આ ગુજરાતી દંપતીએ યુનિવર્સિટીને આપ્યું 1325 કરોડનું દાન – જાણો આ RICHEST દંપતી વિશે ….

કોઇકે એકદમ સત્ય કહેવત કીધી છે કે,'”જ્યારે લક્ષ્મી દેવી તમારો દરવાજો ખટખટાવે છે, ત્યારે મોઢું ધોવા ન જવું જોઈએ.”

આજના યુગ પ્રમાણે બીઝનેસમેન લોકો નું નામ સૌથી મોખરે છે. જેમ કે ‘મુકેશ અંબાણી’. મુકેશ અંબાણીને તો હર કોઈ જાણે છે અને આજે તે દેશના સૌથી ધનવાન બીઝનેસમેન છે. પણ માત્ર મુકેશભાઈ જ નહિ પરંતુ અન્ય એવા ઘણા ભારતીય બીઝનેસમેન છે કે તેઓની ગણતરી પણ એક ધનિક વ્યક્તિમાં થાય છે અને સાથે જ સમાજસેવાના પણ કાર્યો કરે છે જેને લીધે તેઓએ પણ એક અનોખી ઈમેજ કાયમ કરી છે.

અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી બીઝનેસમેન ડો. કિરણ પટેલ ની. કિરણ પટેલે ડોક્ટર ની ડીગ્રી હાસિલ કરી છે અને સાથે સાથે એક બીઝનેસમેન પણ છે. કિરણ પટેલના પત્ની પલ્લવી પટેલ પણ એક ડોક્ટર છે અને સમાજસેવાના કાર્યોમાં ખુબ દિલચસ્પી ધરાવે છે.

આ ગુજરાતી કિરણ પટેલ બાળપળથીજ દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં મોટા થયા હતા અને રંગભેદ નાં કારણે તેમને નજીક ની સ્કુલમાં એડમીશન ન મળવાને લીધે 80 km દુર આવેલી સ્કુલમાં અભ્યાસ માટે જવું પડતું હતું. તેમણે મેડિકલની શિક્ષા ભારતમાં મેળવી અને પછી પોતાનાં પત્ની સાથે વર્ષ 1976માં થેંક્સગિવિંગ ડે ના દિવસે અમેરિકા જતાં રહ્યાં હતાં. કિરણ પટેલ સમાજસેવાના કાર્યોમાં વધારે ધ્યાન આપે છે. હાલમાંજ તેમણે પોતાની પત્ની પલ્લવી સાથે મળીને ફ્લોરીડા યુનીવર્સીટીને 200 ડોલરનું દાન આપી એક પુણ્યનું કામ કર્યું છે.

આ યુનીવર્સીટીનું કહેવું છે કે,ભારતીય નાં હાથે અપાયેલું આ સૌથી મોટામાં મોટું દાન છે. આ દાનથી નોવા સાઉથઇસ્ટર્ન યુનિવર્સિટી બે નવી મેડિકલ કૉલેજ ઉભી કરશે. જેમાંની એક કૉલેજનું નિર્માણ ફ્લોરિડામાં કરવામાં આવશે તો બીજી કૉલેજ ભારતમાં બનશે.

એક સામાન્ય માણસની જેમ કિરણ પટેલ પણ સામન્ય જીવન જીવતા હતા. કિરણ પટેલ પોતાના બાળપણ નો કિસ્સો સંભળાવતા કહે છે કે, ત્યારે તેમના નાના ભાઈ તથા અન્ય વિધાર્થીઓ પોકેટમની માંથી સોડા અને ચોકલેટની મજા માણતા હતા. પણ કિરણ પટેલને આ બધી વસ્તુ એકદમ વ્યર્થ લાગતી હતી. તે આવી બાબત માં પૈસા ખર્ચ કરવા કરતા તેનું સેવિંગ કરવામાં વધારે માનતા હતા.

પલ્લવી પટેલ જણાવે છે કે, કિરણ પટેલ એક ધનિક હોવા છતાં ખુબ કંજુસાઈ વાળું જીવન જીવે છે કેમ કે તે આ પૈસા પોતાના માટે નહિ પણ અન્ય જરૂરીયાત મંદ લોકો તથા પોતાના પરિવાર માટે ખર્ચ કરવા માંગે છે.

કિરણ પટેલ નું કહેવું છે કે, “એક રૂપિયો બચાવવો એ એક રૂપિયો કમાવવાને બરાબર છે. એ રકમને એ જગ્યાએ આપી દેવી જોઈએ, જ્યાં તેની સૌથી વધુ અસર જોઈ શકાય’. આ હેતુથી તે પોતાના પૈસા બચત ખાતામાં જમા કરાવતા અને જરૂરીયાતમંદ લોકોના હાથમાં સોંપી દેતા. કદાચ આવા લોકોના આશીર્વાદને લીધે જ આજે કિરણ પટેલ દિન પ્રતિદિન કામિયાબી સુધી જઈ રહ્યા છે.

હાલમાંજ તેમણે ઘણા વર્ષોથી બચાવેલા પૈસા માંથી ઝામ્બિયાથી ભારત આવવાની જહાજની ટિકિટ ખરીદી શક્યા હતા.તેમણે માત્ર પોતાના માટે જ નહીં, પણ સાથે તેમણે માતા પિતાની, અને બે ભાઈ બહેનોની પણ ટિકિટ ખરીદી હતી.

આજે કિરણ પટેલે હૃદયરોગના નિષ્ણાંતથી લઈને એક સફળ ઉદ્યોગપતિ સુધી ની સફર કરી ચુક્યા છે. સાથે જ તેમણે એક હેલ્થ ઇન્શ્યોરેન્સ કંપની પણ ખરીદી હતી.આ પ્રેરણા કિરણ પટેલને તેમના પિતા દ્વારા પ્રાપ્ત થઈ છે. કેમ કે તે પણ કોઈ મંદિર કે અન્ય જગ્યાએ દાન આપવાને બદલે જરૂરીયાતમંદ લોકોને દાન આપવામાં માનતા હતા..

સાથ જ તેમણે ત્યાં એક રિસર્ચ સેન્ટર અને ટેમ્પ કલામંદિર ઉભું કર્યું છે, તેમણે ભારતમાં પણ ઘણા કાર્યક્રમનું આયોજન કર્યું છે, ગુજરાતના એક ગામડામાં તેમણે 50 બેડની હોસ્પિટલ બનાવી છે.આ સાથે જ કિરણ પટેલ એક વૈભવી જીવનશૈલી ના પણ શોખીન છે.

ફ્લોરીડામાં અકે પટેલ ફેમિલીનું આલીશાન ઘર બની રહ્યું છે જે આજે ચર્ચાનો વિષય બની ગયું છે. સાથે જ તેમણે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં 4 પ્રાઇવેટ જેટ પણ ખરીદ્યા છે.

કિરન પટેલનું આ ઘર કોઈ આલીશાન મહેલથી કમ નથી. આ ઘરમાં લગભગ 40 રૂમ છે. આ ઘરમાં ભારતથી મંગાવેલા લાલ રંગના રેતીલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરનું બાંધ કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે અને તેમાં 100 જેટલા લોકો કામ કરી રહ્યા છે. કિરન પટેલનું માનવું છે કે આ ઘરને લીધે તેની આગળની ત્રણ પેઢી આરામથી રહી શકશે.

સાથે જ કિરણ તથા પલ્લ્વી પટેલ પોતાના બાળકોને પણ પોતાના બળે અને જાત મહેનતે કામ કરીને લોકોનો સહારો બનવા માટેની સીખ આપેલી છે. તેમના બાળકો પણ આજે કિરણ પટેલના કદમ પ્રમાણે ચાલી સમાજસેવાના કાર્યો કરવાનો એક અનોખો નિર્ણય કર્યો છે.

સોર્સ: BBC News

સંકલન: GujjuRocks Team

Photos: tampabay

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!