આ 5 ફૂડ ખાવાથી તમને નેચરલ ગ્લોઇંગ સ્કિન પ્રાપ્ત થશે…વાંચો જોરદાર ટિપ્સ

0

સાફ અને દમકતી ત્વચા પ્રાપ્ત કરવાનો બધાને ખ્વાબ હોય છે. બધી જ છોકરીઓ ની એ ચાહત હોય છે કે તેમને સ્કીન નેચરલ ગ્લોઇંગ કરે. એક્સપર્ટનું માને તો ઉચિત અને સાચા માત્રામાં આહાર લેવામાં આવે તો શરીરમાં પોષક તત્વો મળે છે. જેનાથી આપણી સ્કિન ગ્લો કરતી હોય છે. સાચી રીતે ખાવા નું લેવામાં આવે તો તેના પોષક તત્વ અંદર શરીરમાં જઈ ને અંદરથી શરીરને ગ્લો કરે છે. અને સાથે સાથે આપણી સ્કિનમાં રહેલા બૅક્ટેરિયા અને ટોક્સિનને પરસેવા દ્વારા બહાર કાઢે છે અને ત્વચાને સ્વસ્થ અને ખૂબસૂરત બનાવે છે.

આજે આપણે એવા ફુડ ની વાત કરી રહ્યા છે જે આપણે ડાયટમાં સામેલ કરી શકીએ તો નેચરલ ગ્લો કરશે.

1) સ્ટોબેરી

સ્ટોબેરી બ્લુબેરી અને રસબેરી એ બધી બેરી પ્રજાતિના ફળ છે. જે તમારી ત્વચાને નેચરલ ગ્લો આપે છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સ્કિન માટે લાભકારી છે. સ્ટોબેરી માં એવા પોષક તત્વો આવેલા છે જેમાં એન્ટીઓક્સિડેન્ટનો ખૂબ જ ભંડાર છે તેમજ તેની સાથે વિટામીન સી પણ જોવા મળે છે જે તમારી સ્કિનમાં લચીલાપણ ને દુર કરે છે. જેના કારણે તમારા સ્કિન પર કરચલીઓ નહિ પડે. વધતી ઉંમરના કારણે ત્વચાની સમસ્યામાં રક્ષા આપશે.

2)અખરોટ

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે તેનું સેવન કરવાથી ત્વચાની અંદર નિખાર આવે છે. અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જે ત્વચા ને નેચરલી હેલ્દી બનાવે છે. સાથે સાથે તમારી આંખો અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેટલાક એવા એન્ટીઓક્સીડેન્ટ આવેલા છે જે તમારી સ્કિનને સ્વચ્છ રાખે છે. તેમજ અખરોટનું તેલ પણ તમારી ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે.

3) ગ્રીન ટી

ગ્રીન ટી એ એવું હર્બલ છે કે જેમાં એન્ટિઓક્સિડન્ટ આપણા સ્ક્રીન માટે ફાયદાકારક છે. જે ત્વચાને લગતી સમસ્યા સામે આપણને બચાવે છે તેમજ ત્વચાને દીર્ઘાયુ પ્રદાન કરે છે. તેમજ ક્રેન તેનો ઉપયોગ આપણે સૌંદર્ય ઉત્પાદન માટે પણ કરીએ છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણી સ્કિન ચમકદાર બને છે તેમજ સાથે સાથે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

4) પપૈયુ

પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે-સાથે ફેસ પર લગાવવા માટે પણ પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. ડેડ સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પપૈયાનો ઉપયોગ કરવાથી આપણે સ્કિનમાં હાઇડ્રેડ (ભેજ)રહેતું હોય છે. તેમજ જે લોકોને ખીલની સમસ્યા હોય તેમાં પણ રાહત આપે છે. પપૈયું ખાવાથી અથવા તો તેને ચહેરા ઉપર લગાવવાથી આ બધી સમસ્યા દૂર થાય છે જો તમે પપૈયાનો ઉપયોગ કરતા હોવ તો તે સ્કિનને નેચરલ ગ્લો આપે છે. અને ત્વચાને ખૂબસુરત બનાવે છે.

5) એવોકેડો

એવોકેડો ને એલિગેટર પિયર્સ નામથી પણ ઓળખવામાં આવે છે આ એક પ્રકારનું ફળ છે જેમાં વિટામીન ઈ પ્રચુર માત્રામાં જોવા મળે છે સાથે તેમાં એન્ટિઓક્સિડન્ટ આવેલા હોવાથી જે તમારી ત્વચાન યુવીે કિરણોથી બચાવે છે. અને અંદરથી ચેહરાને નિખારે છે. એવોકેડામાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઓછું જોવા મળે છે. સનબર્નથી બચાવે છે. સ્કિનમાં થવાવાળી સમસ્યાથી રાહત આપે છે તેમજ ત્વચાને સાફ રાખે છે અને સ્કીનને નેચરલ ગ્લો આપે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here