આ ફેમસ અભિનેતાના ઘરમાં આજે પણ બને છે માટીના ચૂલા પર રસોઈ, નામ જાણીને વિશ્વાસ નહિ આવે…..

0

બોલીવુડમાં એવા-એવા અભિનેતાઓ છે જેઓએ પોતાના અભિનય ક્ષમતાથી બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. અમુક અભિનેતાઓ તો એવા છે જેઓ ખુબ નાની એવી જગ્યાઓ પરથી બોલીવુડમાં આવ્યા છે અને ખુબ જ નાના પરિવારથી છે. એવા પણ ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેઓ નાના શહેરના હોવા છતાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ પહેચાન બનાવી છે. આજે અમે તમને બોલીવુડના એક એવા અભિનેતા વિશે જણાવા જઈ રહ્યા છીએ જેઓ કરોડોની કમાણી કરે છે, પણ તેના ઘરમાં આજે પણ લાકડાના ચૂલા પર રસોઈ બનાવામાં આવે છે. તેની એક ફિલ્મ ‘निल बटे सन्नाटा’ એ દર્શોનુ દિલ જીતી લીધું હતું. આ અભિનેતા છે પંકજ. પંકજ તેના સિવાય ફુકરે, મસાન, રન અને ગેન્ગ ઓફ વાસેપુર, ઓમકારા, ગુન્ડે, મંજિલ, ગ્લોબલ બાબા, માંઝી દ માઉન્ટેન અને ઘણી એવી સુપર હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે પંકજ ભલે બોલીવુડમાં સેલિબ્રિટી બની ગયા હોય પણ આજે પણ તેની રહેણી કરણી ગ્રામીણ લોકો જેવી જ છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલ ગંજ ના બેલસંડ ના રહેનારા છે. ગામમાં હાલ માત્ર મમ્મી-પપ્પા અને રિશ્તેદારો જ રહે છે. મુખ્ય રૂપથી પંકજ એક ખેડૂત પરિવારથી તાલ્લુક રાખે છે અને પિતા નું નામ બનારસ ત્રિપાઠી અને માતા જી નું નામ હેમંત દેવી છે.
ગેંગ્સ ઓફ વાસેપુર ના સુલતાનને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. પણ તેના ગામમાં પાકો રસ્તો પણ નથી. જ્યાનો દીકરો ફિલ્મોમાં કામ કરતો હોય તે ગામથી 20 કિમિ દૂર પર માત્ર એક સિનેમા હોલ છે.પંકજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમુક દિવસો પહેલા તેના બિહાર વાળા ઘરમાં ટીવી પણ ન હતી. 10 માં ધોરણ સુધી તેને ખબર ન હતી કે ફિલ્મો આખરે શું હોય છે. 11 માં ધોરણ સુધી તે ખેતી કરતા હતા.
બાળપણમાં તે ઘણા એવા નાટકોમાં છોકરીનો કિરદાર ભજવતા હતા અને લોકો તેના અભિનય પર તાળીઓ વગાડતા હતા. જે પંકજને ખુબ જ પસંદમાં આવતા હતા. ત્યારે તેના મનમાં અભિનયને લઈને કેરિયર બનાવાનો વિચાર આવ્યો. તેના પછી ઘણી એવી મુશ્કિલો પછી દિલ્લી એનએસડી સ્કૂલમાં દાખલો લીધો અને ત્યાંથી જ તેના સફરની શરૂઆત થઇ. પંકજે મોટી-મોટી ફિલ્મોમાં શાનદાર અભિનય કરનારા પંકજના ઘરમાં આજે પણ ચુલ્હા માં ભોજન બને છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!