આ હોટેલમાં હનીમૂન મનાવા પર મળે છે 67 લાખ રૂપિયા, પણ આ એક શર્ત- જાણો વિગતે…

0

દરેક સીઝનની જેમ લગ્નની પણ એક સીઝન આવતી હોય છે અને પછી દરેક કપલ હનીમૂન માટેનો રસ્તો પકડતા હોય છે. પણ જો આ હનીમૂન તમારા સપનાની જગ્યા પર 5 સ્ટાર હોટેલમાં હોય અને પૈસા પણ મળે, એ પણ કોઈ 1 કે 2 હજાર નહીં પણ પુરા 67 લાખ રૂપિયા મળે તો શું કહેવું છે તમારું?રિપોર્ટના આધારે એક હોટેલ કપલને અહીં હનીમૂન મનાવા પર લાખો રૂપિયા આપે છે, સાથે જ ત્યાં રોકાવાનો ખર્ચ અને આવવા-જવાનો પણ પૂરો ખર્ચ આપે છે. સાથે જ શર્ત પુરી થવા પર હોટેલ ત્રણ સમારોહ મનાવાનો ખર્ચ પણ ઉઠાવે છે. જણાવી દઈએ કે ઇઝરાયલની એક હોટેલ અમુક શરતોની સાથે આ દિલચસ્પ અને મજેદાર ઓફર કપલ્સને આપે છે. રાજધાની યરુશલેમ ની યેહુદા હોટેલ દરેક ચાર વર્ષમાં કપલ્સ માટે આ ફેસિલિટી લઈને આવે છે.

તમે વિચારશો કે ભલા આ 4 વર્ષનું શું કનેક્શન હોઈ શકે? તો તમને જણાવી દઈએ કે ઇઝરાયલની આધિકારિક ભાષા હિબ્રુ ના આધારે લિપ ઈયર એટલે કે જે વર્ષમાં ફેબ્રુઆરી 29 દિવસે હોય છે, તેને શુભ માનવામાં આવે છે. અહીં લિપ ઈયરને હિબ્રુ માં પ્રેગ્નેન્ટ ઈયર માનવામાં આવે છે.

એવામાં હોટેલ લિપ ઈયર માં કપલ્સને ઓફર કરે છે કે જો કોઈ મહિલા ઠીક 29 ફેબ્રુઆરી એ ગર્ભવતી થાય છે તો તેને 99,300 ડોલર એટલે કે લગભગ 67 લાખ રૂપિયા આપવા આવે છે અને તેના રહેવાનો અને આવવા-જવાનો ખર્ચ સહીત તમામ સુવિધાનો ખર્ચ પણ હોટેલ ઉઠાવે છે. હવે તમે વિચારશો કે ભલા આવી આલિશાન હોટેલમાં હનીમૂન માનવા માટે કોઈ ના કહી શકે ખરા? પણ શર્ત એ છે કે અહીં 29 ફેબ્રુઆરી ના રોજ ગર્ભવતી થનારી પહેલી બે જ મહિલાઓને આ ઓફર આપવામાં આવે છે.

હોટેલની આ શર્તને પારદર્શિયાની સાથે પૂરું કરવામાં આવે તેના માટે ડોકટરોની એક ટિમ પણ આ ઓફરમાં શામિલ થવા માટે કપલ્સની જાંચ કરે છે. ડોકટરો એ નિશ્ચિત કરે છે કે ક્યાંક મહિલા હોટેલમા આવ્યા પહેલા જ ગર્ભવતી તો નથી બનીને? અને તે ઠીક 29 ફેબ્રુઆરીએ જ ગર્ભવતી થઇ છે કે નહીં? એટલે કે આ કામ જેટલું આસાન લાગી રહ્યું છે વાસ્તવમાં થોડું કઠિન છે. પણ હોટેલને તેનાથી ફાયદો પણ છે. આ ઓફર હોટેલના માર્કેટિંગ સ્ટ્રેટેજી પર આધારિત છે. આ ઓફરના ચાલતા ફેબ્રુઆરી માં હોટેલમાં ગ્રાહકોની સંખ્યા પણ દર્જ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here