરીઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે જયારે અંક શાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકના જન્મ માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ એકદમ કાર્યશીલ હોય છે અને તેઓને પોતાના દમ પર ઉચ્ચ ફળની પ્રાપ્તિ થાય છે.

4. સપ્ટેમ્બરનો મહિનો:આ મહિનામાં જન્મ લેનારી કન્યાઓની કુંડળી માં ચંદ્ર, બુધ અને શુક્ર આ ત્રણે ગ્રહોનું મિલન હોય છે. જેને લીધે આ મહિનામાં જન્મ લેનારી બાળકીઓ ખુબ જ ધનવાન હોય છે. આવી છોકરીઓને જીવનમાં ક્યારેય પણ કોઈ ચીજની જરૂર નથી પડતી, અને તેઓને પોતાના ભાગ્યથી બધું જ હાંસિલ થઇ શકે છે. સાથે જ તેઓના લગ્ન પણ ધનવાન છોકરાઓ સાથે થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here