આ લિક્વિડ નાખવાથી ક્યારેય નહીં થાય કાર, બાઇક અને સ્કૂટર નુ ટાયર પંચર….

0

ટુ વહીલર હોય કે ફોર વહીલર, ક્યારેક તો પંચર જરૂર થી થાય છે. એક પંચર ફરવાની બધી મજા ખરાબ કરી દે છે. પંચર ની વધુ પડતી ફરિયાદ ગરમી ના સમયે જોવા મળે છે અને માની લો તમે ક્યાક ફરવા ગયા અને ટાયર પંચર થઈ જાય. ત્યાં આજુ-બાજુ કોઈ પંચર કરવા વાળુ ન મળે તો ખૂબ હેરાનગતિ થાય છે અને તમારો કિંમતી સમય ખરાબ થાય છે.આજે અમે તમને એક એવા લિકવિડ વિશે બતાવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કર્યા બાદ ક્યારેય ટાયર પંચર થાય.

• એન્ટિ પંચર લિકવિડઆ લિકવિડ ને ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. તેની કિંમત 500 થી શરૂ થઈ ને 800 અને 1000 સુધી મળે છે. માર્કેટ માં હવે ઘણી કંપનીઓ ના તેવા લિકવિડ મોજુદ છે જે એન્ટિ પંચર લિકવિડ નુ કામ કરે છે. આ લિકવિડ ટાયર ને પૂરી રીતે સેફ રાખે છે.

• આવી રીતે કરે છે કામઆ લિકવિડ ને કાર, બાઇક કે સ્કૂટર ના ટાયર માં લગાવામાં આવે છે. તેને લગાવાની 2 પ્રોસેસ છે.

પહેલી: આ લિકવિડ ને કોઈ ઇન્જેક્શન ની મદદ થી ટાયર માં નાખવામાં આવે છે.

બીજી: ટાયર ની નોબ થી અંદર નાખવામાં આવે છે.

ટાયર માં પહોંચ્યા બાદ તે અંદર થી પૂરો એરિયો કવર કરી લે છે. હવે જો કોઈ ટાયર માં પંચર થાય છે તો તે પંચર વાળા ભાગ થી લિકવિડ બહાર નીકળવા લાગે છે અને પંચર વાળી જગ્યા પર જામી જાય છે જેથી હવા બહાર નથી નીકળી શકતી. જેને લીધે ટાયર પંચર નથી થતુ.

આ લિકવિડ વહેંચવા વાળી ઘણી કંપનીઓ 10 હજાર કિલોમીટર સુધી તેના કામ કરવાની ગેરંટી પણ આપી રહી છે.

• ટાયર ને પણ રાખે છે કૂલઆ લિકવિડ ટાયર ને પંચર થી બચાવવા ની સાથે તેને કૂલ રાખવાનુ કામ પણ કરે છે. આ લિકવિડ માં નાઇટ્રોજન નો ઉપયોગ કરવામાં આવે છે, જે ટાયર ને કૂલ કરવાનુ કામ પણ કરે છે. ગરમી ની ૠતુ માં તે ખૂબ અસરદાર પણ હોય છે. જો તમે તેનો ઉપયોગ બાઇક અને સ્કૂટર માં કરો તો વધારે ફાયદાકારક રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!