આ કારણથી સૈફ સાથે લગ્ન કરવા નહોતી માંગતી કરિના, આમ મનાવી છોટે નવાબે

ઘણા ઓછા લોકોને ખબર હશે કે  એક સમયે સૈફના લગ્નના પ્રપોઝલને કરિના કપૂરે ઠુકરાવી દીધો  હતો. સૈફ અલી ખાન અને કરિના કપૂર ફિલ્મ ‘ટશન’થી એક બીજાની નજીક આવ્યા હતા.

જો કે આ ફિલ્મની શૂટિંગ સાથે કરિના શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘જબ વી મેટ’ની શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહિદ સાથે વિવાદના સમાચાર પણ આવતા હતા.બીજી તરફ કરિના અને સૈફ નજીક આવતા ગયા.

કરિના-સૈફના અફેરનો આ રીતે થયો ખુલાસો:

ફિલ્મ રિલીઝ થયાના આવતા વર્ષે જ્યારે સૈફ અલી ખાન અને કરિના કપૂરે પોતાના અફેરનો ખુલાસો કર્યો ત્યારે ફેન્સની સાથે સાથે પરિવારજનો પણ ચોકી ગયા હતા. કરિનાની માતા આ સબંધથી ખુશ નહતી. કરિના કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે સૈફ અલી ખાને તેને પ્રથમ વખત લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું ત્યારે તેને ઇનકાર કરી દીધો હતો,

તેને કહ્યું કે તે સમયે તે કારકિર્દી પર ફોકસ કરવા માંગતી હતી, કરિનાએ જણાવ્યુ કે સૈફ સાથે લગ્ન માટે એક શરત રાખી હતી કે તે લગ્ન અને બાળકો બાદ પણ ફિલ્મોમાં કામ કરતી રહેશે.

સૈફ-કરિનાની જોડી કરી ચુકી છે સાથે કામ:

સૈફ અલી ખાન અને કરિના કપૂર પ્રથમ વખત વર્ષ 2003માં ફિલ્મ એલઓસીમાં સાથે નજરે પડ્યા હતા. તે બાદ ફિલ્મ ઓમકારા (2006), ટશન (2008), કુરબાન (2009) અને એજન્ટ વિનોદ (2012)માં બન્નેની જોડી જોવા મળી હતી. લગ્ન બાદ આ જોડીએ કોઇ ફિલ્મ સાથે કરી નથી.

16 ઓક્ટોબર 2012માં કર્યા હતા લગ્ન:

સૈફ અલી ખાન અને કરિના કપૂરે 16 ઓક્ટોબર 2012માં અંગજ સમારંભમાં લગ્ન કર્યા હતા. પછી તેમણે બી-ટાઉન માટે આલિશાન પાર્ટી આપી હતી. કરિના કપૂરે પોતાના લગ્નમાં શર્મિલા ટાગોરનો લહેંગો પહેર્યો હતો, ડિઝાઇનર ઋતુ કુમારે આ શરારાને ફરી ડિઝાઇન કર્યો હતો. જેની કિંમત આશરે 50 લાખ રૂપિયા હતી. જ્યારે કરિના કપૂરના રિસેપ્શનના લહેંગાને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. જ્યારે સૈફ અલી ખાને બ્લેક કલરની શેરવાણી પહેરી હતી. સૈફ-કરિનાને એક દીકરો તૈમુર પણ છે, જે ઇન્ટરનેટ સેન્શેસન બની ગયો છે અને તેના નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!