આ ફેમસ હિરોઈનને પ્રોડ્યુસરે ધકેલી’તી Prostituteના ધંધામાં, અંતિમ દિવસોમાં શરીરમાં પડી ગયા હતાં કીડા

ગ્લેમર વર્લ્ડની ચમક-દમકથી બધા જ અંજાઈ જતા હોય છે. જોકે, આ ચમકદમક પાછળ કડવી સચ્ચાઈ રહેલી છે અને તેની જાણ દુનિયાને ભાગ્યે જ થતી હોય છે. આજે આપણે આવી જ એક સફળ એક્ટ્રેસ અંગે વાત કરીશું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની એક સમયની લોકપ્રિય એક્ટ્રેસ નિશા નૂરનું નામ આજની પેઢીએ તો નહીં સાંભળ્યું હોય પરંતુ 80ના દાયકામાં તે એક લોકપ્રિય એક્ટ્રેસ હતી. જોકે, અંતિમ સમયે નિશા નૂરની હાલત ઘણી જ દયનીય થઈ ગઈ હતી. રસ્તા પરથી તે કંગાળ હાલતમાં મળી હતી અને તેના શરીરમાં કીડા પડી ગયા હતાં.

એક સમયે દરેક ડિરેક્ટર-નિર્માતા લેવા માંગતા હતાં નૂરનેઃ
એક સમય હતો કે નિશા નૂરને પોતાની ફિલ્મમાં લેવા માટે ડિરેક્ટર્સ તથા પ્રોડ્યુસર પડાપડી કરતાં હતાં. નિશા નૂરની લોકપ્રિયતા એ હદે હતી કે રજનીકાંત અને કમલ હસન પણ તેની સાથે કામ કરવા ઉત્સુક હતાં. આ બંનેએ નિશા સાથે કામ પણ કર્યું હતું. </
નિર્માતાએ બનાવી દીધી પ્રોસ્ટિટ્યૂટઃ
આટલી સફળ હોવા છતાંય નિશા નૂરનું જીવન વેરાન અને દર્દભર્યું થઈ ગયું હતું. કહેવાય છે કે એક ફિલ્મના પ્રોડ્યુસરે નિશાને વિશ્વાસઘાતથી પ્રોસ્ટિટ્યૂટના ધંધામાં ધકેલી દીધી હતી. ત્યારબાદ નિશાને ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી કોઈનો સાથ મળ્યો નહોતો. બધા જ તેનાથી દૂર ભાગતા હતાં. હારી-થાકીને નિશાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝને અલવિદા કહી દીધી હતી. <
કોઈ ના રાખી દરકારઃ
નિશાએ ઈન્ડસ્ટ્રિઝને અલવિદા કહ્યાં બાદ કોઈએ પણ તેને સાથ આપ્યો નહીં. તેને મદદ પણ કરી નહીં. એક સમય હતો જ્યારે નિર્માતા-ડિરેક્ટર્સ તેને પોતાની ફિલ્મમાં લેવા માટે તેના ઘરના દરવાજે લાઈન લગાવતા હતાં પરંતુ સમય બદલાતા આ જ લોકોએ નિશા સામે જોવાની પણ દરકાર કરી નહોતી.
કંગાળ હાલતમાં મળી હતી નિશાઃ
વર્ષો બાદ નિશાનૂર નાગોર દરગાહ આગળ દયનીય હાલતમાં મળી હતી. મુસ્લિમ મુન્નેટ્ટા કઝહાગામના સ્વંયસેવકોએ નિશા નૂરને થામ્બારામ હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીંયા સારવાર દરમિયાન ખ્યાલ આવ્યો કે નિશા નૂરને એઈડ્સ છે. દિવસે-દિવસે તેની હાલત ખરાબ થતી જતી હતી. અંતે 2007માં નિશાએ આ સ્વાર્થી દુનિયાને અલવિદા કહી દીધું હતું. નિશાના અવસાનની કોઈએ પણ નોંધ લીધી નહોતી અને ગ્લેમર વર્લ્ડને તો ખ્યાલ પણ નથી કે નિશા હવે આ દુનિયામાં નથી. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, નૂરને જ્યારે નાગોર દરગાહ આગળ જોવામાં આવી ત્યારે તેના શરીરમાં કીડા પડી ગયા હતાં અને શરીર પર કિડીઓ ચાલતી હતી.
નિશાની લોકપ્રિય ફિલ્મ્સઃ
‘કલ્યાણ અગથિગલ’ (1986), ‘ઐય્યર ધ ગ્રેટ'(1990), ‘ટિક ટિક ટિક'(1990), ‘ચુવાપ્પુ નાડા’, ‘મિમિક એક્શન 500’, ‘ઈનિમઈ ઈધો’ જેવી હિટ ફિલ્મ્સ નિશાએ આપી હતી.
Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!