આ હોય છે સ્માર્ટ ટ્રેવલર, આ વ્યક્તિએ માત્ર 10,000 રૂપિયામાં ફરી લીધું છે પૂરું યુરોપ, જાણો સ્માર્ટ તરીકો….

0

દરેક વ્યક્તિ દુનિયા ઘુમાવા માંગતો હોય છે, પણ બસ તે ઘણીવાર માત્ર્ર પૈસાની કમી ને લીધે પોતાની આ ઈચ્છા પૂરી નથી કરી શકાતા. બની શકે કે તમારી સાથે પણ ક્યારેક આવું જ થયું હોય. પણ એક વ્યક્તિ એવો પણ છે જેણે 10,000 રૂપિયામાં યુરોપની સેર કરી છે. તમને જાણીને હેરાની લાગશે કે આટલા ઓછા પૈસામાં તેણે યુરોપમાં એક દિવસ નહિ, પણ પુરા 16 દિવસ ગુજાર્યા છે.

આ વ્યક્તિની જેમ તમે પણ ખિસ્સામાં માત્ર 10,000 રૂપિયા રાખીને યુરોપ ફરી શકો છો, બસ આટલું કરવા માટે તમારે તેને બતાવેલી રાહ પાર ચાલવાનું રહેશે.
સસ્તી જગ્યાનો ચુનાવ કરો:
યુરોપ ઘુમવા માટે જરૂરી છે સસ્તી અને યોગ્ય જગ્યાની પસંદગી. યુરોપમાં 16 દિવસ વિતાવેલા આ વ્યક્તિએ પણ કઈક આવું જ કર્યું. ખુબ રીસર્ચ કર્યા બાદ તેને જાણ થઇ કે Eastern અને Central Europe ઘુમવા માટે સૌથી સસ્તી જગ્યા છે. તેના બાદ તેણે Czech Republic, Poland, Hungary, Slovakia અને Austria ની પણ સેર કરી. સૌથી સારી વાત એ છે કે દરેક દેશ Schengen Area ના અંતર્ગત આવે છે. તેનો મતલબ એ છે કે પ્રત્યેક દેશ માટે તમારે અલગ વિઝા પ્રાપ્ત કરવા માટે પોતાનો સમય અને ધન ખર્ચ કરવાની જરૂર નથી. ઓક્ટોબર 2016 સુધી, ભારતમાં Schengen વિઝા ની લાગત 4,500 રૂપિયા હતી.

2. સસ્તી ફ્લાઈટ ટીકીટ કેવી રીતે લઇ શકો છો? હવે સવાલ ઉઠે છે કે આખરે યુરોપ જાવા માટે સસ્તી ટીકીટ કેવી રીતે મેળવી શકાય છે. આ વ્યક્તિએ સસ્તી ટીકીટ ખરીદવા માટે લગાતાર 2 મહિના સુધી થોડી મહેનત કરી. મહેનત એટલે કે લગાતાર એ કોશીસમાં લાગી રહ્યો કે કેવી રીતે સસ્તી ટીકીટ મળી જાય અને આખરે તેમાં તે કામિયાબ પણ થયો હતો. તેના બાદ તેણે મેળવ્યું કે ભારતથી યુરોપ માટે સૌથી ઓછા ખર્ચ માં ઉડાન ભરી શકાય છે. આ વ્યક્તિ New Delhi-Dubai-Prague અને  Prague-Kiev-Dubai-New Delhi લગભગ 34,000 રૂપિયાના ખર્ચ પર ટીકીટ ખરીદવામાં સફળ રહ્યા.

3. કેવી રીતે કર્યું યુરોપમાં ટ્રાવેલ:યુરોપ યાત્રાના દૌરાન આ વ્યક્તિએ ક્યારેય પણ ટેક્સીનો ઉપીયોગ કર્યો નથી. લાંબી દુરીના સફર માટે તેણે ટ્રેઈન અને બસનો ઉપયોગ કર્યો. વ્યક્તિનું કહેવું છે કે Prague Airport થી City Centre સુધી પહોંચવા માટે ટેક્સીનું ભાળું 25 યુરો છે, જ્યારે આટલા પૈસા માં તમે બસ કે ટ્રેનથી Vienna से Prague અને Prague से Brno સુધી ફરી શકો છો.

4. ફરવા માટે લીફ્ટ લઇ શકો છો?યુરોપમાં લીફ્ટ લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું ખુબ સામાન્ય વાત છે. આ વ્યક્તિએ પણ એવું જ કઈક કર્યું. જો કે, તે સમયે તમારી અને તેની ભાષા થોડી પરેશાની કરાવી શકે છે, પણ કહેવાય છે ને કે ભાવનાઓના શબ્દોની કોઈ જરૂર નથી હોતી. આ દૌરાન યુરોપની યાત્રા પર નીકળેલા આ વ્યક્તિને કોઈ એવા લોકો મળ્યા, જેઓએ તેને લીફ્ટ આપીને તેના મંજિલ સુધી પહોંચાડ્યો હતો.

5. પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું છે:યુરોપની સૌથી સારી વાત એ છે કે અહીની પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુબ જ સસ્તી છે. માટે આ વ્યક્તિએ પણ યુરોપ ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો.

6. યુરોપમાં ક્યા રહી શકીએ છીએ:     જો તમે ઓછા બજેટમાં કોઈ જગ્યા પરનો લાભ ઉઠાવા માંગો છો, તો સૌથી સારો તરીકો એ છે કે મોંઘા હોટેલ્સ કરતા હોસ્ટેલમાં રહો. હોસ્ટેલમાં રહેવાના બે ફાયદા છે. એક તો તમને દુનિયાભરના તમામ બૈકપૈકર્સને મળવાનો મૌકો મળશે, અને બીજું કે ઓછા પૈસામાં તમને રહેવાની જગ્યા પણ મળશે.

7. શું ખાઈ શકો છો:યુરોપ ઘુમનારો આ વ્યક્તિ વેજીટેરીયન હતો, જેને લીધે તેને ખાવા માટે થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. યુરોપના વેજીટેરીયન રેસ્ટોરેન્ટસ ખુબ મોંઘા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખતા તેણે Billa, Albert, Müller જેવી અમુક સુપરમાર્કેટથી બ્રેડ, દૂધ, દહીં, પનીર, માખણ, ન્યુટેલા, ચોકલેટ અને ગાજર જેવી વસ્તુઓ ખરીદીને પોતાનું પેટ ભરતો હતો.
8. યુરોપમાં મિનરલ વોટર બીયર કરતા વધુ મોંઘુ છે:
યુરોપ ટુર પર નીકળેલા આ વ્યક્તિનું કહેવું છે કે યાત્રાનાં સમયે તેણે ક્યારેય મિનરલ્સ વોટરનો ઉપીયોગ નથી કર્યો. Czech Republic અને Austria જેવી જગ્યાઓ પર તેણે ટેપ વોટરનો ઉપીયોગ કર્યો અને પૈસા બચાવ્યા. માટે જો તમે પણ યુરોપ ફરવા માંગો છો, તો તમારી સાથે એક ખાલી બોટલ રાખો અને રસ્તામાં મળતા ટેપ વોટરને તેમાં ભરી લો. અહી 500ML વોટરની કિંમત 1.5 યુરો છે.
9. Czech Republic અને Austriaમાં પેશાબ કેવી રીતે કરી શકો છો?:રોપમાં Pee કે પેશાબ કરવો મુફ્ત નથી હોતો. વિદેશોમાં ટુરિસ્ટ સ્પોટ પર ટોઇલેટ ઉપયોગ કરવા માટે તમારે 40 INR ખર્ચ કરવા પડી શકે છે. માટે આ વ્યક્તિ એ બાથરૂમ માટે Prague, Vienna અને Brno ના મેટ્રો સ્ટેશન અને બસ સ્ટોપ પર બનેલા પબ્લિક ટોઇલેટનો ઉપીયોગ કર્યો.

10,000 જેવી નાની રકમમાં યુરોપની યાત્રા કરવા પર પોતાના સનાને પૂરું કરનારો આ વ્યક્તિ તે સમયે  Brazil, Mexico, Tanzania, Nigeria, Ukraine, Russia, Italy, France, Germany, Philippines, Korea અને China ના લોકોને મળવાનો પણ મૌકો મળ્યો હતો, જે તેના માટે એક નવો અને યાદગાર પલ હતો.

લેખન સંકલન : કુલદીપસિંહ જાડેજા

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.