આ જગ્યા પર શ્રીકૃષ્ણ ભગવાને તેમના અંતિમ શ્વાસ લીધા…..

0

સૃષ્ટિના પાલનહાર શ્રીકૃષ્ણ ભગવાને પોતાના અંતિમ શ્વાસ અહીં છોડ્યા.

આ જગ્યાને ભાલકાતીર્થ નામે ઓળખાય છે.

આ પ્રાચીન પવિત્ર તીર્થ વિરાવળ થી પ્રભાત જવાના માર્ગે સ્થિત છે. મધ્યપાનથી ચકચૂર બનેલા યાદવનો અંદરઅંદર લડવામાં સંહાર થયો. એમાંથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રીકૃષ્ણ જી પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ પર જમણો પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામનો પારધી એ ભૂલથી તેમને મૂગૅ સમજીને બાણ માર્યું.

પારધીનું તે બાણ ભગવાન શ્રીકૃષ્ણ જેના ડાબા પગના તળીયામા લાગ્યું. જ્યારે પારઘી ઝડપથી શિકાર ને પકડવા નજીક ગયો તો તેણે જોયું કે તે મૂગૅ નહીં પણ એક યાદવ પિતાંબર ધારી પુરુષોત્તમ હતા. તે ગભરાઈ ને અપરાધની ક્ષમા માગવા લાગ્યો.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું “જે કાંઈ થયું તે મારી ઇચ્છાથી જ થયું છે”. એવું કહીને પારધીને માફ કરી દીધો. પણ એ પોતાની કાંતીથી વસુંધરા વ્યાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહી પારઘી એ ભગવાન શ્રીકૃષ્ણ ને ભલ્લ એટલે બાણ મારેલો એટલા માટે આ સ્થાનને ભાલકાતીર્થ કહેવામાં આવે છે..

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here