આ મહિલા પોલીસ ઓફિસરની સુંદરતાના ઘાયલ થયા લોકો, તસ્વીરો થઇ રહી છે વાઈરલ….વાંચો અહેવાલ

0

આજના સોશિયલ મીડીયાના જમાનામાં ક્યારે, કોણ રાતો-રાત સુપરસ્ટાર બની જાય,કઈ ખબર નાં પડે. પ્રિયા પ્રકાશ એવું જ એક હાલનું ઉદાહરણ છે, જેની એક જલકે લાખો લોકોને ઘાયલ કરી દીધા હતા. સોશિયલ મીડીયાના યુંજર્સને ક્યારે અને શું પસંદ આવી જાય, તેનો કોઈ અંદાજો લગાવી ન શકે. પણ એ તો નક્કી જ છે કે યુંજર્સને જે કોઈ પસંદ આવી જાય, તો તેને વાઈરલ થવામાં બિલકુલ પણ સમય નથી લાગતો.એવી જ એક મહિલાની ચર્ચાઓ હાલના દીસવોમાં સોશિયલ મીડિયા પર થઇ રહી છે, જેની તસ્વીરો મીડિયા પર તેજીમાં વાઈરલ થઇ રહી છે. આ મહિલાનું નામ ‘અનુશ અહમદ ચૌધરી’ છે, જે પોતાના પદની સાથે સાથે પોતાની સુંદરતાને લઈને પણ છવાયેલી છે. આ પાકિસ્તાનની પહેલી મહિલા એએસપી છે અને હાલના સમયમાં લાહૌરમાં પદસ્થ છે.જાણકારી અનુસાર, પોલીસ લાઈનમાં આવ્યા પહેલા આ મહિલા ઓફિસર ડોકટર હતી. તેણે મેડીસીનમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યું છે. રીપોર્ટ અનુસાર એસપી અનુશ અહમદ ચૌધરી પેશાથી સીસીએસ પરીક્ષા 2011 પાસ કરનારી પહેલી મહિલા છે. તેણે સીસીએસ પરીક્ષા 2011 માં 40મી કોમન બૈંચ પાસ કરી છે.પાકિસ્તાન પ્રાંત ખૈબર પખ્તુંનખ્વા ની રહેનારી અનુશ લાહૌરથી પહેલા એબટાબાદ માં પોસ્ટેડ હતી. હાલમાં જ તેનું ટ્રાન્સફર લાહૌર થયું. પોતાના આ કામથી લઈને અનુશનું કહેવું છે કે તેનું સપનું હંમેશાથી યુનિફોર્મ જોબ કરવાનું રહ્યું હતું. તેને પોલીસનું કામ ખુબ જ ચુનૌતીપૂર્ણ લાગે છે. તેનું એ પણ કહેવું છે કે તેની પર્સનાલીટીને આ જ જોબ સૌથી વધુ સુટ કરે છે. તેનું માનવું એ પણ છે કે જો કોઈ ડીપાર્ટમેન્ટમાં સુધાર કરવા માગો છો તો ત્યાં મહિલા કર્મચારીઓની ભરતી જરૂર કરવામાં આવવી જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here