આ હેન્ડસમ પોલીસ માટે 27 વર્ષની યુવતીએ કર્યું આ કામ, ઘરેથી ભાગીને આવી પહોંચી મળવા, અને પછી…..

0

પંજાબની એક મહિલાએ એક હેન્ડસમ પોલીસવાળા માટે એવું કામ કર્યું જેના વિશે જાણીને હર કોઈ હેરાન છે. આ મહિલાનું દિલ એક હેન્ડસમ પોલીસવાળા પર આવ્યું, જેના પછી જે કઈ થયું…પંજાબની રહેનારી આ 27 વર્ષની યુવતી પંજાબ ના હોશિયારપુરથી ઉજ્જૈન જઈ પહોંચી. કારણ હતું તેનો એક તરફા પ્રેમ.આ યુવતીને પોલીસ અધિક્ષક(એસપી) સચિન અતુલકર પર પોતાનું દિલ આવી ગયું હતું, જેને મળવા માટે તે ઉજ્જૈન જઈ પહોંચી હતી.
મીડિયા રિપોર્ટની જાણકારી અનુસાર આ યુવતીનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા પર એસપી ની તસ્વીર જોયા પછી એની બોડી ફિટનેસ પર ફિદા થઇ ગઈ હતી. તે માત્ર એક વાર એસપી સચિનને મળવા માંગતી હતી. તેણે એ પણ કહ્યુ કે જો તેને એસપી સચિન અતુલકરને મળ્યા વગર જ મોકલી દેવામાં આવશે તો તે ટ્રેન માંથી કૂદીને પોતાનો જીવ આપી દેશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતીની માનસિક હાલત ઠીક નથી, આ દરમિયાન તેના પિતા દ્વારા આપવામાં આવેલું મંતવ્ય પણ સામે આવ્યું છે.
પિતાએ કહ્યું કે તે તલાકશુદા છે. તે ઘરમાં લડતી-ઝગડતી રહે છે. આગળના દિવસોમાં તે ઘરેથી કોઈને પણ પૂછ્યા વગર ચાલી ગઈ હતી. સોમવારે તેની માં સહીત અન્ય લોકો તેને લેવા માટે ઉજ્જૈન પહોંચ્યા હતા. પોલીસ મહિલાને સમજાવતા રહયા, પણ તે એકની બે ના થઇ. આખરે ઘણી સમજાવ્યા પછી તે પોતાના ઘરે જવા માટે તૈયાર થઇ ગઈ.બુધવાર બપોરે આ યુવતીને લઈને તેના પરિવારના લોકો પંજાબ માટે રવાના થયા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એસપી સચિન પોતાની ફિટનેસને લઇને ખુબ ધ્યાન આપે છે. તેના માટે તે રોજાના 70 મિનિટ જીમમાં વિતાવે છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. કહેવામાં આવે છે કે તેની સાથે સેલ્ફી લેવા માટે લોકો દોડતા હોય છે. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here