આ મહાદેવનું મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે, પાંડવો દ્વારા સ્વર્ગ ની 40 સીડીયો છે અહીંયા..

0

હિમાચલ પ્રદેશ એ ફક્ત પોતાની સુંદર વાદીઓ અને બરફથી ઢંકાયેલ પહાડો માટે જ ફેમસ છે એવું નથી પણ અહિયાંના મંદિરો પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. હિમાચલમાં ઘણા એવા સુંદર મંદિર છે જે પ્રાચીનકાળથી અહિયાં આવેલ છે. આજે અમે તમને ત્યાના એક એવા મંદિર વિષે જણાવીશું જેનું નિર્માણ એ મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ છે બાથુંની લડી, આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર એ વર્ષમાં ૮ મહિના પાણીમાં ડૂબેલ રહે છે અને ફક્ત ૪ મહિના જ દેખાય છે.બાથુંની લડીના નામથી ઓળખાતું આ મંદિર એ હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં, જ્વાલી કસ્બાની પાસેથી ૩૦ મિનીટ દુર આવેલ છે.

પાણીમાં ડૂબેલ બાથું ની લડી મંદિર એ ૧૯૭૦માં પોંગ ડેમ બનવાના કારણે સરોવર મહારાણા પ્રતાપ સાગરમાં ૮ મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે. મંદિર એ ફક્ત મે અને જુન દરમિયાનજ જઈ શકીએ છીએ ત્યારે તેનું જળ સ્તર ઘટી જાય છે.

આ ઈમારતને બનાવવામાં બાથું નામના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાથું નામથી બનેલ આ મંદિરની બીજી આઠ મંદિર છે અને આ જોવાથી તેઓ એક માળામાં પોરાવાયેલ હોય એમ લાગે છે એટલે તે એક માળાનું પ્રતિક છે એટલા માટે આ સુંદર મંદિરને બાથું ની લડી નામ આપવામાં આવ્યું હતું.આ મંદિર એ ૫૦૦૦ વર્ષથી પણ વધુ જુનું મંદિર છે, પૌરાણિક કથાઓનું માનીએ તો આ મંદિરનું નિર્માણ એ મહાભારત કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કરવાનો પાંડવોનો હેતુ એ અજ્ઞાતવાસ દરમિયાન શિવજીની પૂજા કરવાનો હતો.

કહેવાય છે કે મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા અહિયાં સ્વર્ગ જવા માટેની સીડી બનાવવામાં આવી હતી. વાત એમ હતી કે એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન નીકળેલ પાંડવો એ અહિયાં પહોચીને પહેલા શિવ મંદિર એટલે કે બાથું ની લડીનું નિર્માણ કરે છે અને પછી અહિયાં જ સ્વર્ગમાં જવા માટે સીડી પણ બનાવવાનો નિર્ણય કરે છે.

સ્વર્ગ જવા માટે સીડી બનાવવી એ કોઈ સરળ કામ નહોતું તેમણે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને આજીજી કરી અને ત્યારે કૃષ્ણએ ૬ મહિનાની એક રાત બનાવી દીધી હતી પણ છ મહિના છતાં પણ સીડી તૈયાર થઇ હતી નહતી એટલા માટે આજે પણ આ મંદિરમાં સ્વર્ગ જવાની અધુરી સીડી આપણે જોઈ શકીએ છીએ. આ સીડીને લોકો આસ્થાથી પૂજતા હોય છે.

ઘણા વર્ષો સુધી આ મંદિર એ પાણીમાં ડૂબેલું હતું પણ આટલો સમય પાણીમાં રહેવા છતાં પણ મંદિરની પરિસ્થિતિ એ જેમ છે એમની એમ જ છે તેમાં કોઈ ફર્ક આવ્યો નથી.

જયારે આ મંદિર એ પાણીમાં ડૂબેલું હોય છે તો સૌથી પહેલા એ તેના પિલર દેખાતા હોય છે. આ સમય દરમિયાન મંદિરનો ઉપરનો ભાગ જ ફક્ત પાણીમાંથી દેખાતો હોય છે. આ મંદિરમાં બીજા કુલ ૬ મંદિર આવેલ છે જેમાં ૫ નાના મંદિર અને એ બધા ૫ મંદિર એ એક જ લાઈનમાં આવેલ છે. આ મંદિરમાં શેષનાગ, વિષ્ણુ ભગવાન વગેરેની મૂર્તિઓ સ્થાપિત છે. વચ્ચે મુખ્ય મંદિર આવેલ છે જે બહ્ગ્વન શિવને સમર્પિત છે.આ મંદિરએ ૮ મહિના સુધી પાણીમાં રહે છે પણ આની અંદર બાથું ની લડી મંદિરમાં એક પવિત્ર શિવલિંગ આવેલ છે અને તેમની સાથે દેવી કાળી અને ભગવાન ગણપતિની પણ તસ્વીર લાગેલ છે.

અહિયાં એક એવું રહસ્ય છુપાયેલ છે જેની તપાસ એ આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ નથી લગાવી શક્યા આ મંદિરનું નિર્માણ એવીરીતે કરવામાં આવ્યું છે કે સૂર્ય જયારે અસ્ત થાય છે ત્યારે સૂર્યની કિરણ એ સૌથી પહેલા બાથું મંદિરમાં આવેલ શિવજીની મૂર્તિના ચરણ સ્પર્શ કરે છે.

આ મંદિરે શિવરાત્રી દરમિયાન અહિયાં બહુ ભીડ હોય છે. અનેક ભક્તો એ દુર દુરથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની શિવલિંગના દર્શન થઇ શકે છે. અહિયાં પહોચવા માટે હોડીની મદદ લેવામાં આવે છે.

આ મંદિરની આસપાસ પ્રાકૃતિક આઈલેન્ડ બનેલા છે જે નાના નાના ટાપુમાં વિભાજીત છે, તેને રેનસરના નામથી ઓળખવામાં આવે છે. આમાં રેનસરના અમુક જંગલ વિસ્તારમાં અમુક રિસોર્ટ પણ આવેલ છે અહિયાં પ્રવાસીઓને રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા છે.

મંદિરની આસપાસનું વાતાવરણ એ એકદમ સુંદર અને મનમોહક હોય છે. મંદિરની ચારે તરફ પાણી છે અને વચ્ચે આવેલ મંદિર એ બહુ સુંદર લાગે છે. પ્રવાસી પક્ષી એ અહિયાં વિહાર કરવા માટે આવે છે ત્યાં આસપાસ ડેમ આવેલ છે જે અનેક કુદરતી પ્રેમીઓને પણ તેમના તરફ આકર્ષે છે. તમને આ મંદિરની આસપાસ ઘણા રંગ બેરંગી પક્ષીઓ જોવા મળશે.

આ મંદિરના દર્શન માટે અને ત્યાના દર્શન માટે માર્ચથી જુન મહિનાનો સમય સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

આ મંદિર સુધી પહોચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે. ત્યાંથી મંદિર એ ફક્ત દોઢ કલાક જ દુર છે. જે પણ અહિયાં જવા માંગે છે તેઓ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ દ્વારા જઈ શકાય છે, જ્યાંથી ફક્ત ૩૭ કિલોમીટર દુર છે આ મંદિર.

જ્વાલીથી બાથુંની લડી અને ત્યાંથી પરત આવવા માટેના બે રસ્તા છે એક બિલકુલ સરળ છે જેનાથી તમે બાથું સુધી ૩૦ મીનીટમાં પહોચી જશો અને બીજો છે તમે આ મંદિર સુધી પહોચવા માટે ૪૦ મિનીટનો સમય લગાવો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here