આ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે હેલીકોપ્ટર નો ઉપીયોગ….રસપ્રદ લેખ

0

એક 72 માળ ની ઇમારત, થીમ પાર્ક, લાઇનમા બનેલા લગ્ઝરી ઘર અને હેલીકોપ્ટર ટેક્સીસ આ બધી સુવિધાઓ કોઈ અન્ય શહેરમાં નહિ અને એક ગામમાં જોવા મળે છે. આ ગામ ચીન માં આવેલું છે. જેને ચીન નું સૌથી ધનવાન ગામ કહેવામાં આવે છે. દરેક ગામના લોકોના ખાતામાં લગભગ 1.5 કરોડ રૂપિયા જમા છે.

ચીનના આ જિઆંગસુ પ્રાંત ના આ ગામ નું નામ ‘હ્યુક્ષી’ છે. જે પુરી દુનિયામાં પોતાના શાન-બાન-આન માટે જાણવામાં આવે છે. અહીંના પ્રશાસન પોતાના દરેક નાગરિક ને એક કાર અને રહેવા માટે શાનદાર વિલા પણ આપે છે.
આધુનિક ગામ:

અહીંના અધિકારીઓના અનુસાર તે એક આધુનિક ગામ છે જ્યા 2000 જેટલા લોકો વસવાટ કરે છે. તેને કમ્યુનિસ્ટ પાર્ટીના ફેમસ લીડર વું રેનબાઉ એ 1960 માં વસાવ્યું હતું. તેમણે અહીં સૌથી પહેલા એક ફર્ટિલાઇઝર સ્પ્રે કૈન ની ફેક્ટરી લગાવી હતી.     આ વ્યવસાયથી તેને ખુબ નફો થયો હતો અને તેમણે અહીં ઘણી અન્ય ફેકટરીઓ પણ લગાવી હતી. તેમના બિઝનેસ થી થયેલા એક લાભ નો હિસ્સો તેમણે આ ગામ ને વસાવવા માટે લગાવી દીધો હતો.
ટુરિસ્ટ બની ગયું છે આ ગામ:આગળના અમુક વર્ષોથી આ ગામ ટુરિસ્ટ ના રૂપમાં પણ ઉભરાઈ આવ્યું છે. અહીંના લોકો અને તેઓંની લાઇફસ્ટાઇલ જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. તેના સિવાય અહીં દુનિયાના પ્રસિદ્ધ સ્થળો ની રેપ્લિકા પણ બનાવામાં આવેલી છે જેમાં અમેરિકા ના સ્ટેટ્યૂ ઓફ લિબર્ટી, ઓસ્ટ્રેલિયા નું ફેમસ ઓપેરા હાઉસ, ગ્રેટ વૉલ ઓફ ચાઈના વગેરે ના નામ શામિલ છે.
અહીં એકપણ ક્લબ નથી. સાથે જ આ ગામમાં ડ્રગ્ઝ, જુગાર, કસીનો પર પણ પ્રતિબંધ છે. અમુક લોકોનું કહેવું છે કે ત્યાં મનોરંજ માટેના સાધનો ખુબ જ ઓછા છે જે તેની સૌથી મોટી ખામી છે. અમુક નું કહેવું છે કે આ ગામને ચલાવનારા વું રેનબાઉ એ ક્યારેય પણ તેની અર્થવ્યવસ્થા સાથે સમ્બન્ધિત આંકડા શેયર કર્યા નથી.
ગામને લઈને અમુક ખાસ વાતો:માટે અહીં કામ કરવા માટે લાવવામાં આવેલા 25000 બહારના કર્મચારીઓ ની સેલેરી ના વિશે જાણ નથી. આ સિવાય તેઓને અઠવાડિયામાં સાતે સાત દિવસ કામ કરાવામાં આવે છે. આ દેરક વાતોને લઈને પ્રશાસન કે ન તો અન્ય નાગરિક વાત કરે છે. અહીંના નાગરિકોને મળનારી સુવિધાઓ ત્યાં સુધીમાં મળે છે જયારે તેઓ અહીં જ રહે છે. જો તેઓ અન્ય જગ્યા એ રહેવા માંગે, તો તેઓને પોતાની દરેક સંપત્તિ અહીં જ છોડીને જાવાનું રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here