આ ગુફા માં રહેલું છે ગણેશજી નું કપાયેલું માથું, અન્ય પણ ઘણી ચીજો અદ્દભુત છે…..વાંચો આ રહસ્યમય જગ્યા વિશે

0

આ કહાની તો તમે બધા એ સાંભળી હશે.

ભગવાન શંકરે ક્રોધ વશ થઇ ને ગણેશ જી નું માથું કાપી નાખ્યું હતું અને ગણેશ જી નું માથું ન મળવા પર ગજરાજ નું માથું કાપીને ગણેશ જી ને લગાવી દીધું હતું.કોઈને પણ જાણ ન થઇ શકી કે ગણેશજી નું માથું આખરે ધરતી પર ક્યાં પડ્યું અને ક્યાં ગયું.
આજે અમે તમને ગણેશ જી ના તે જ કાપેલા માથા વિશે જણાવીશું જે તે સમયે ભગવાન શિવ ના શોધવા છતાં પણ ન મળ્યું અને તે ન મળવા પર શંકર ભગવાને હાથી નું માથું તેને લગાવી દીધું.ઉત્તરાખંડ રાજ્ય ના પિથૌરાગઢ જિલ્લા માં એક પાતાળ ભુવનેશ્વર ની ગુફા છે. આ ગુફા ખુબ જ મોટા વિશાળ પહાડ ના નજીક લગભગ 90 ફૂટ અંદર સ્થિત છે. આ ગુફા ની ખાસિયત એ છે કે આ ગુફામાં અમુક અદ્દભુત અને આસ્થા ના પ્રતીક સાથે જોડાયેલી ચીજો જોવા મળે છે.આ ગુફા ઋષિ આદિશંકરાચાર્ય દ્વારા શોધવામાં આવી હતી. આ ગુફામાં ચારે યુગોના પ્રતીક ના રૂપમાં 4 પથ્થર સ્થિત છે. જેમાંથી એક કળિયુગ નું પ્રતીક ચિહ્નન માનવામાં આવે છે. આ પથ્થર ની ખાસિયત એ છે કે તે હાલના દિવસોમાં ધીમે-ધીમે ઊંચું આવી રહ્યું છે. એના માટે એ કહેવામાં આવે છે કે જે દિવસે આ પથ્થર ઉપરની દીવાલ તરફ જઈને અથડાઈ જાશે તે દિવસ થી કળિયુગનો પૂર્ણતઃ અંત આવશે.આ પાતાળ ભુવનેશ્વર ગુફા રહસ્યો અને આશ્ચર્યો થી ભરેલું છે. અહીં ગણેશજી નું કપાયેલું માથું અહીં મૂર્તિ ના રૂપમાં સ્થિત છે, જેને ભગવાન ગણેશજી નું કપાયેલું માથું કહેવામાં આવે છે, જે ધરતી માં ગુમ થઇ ગયું હતું. ગણેશ જી ના માથાની ઉપર 108 પંખુડીઓ નું બ્ર્મ્હકમલ સ્થિત છે.
આ બ્રમ્હ કમલ થી ગણેશજી ના તે કપાયેલા માથાની ઉપર પાણી ટપકતું દેખાય છે. આ બ્ર્મ્હકમલ માટે કહેવામાં આવે છે કે તેની સ્થાપના અહીં ભગવાન શિવના દ્વારા જ કરવામાં આવેલી છે. આ સિવાય આ ગુફામાં બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ ની મૂર્તિઓ પણ જોઈ શકાય છે એટલે કે આ જગ્યામાં આ ત્રણે જગ્યાના એકસાથે દર્શન કરી શકાય છે.અહીં બદ્રી પંચાયત માં લક્ષમી-ગણેશ, યમ-કુબેર તથા વરુણ-ગરુડ ની મૂર્તિઓ સ્થિત છે સાથે જ શેષનાગ અને તક્ષક નાગ નું પ્રતીક પણ ગુફા ની ચટ્ટાન માં જોઈ શકાય છે.અહીં અમરનાથ ની પણ ગુફા છે, જેના પથ્થરો પર જટાઓ ફેલાઈને વિખેરાઈ છે. આ ગુફાની પાસે કાલભૈરવ ની જીભ ના પણ દર્શન કરી શકો છો. આ કાલભૈરવ જીભ માટે કહેવામાં આવે છે કે જો કોઈ ઇન્સાન તેના મોં થી થઈને ગર્ભના અંદર પ્રવેશ કરીને પૂંછડી ની પાસે પહોંચી જાય છે તો તે વ્યક્તિ ને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.આ અદ્દભુત ભુવનેશ્વર પાતાળ ની ગુફા હિન્દૂ આસ્થા નું પ્રતીક છે, જે શ્રદ્ધાળુઓ નું કેન્દ્ર બની ગયું છે. આ દિવ્ય ગુફા ના તમે પણ એકવાર દર્શન કરવા માટે જરૂર જાઓ.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here