આ કારણને લીધે કાજોલે માત્ર 25 વર્ષની ઉંમરમાં અજય દેવગન સાથે કર્યા લગ્ન, જાણો દિલચસ્પ લવ-સ્ટોરી…..

0

મોટાભાગે બોલીવુડમાં સિતારાઓના સંબંધ ને લઈને ખુબ ચર્ચા થાય છે. સામાન્ય દુનિયાની જેમ જ બોલીવુડની ચમક-ધમક થી ભરેલી દુનિયામાં પણ સંબંધો નું ખુબ જ મહત્વ છે. અહીં ઘણી એવી જોડીઓ છે જેનું ઉદાહરણ આપવામાં આવે છે, એમાંની જ એક જોડી કાજોલ અને અજય દેવગન ની છે. તમને જણાવી દઈએ કે આ બંને ના લગ્નને 19 વર્ષ થઇ ચુક્યા છે. 25 વર્ષની ઉંમરમાં કર્યા હતા અજય દેવગન સાથે લગ્ન:

જાણકારી માટે જણાવી દઈએ કે અજય અને કાજોલની દીકરી ન્યાસા સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. માટે અજય અને તેનો પૂરો પરિવાર તેને મળવા અને પોતાની વેડિંગ એનિવર્સરી મનાવા માટે સિંગાપુર ગયા હતા. તમને જણાવી દઈએ કે કાજોલ-અજયના લગ્ન 1999 માં થયા હતા.કાજોલ તે સમયે માત્ર 25 વર્ષની હતી. કાજોલે તે સમયે અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા જયારે તેનું ફિલ્મી કેરિયર ઊંચાઈ પર હતું. કાજોલે આખરે એવું તે શા માટે કર્યું હતું? તેનો જવાબ તેમણે એક ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો.

કાજોલની પાસે બધું જ હતું પણ ખુદ પોતાના માટે સમય ન હતો:ઇન્ટરવ્યુ માં કાજોલે જણાવ્યું કે અજય દેવગન સાથે તે સમયે લગ્ન કરવાનું એક મોટું કારણ હતું કે તે પોતાના જીવનમાં અને કેરિયરમાં થોડો બ્રેક ઇચ્છતી હતી. કાજોલે જણાવ્યું કે ફિલ્મોમાં કામ કરતા તેના 9 વર્ષ થઇ ગયા હતા. દરેક વર્ષ 4 થી 5 ફિલ્મોમાં કામ કરવાની ઓફરો આવી રહી હતી. કાજોલે જણાવ્યું કે તેની પાસે બધું જ હતું પૈસા, શૌહરત, અને કામયાબી પણ પોતાના માટે સમય ન હતો. આ માટે મોટો નિર્ણય લેવાનો સૌથી સારો સમય હતો.

કાજોલ લેતી હતી અજય દેવગન પાસેથી સલાહ:તે જ સમયે મેં નિર્ણય લઇ લીધો હતો કે હવે હું લગ્ન કરી લઈશ અને વધુમાંવધુ વર્ષમાં એક જ ફિલ્મમાં કામ કરીશ. કાજોલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે તે ફિલ્મ હલચલ માં અજયની સાથે પહેલો શોટ આપી રહી હતી ત્યારે જ તેને જાણ થઇ ગઈ હતી કે આ વ્યક્તિ તેના જીવનમાં એક ખાસ રોલ પ્લે કરવાનો છે. જો કે તે સમયે કાજોલ અને અજયની વચ્ચે કોઈ જ સંબંધ ન હતો. બંને માત્ર મિત્રોની જેમ સાથે રહેતા હતા. તે સમયે કાજોલ, અજય દેવગન પાસેથી પોતાના રિલેશનશિપ અને લવ લાઈફ વિશેની સલાહ લીધા કરતી હતી.
બંને એ એક સાથે ઘણી હિટ ફિલ્મોમાં કર્યું કામ:પહેલી વાર બંનેની મુલાકાત ફિલ્મ હલચલના સેટ પર થઇ હતી. પેહલા દીવસે બંને વચ્ચે દોસ્તી થઇ. જયારે કાજોલ અજયને મળી તો તેણે જોયું કે અજય ને એક કિનારે એકલા બેસવાનું વધુ પસંદ છે. અજય કોઈ સાથે વધુ વાત કરતો ન હતો. તે સમયે કાજોલને એ લાગી રહ્યું હતું કે એવું તે કેવી રીતે બની શેક કે કોઈ વાત ના કરે. પણ જયારે ધીરે-ધીરે કાજોલ અજય સાથે વાત કરવા લાગી તો બંને વચ્ચે સારી એવી મિત્રતા થઇ ગઈ. આ ફિલ્મ પછી બંને એ એકસાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. સમય ની સાથે સાથે બંને વચ્ચે પ્રેમ થયો અને આખરે બંને એ 1999 ના વર્ષમાં લગ્ન કરી લીધા. લગ્ન દેવગન હાઉસમાં મહારાષ્ટ્રીયન રીત-રિવાજ સાથે થયા હતા. આજે બંનેની જોડી બોલીવુડની બેહતરીન જોડીઓમાંની એક માનવામાં આવે છે.Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here