આ ગુફાની અંદર ભગવાન શિવ પીવે છે સિગરેટ, જેને જોવા માટે લાખોમાં ઉમટે છે ભક્તો…વાંચો આ મંદિર વિશે

ભગવાન શિવના ભક્તોની સંખ્યા કરોડોમાં છે. સંપૂર્ણ સૃષ્ટિની રચના તેનાથી જ માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભગવાન શિવના અમૃત મંથનના દરમિયાન વિષ પાન કર્યું હતું. જેને લીધે તેને નીકલંઠના નામથી જાણવામાં આવ્યા છે. શિવજીના ભાંગ પીવાની પણ આદત વિશે પણ બધા જાણે જ છે. જેને લીધે શિવરાત્રીના દિવસે ભાંગ પ્રસાદના સ્વરૂપે આપવામાં આવે છે પણ આજે અમે ભગવાન શિવ સાથે જોડાયેલી એક એવી વાત જણાવીશું જેના વિશે તમે પહેલા ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય. જો અમે તમને પૂછીએ કે શું તમે ક્યારેય શિવજીને સિગરેટ પિતા જોયા છે? આ સવાલ પર ભલે તમને નવાઈ લાગે પણ આજે અમે તમને આવી જ એક વાત કહેવા જઈ રહ્યા છીએ.અમે અહીં વાત કરી રહયા છીએ લુટરુ મહાદેવ મંદિર વિશે જો કે હિમાચલ પ્રદેશના અર્કી સોલન જિલ્લામાં સ્થિત છે. કદાચ આ શિવજીનું પહેલું આવું મંદિર હશે જ્યા ભક્તો શિવજીને સિગરેટ અર્પણ કરે છે.
સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે અહીં મંદિરમાં વિરાજિત મહાદેવ પોતાના ભક્તોને નિરાશ નથી કરતા અને તેના દ્વારા અર્પણ કરવામાં આવેલી સિગરેટ પણ પીવે છે.આવું અમે એટલા માટે કહી રહયા છીએ કેમ કે ભગવનને સિગરેટ અર્પણ કર્યા પછી કોઈ તેને બુજાવતું નથી. તેમાંથી ધુમાડો પણ એ રીતે નીકળતો હોય છે કે તેને જાણીને એવું લાગે છે કે વાસ્તવમાં કોઈ સિગરેટ પી રહયા હોય.
અહીં આ મંદિરમાં શિવજીને સિગરેટ અર્પણ કરવાની પ્રથા લાંબા સમયથી ચાલતી આવી રહી છે.તેની સાથે જ આ મંદિરની બીજી મોટી ખાસિયત અહીંની શિવલિંગ છે. આ શિવલિંગમાં ઘણી જગ્યાઓ પર ખાડા બનેલા છે જ્યા લોકો ખુબ આસાનીથી સિગરેટને ફસાવી દે છે. વર્ષ 1621 માં બાઘલ રિસાયતના તત્કાલીન રાજાએ આ મંદિરને બનાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેને સપનામાં ભગવાન શિવના આ મંદિરને બનાવાનો આદેશ આપ્યો હતો. અહીં લોકોની એવી માન્યતા છે કે ભગવાન શિવજીએ અહીં આ ગુફામાં લાંબો સમય વ્યતીત કર્યો હતો. પહાડોની વચ્ચે સ્થિત આ મંદિરમાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે અને શિવજીને કશ લગાવતા જોઈને ખુદને ધન્ય સમજે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!