આ મહિલા IPS ઓફિસરે 15 મહિનામાં જ મારી પાડ્યા 16 આતંકવાદીઓને..વાંચો આ મહિલાની જોરદાર સ્ટોરી

0

અસમની આયરન લેડીના નામથી પ્રસિદ્ધ IPS ઓફિસર ‘સંજુકતા પરાશર’ ની બહાદુરી ગર્વ કરવા જેવી વાત છે. બાળપણથી જ પરાશરને ખેલ-કુદમાં ખુબ જ દિલચસ્પી હતી તેમણે ઘણા પુરસ્કાર પણ પોતાના નામે કરી લીધા હતા. પોતાની શરૂઆતી શિક્ષા અસમમાં લીધા બાદ દિલ્લીના ઇન્દ્રપ્રસ્થ મહાવિદ્યાલયમાં એડમીશન લઈને આજ્નીતી વિજ્ઞાનમાં સ્નાતક કર્યું અને દિલ્લીની ફેમસ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય માંથી પીએચડી કર્યું હતું.    સંજુક્તા પરાશર એક એવી બહાદુર અને ઈમાનદાર મહિલા પોલીસ અધિકારી, જેઓએ અસમ રાજ્યમાં આગળના ઘણા વર્ષોથી આતંકવાદીના વિરુદ્ધ જુંબેશ સંભાળી હતી. 15 મહિનામાં 64 થી વધુ આતંકવાદીઓને ગિરફ્તાર કરીને આ IPS ઓફિસરે પુરા દેશની સામે બહાદુરીનું એક નવું ઉદાહરણ કાયમ કર્યું છે.

યુપીએસસીની પરિક્ષામાં પુરા દેશ ભરમાં 85મુ સ્થાન હાંસિલ કરીને IPS બનવાની તલપને પૂરું કરવા માટે સંજુક્તા પરાવશ વર્ષ 2006 બૈચની આઈપીએસ અધિકારી બની છે. સંજુકતા પોતાના સ્કુલના દિવસોથી જ પોતાના રાજ્યમાં આતંકવાદીઓના અત્યાચારથી ખુબ જ ચિંતિત હતી, માટે તેમણે પોતાના જ રાજ્યમાં કામ કરીને તેમાં એક નવો સુધાર લાવવાનો નિર્યણ કર્યો. સંજુક્તા 2008 માં પહેલી પોસ્ટીંગ માકુમમાં અસિસ્ટેન્ટ કમાન્ટેન્ડના તૌર પર થઇ, પણ અમુક જ મહિનાઓમાં તેને ઉદાલગીરીમાં બોડો અને બાંગ્લાદેશની વચ્ચે જાતીય હિંસાના કાબુ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોતાના આ ઓપરેશનના ચાલતા 15 મહિનામાં જ તેમણે 16 આતંકીઓને મારી પાડ્યા અને 64 થી વધુ આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. સંજુક્તાના કામ કરવાના દબંગ અંદાજથી પુરા દેશમાં તેની બહાદુરીનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે.

સંજુક્તા ચાર વર્ષના બાળકની માં પણ છે, પણ તેના છતાં પણ આતંકીઓને પકડવામાં કામિયાબ રહી છે. હાલમાં જ તેમણે એક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં તે એકલી આ જુંબેશ લડવા માટે નીકળી પડી હતી.

સંજુક્તા પરાશર કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી, ધૈર્ય તથા બહાદુરીની સાથે આપણા સમાજ અને દેશ માટે જે કામ કરી રહી છે, તેના માટે આપણે દેશની આ દીકરી પર ગર્વ થવો જોઈએ.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.