આ ફેમસ અભિનેત્રીનાં પ્રેમમાં પાગલ હતો બોબી દેઓલ, કરવા માંગતો હતો લગ્ન, પણ…..

દેઓલ પરિવારના નાના નવાબ બોબી દેઓલ એકવાર ફરી રેસ-3 દ્વારા કમબેક કરી રહ્યા છે. સલમાન ખાન સ્ટારર આ ફિલ્મ આ જ વર્ષ ઈદના મૌકા પર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં બોબી દેઓલ એકદમ નવા અંદાજમાં નજરમાં આવશે. ફિલ્મમાં તેના આ આવતારને લઈને તેના ફેંસ પણ ખુબ જ ઉત્સાહિત છે.ટ્રેલરમાં તેમનો લુક પણ દર્શકોને ખુબ જ પસંદ પણ આવ્યો છે.
વાત જો તેના પર્સનલ લાઈફની કરીએ તો તેમને ફિલ્મી બેક ગ્રાઉન્ડ સાથે તાલ્લુક ન રાખનારી તાન્યા સાથે લગ્ન કર્યા છે.30 મૈ 1969 આ રોજ તાન્યા સાથે લગ્નના બંધનમાં બંધાયેલા બોબી દેઓલનાં બે દીકરા પણ છે. જો કે, ખુબ ઓછા લોકો જાણતા હશે કે બોબી દેઓલનું અફેઈર સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન સાથે એક સમયમાં હતું.
બોબી 90 ના દશકની આ અભિનેત્રી સાથે પ્રેમમાં પાગલ હતા. તે તેની સાથે લગ્ન પણ કરવા માગતા હતા. તે જમાનામાં બંન્નેની નજદીકીઓની ખબરો પણ ખુબ ચર્ચામાં રહી હતી.અમે અહી જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહિ, પણ 90 ના દશકની ફેમસ અદાકારા નીલમ કોઠારી છે. સલમાના ખાન સાથે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં નજરમાં આવેલી નીલમની સાથે બોબી દેઓલનું અફેઈર રહ્યું હતું. કહેવામાં આવે છે કે લગભગ પાંચ વર્ષ સુધી બંને એકબીજાના રીલેશનમાં રહ્યા હતા. જો કે આ રિશ્તો લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો.

બંનેનો રિશ્તો લગ્ન સુધી પહોંચી ન શક્યો તેના જવાબદાર બોબીનાં પિતા ધર્મેન્દ્રને માનવામાં આવે છે.મીડિયા રીપોર્ટસનાં આધારે, ધર્મેન્દ્ર ઈચ્છતા ન હતા કે તેના એક પણ દીકરાઓ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરે. તેના ચાલતા બંનેનો આ રિશ્તો ત્યાજ ખત્મ થઇ ગયો હતો. સાથે જ નીલમે બોબી સાથેના પોતાના અફેઈરને લઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બંને એકબીજાની સહમતીથી જ અલગ થયા હતા.નીલમે જણાવ્યું કે,બંને માટે અલગ થવાનો આ નિર્ણય આસાન ન હતો. છતાં પણ તેઓએ આ નિર્ણયને સ્વીકાર્યો અને પોત-પોતાના જીવનમાં આગળ વધ્યા. અમુક વર્ષો પછી વર્ષ 1996 માં બોબી દેઓલ તાન્યા આહુજા સાથે લગ્નમાં બંધાયા સાથે જ નીલમે એક્ટર સમીર સોની સાથે લગ્ન કરી લીધા હતા. હવે બંને પોતપોતાના પરિવારમાં ખુશ્હાલ જીવન વિતાવી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!