આ આઈલેન્ડની છે ખુબ ભયાનક કહાની, રાતે વાતો કરે છે જાડ સાથે લટકેલી આ ડોલ્સ, જાણો સમગ્ર ડરાવની કહાની…

આઈલેન્ડ વેકેશનનું ક્રેજ લોકોમાં દિનપ્રતિદિન વધતું જઈ રહ્યું છે. આજ કારણ છે કે એન્જોય કરવા માટે આઈલેન્ડ આજે બેસ્ટ ડેસ્ટીનેશન પોઈન્ટ બનતું જાય છે.

એની બીજી મોટી વાત એ પણ છે કે પ્રકૃતિનો સુખદ આનંદ અને ભીડ-ભાડની ચિલ્લમ-ચિલ્લી થી દુર રહેવા માટેની અનુભૂતિ તમને એવીજ જગ્યા પર પ્રાપ્ત થઇ શકે છે, પણ આ સુખની પ્રાપ્તિના ચક્કરમાં ભૂલથી પણ આ ખતરનાક અઈલેન્ડ પર જવાની ભૂલ કદાપી ન કરતા.

સાથે જ નેચરલ બ્યુટીથી દુર દુનિયામાં ઘણા એવા આઈલેન્ડ પણ ઉપસ્થિત છે જે ડરાવના અને રહસ્યમઈ હોવાની સાથે ખુબ અજીબ પણ છે. આજે અમે તમને એવા જ એક આઈલેન્ડની ડરાવની કહાની રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ જ્યાં જાડની ડાળીઓ પર લટકી રહેલી છે હજારોની સંખ્યામાં ડરાવની ડોલ્સ.

‘ડોલ્સ આઈલેન્ડ્સ’ આઈલેન્ડનાં નામથી ફેમશ આ ટાપુની કહાની ખુબ ભયાનક છે. આઈલેન્ડનું અસલ નામ ‘La Isla de la Munecas’ આઈલેન્ડ છે. આ આઈલેન્ડ મેક્સિકો સીટીથી લગભગ 17 મિલ દુર છે.

સૌથી પહેલા આ આઈલેન્ડની ડરાવની કહાની 1990 માં સામે આવી હતી. તેજ સમયે પહેલી વાર આ આઈલેન્ડ પર હજારોની સંખ્યામાં ડરાવની ડોલ્સ જાડ સાથે લટકાયેલી જોવા મળી હતી.

આ આઈલેન્ડ વિશે સૌથી ડરાવની વાત એ કહેવામાં આવે છે કે રાતના સમયે જાડ પર લેટકેલી આ ડોલ્સનાં ફૂસફૂસાવાના આવાજો આવે છે અને એવું લાગે છે કે જાડ પર લટકેલી ડોલ્સ પોતાની ડરાવની આંખોથી બધુજ જોઈ રહી છે.

મેક્સિકો માં આ આઈલેન્ડને ‘ચિનમપા’ નામથી જાણવામાં આવે છે. જણાવી દઈએ કે આ આઈલેન્ડ પર સૌથી પહેલા સૈન્ટાના બાર્રેર નામનો અકે વ્યક્તિ રહેવા આવ્યો હતો. તે અચાનક જ પોતાના પરિવારને છોડીને અહી રહેવા માટે આવી ગયો હતો.

સૈન્ટાનાએ એ અહી આવ્યા બાદ જ આ આઈલેન્ડની જાણકારી લોકોને થઇ હતી. તેના બાદ આ આઈલેન્ડ પર અમુક લોકો ફરવા આવ્યા જેમાં એક નાની બાળકી પણ હતી.

કહેવામાં આવે છે કે આ બાળકીની મૌત આઈલેન્ડનાં કિનારા પર પાણીમાં ડૂબવાથી થઇ હતી. આ ઘટના બાદ બાળકીની મૌત વાળી જગ્યા પર સૈન્ટાનાને એક ડોલ પાણીમાં તરતી નજરમાં આવી હતી. સૈન્ટાનાને લાગ્યું કે તે ડોલ માં તે જ બાળકીની આત્મા છે.

જેના બાદ સૈન્ટાનાએ તે ડોલને જાડ સાથે લટકાવી દીધી હતી. પછી તો આ સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. સૈન્ટાનાને આઈલેન્ડનાં કિનારા પર તૂટી-ફૂટી અને ડરાવની ડોલ્સ મળતી રહે છે અને તેને તે જાડ સાથે લટકાવી દે છે.

આજ આ આઈલેન્ડ પર હજારો એવી ડરાવની ડોલ્સ લટકેલી છે. તે એટલી ભયાનક છે કે તેને જોઇને કોઈનો પણ જીવ અદ્ધર થઇ જાય. ડેલીમેલનાં રીપોર્ટના આધારે  સૈન્ટાના આઈલેન્ડ પર લગભગ 50 વર્ષ સુધી રહ્યા હતા.

પણ વર્ષ 2001 માં રહસ્યમયી રીતે તેની પણ મૌત થઇ ગઈ હતી.  સૈન્ટાનાનું શવ પાણીમાં તરતું મળી આવ્યું હતું. 1990 માં એક નહેરની સફાઈના સમયે અમુક લોકો આ આઈલેન્ડ પર ચાલ્યા ગયા હતા, ત્યાનો માહોલ જોઇને તેઓ ખુબ ડરી ગયા હતા.

તેના બાદ ફરી એકવાર આ ગુમનામ આઈલેન્ડનું નામ મીડિયામાં આવ્યું છે. તેની વાતો ખુબ થવા પર લોક પણ આ આઈલેન્ડ પર જવા લાગ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!