આ ઘરેલુ ઉપાયથી તમારા પીળા દાંત 10 મિનિટમાં થઇ જશે ચમકદાર…..જાણો ટિપ્સ

0

દાંત કોઈપણ ચેહરાની સુંદરતા માં ચાર ચાંદ લગાવાનું કામ કરે છે. જયારે તમે કોઈને પણ પોતાની પ્યારી મુસ્કાન પાસ કરો છો તો દાંત તેનો ખાસ હિસ્સો હોય છે. એવામાં જો તમારા દાંત પીળા અને ગંદા હોય તો આ સ્માઈલ ની બધી જ મજા પર પાણી ફરી જાતું હોય છે. પીળા દાંતને સફેદ કરવા માટે ઘણા લોકો ડેન્સ્ટીટ ની પાસે પણ જાતા હોય છે. પણ એવામાં તમારે ડેન્ટિસ્ટની મોટી ફી ભરવાની કોઈ જ જરૂર નથી કેમ કે આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું કે ઘરમાં ઉપલબ્ધ ચીજોથી તમે તમારા પીળા દાંત ને સફેદ કરી શકશો.

પીળા દાંત ને સફેદ કરવાના ઘરેલુ ઉપાય:

1. જો તમારા દાંત માં પીળાપન ની સાથે દાગ ધબ્બા પણ છે તો આ ઉપાય અપનાવો. એક કપ પાણી લઈને તેમાં અળધી ચમચી વિનેગર મિલાવી દો. હવે આ મિશ્રણને સારી રીતે મિલાવીને ટુથબ્રશ થી દાંતો ની સફાઈ કરો. દાંતોનું પીળાપણું દૂર થવાની સાથે સાથે દાગ ધબ્બા પણ દૂર થઇ જાશે.

2. જો તમે તમારા દાંત ને ચમકદાર બનાવા માગો છો તો લીંબુ ના રસમાં થોડું નિમક મિલાવીને તેને ટુથબ્રશ ની સહાયતાથી દાંતો પર લગાવો. રોજ આ પ્રયોગ કરવાથી દાંતોમાં ચમક આવી જાય છે.3. એક વાટકીમાં થોડું પાણી લઈને તેમાં ચપટી ભરી નીમક અને એક ચમચી મીઠી સોડા મિલાવી લો. હવે આ મિશ્રણને દાંતો પર હલકા હાથે રગડો. આવું કરવાથી દાંતોનું કાળાપણું દૂર થઇ જાશે.4. રાઈના તેલમાં પીસેલી હળદર, નિમક મિલાવીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટ ને આંગળી કે ટુથબ્રશ વડે દાંતો પર લગાવો. એવું કરવાથી પીળા દાંત તો સફેદ બનશે જ સાથે જ કમજોર અને હલકા દાંત પણ મજબૂત બનશે.5. સંતરાની છાલ અને તુલસીના પાનને સુકવી લો. હવે તેનો પાઉડર બનાવીને રોજ દાંતોની માલિશ કરો, દાંત સફેદ અને ચમકદાર બની જાશે.6. લીંબુ ના રસ અને પાણીથી કોગળા કરો. તેનાથી દાંત સાફ હોવાની સાથે-સાથે મોં ની દુર્ગન્ધ પણ દૂર થઇ જાશે.
7. નારિયેળ અને જૈતુનના તેલને સમાન માત્રામાં મિલાવીને રોજ આંગળી વડે દાંતોની માલિશ કરો, દાંત મોતી જેવા સફેદ અને ચમકદાર બની જાશે. ભવિષ્યમાં દાંતો ને પીળા થવાથી બચવા માટે રાખો આ સાવધાનીઓ…

1. રોજ દિવસમાં બે વાર બ્રશ કરો

2. વધુ ઠંડુ પાણી ન પીઓ.
3. ગુટખા, તમાકુ અને સિગરેટ નું સેવન કરવાથી બચો.
4. દારૂ ન પીઓ.
5. વધુ માત્રામાં ચા, કોફી ન પીઓ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here